'ક્વૉડ' સાથીઓ ઘણા આવશ્યક છે : અમેરિકી રાજદૂત ગોરનો 'આસીયન' વિદેશ મંત્રીઓની 'મનીલા મીટ' પૂર્વેનો સંદેશો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આસીયન સમિટમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો પણ હાજર રહેશે : ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં સુરક્ષા સહકાર વધારવા વિચાર થશે
નવી દિલ્હી : ભારત સ્થિત અમેરિકી રાજદૂત સર્જીઓ ગોરે કહ્યું હતું કે, કવોડ સાથીઓ ઘણા આવશ્યક છે. મનીલામાં મળનારી આસીયન દેશોના વિદેશ મંત્રીઓની પરિષદ પૂર્વે આ વિધાનો કરવા સાથે તેઓએ ઇન્ડો-પેસિફિક વિસ્તારને મુકત અને ખુલ્લો રાખવા ઉપર ભાર મુકયો હતો અને કહ્યું હતું કે, અમેરિકા તે માટે પ્રતિબદ્ધ છે.
દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો રવિવારે સાંજે જ મનીલા પહોંચી ગયા હતા.
મેસો સિએશન ઑફ સાઉથ ઇસ્ટ-એશિયન નેશન્સ (ASEAN) આસીયન-ની મનીલા મીટ દરમિયાન રૂબિયો ક્વોડ દેશો (અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ઇંડિયા)ના વિદેશ મંત્રીઓ સાથે પણ મંત્રણા કરશે. જુલાઇની ૨૦ થી ૨૨ દરમિયાન યોજાઈ રહેલી આસીયાન દેશોની પરિષદમાં આ વર્ષે ફિલીપાઇન્સ અધ્યક્ષ પદે છે. ગત વર્ષે મે માસમાં (મે-૨૫માં) મળેલી આસીયાન દેશોની પરિષદ પછીની આ ૫૯મી પરિષદ છે. તેમાં સભ્ય દેશો, માહિતી, વહાણવટાની સલામતી, પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ, દુષ્પ્રાપ્ય ખનિજો તથા આર્થિક સલામતી અંગે ચર્ચા કરશે.
આ પૂર્વે સપ્ટેમ્બર ૨૦૨૪માં તે સમયના અમેરિકી પ્રમુખ જો બાયડેને ડેલ્વર રાજ્યના વિલ્મિંગ્ટનમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા અમેરિકાના કવોડ સાથીઓ સાથે મંત્રણા યોજી હતી.
ઉલ્લેખનીય તે છે કે અમેરિકાના વોર ડિપાર્ટમેન્ટે જૂન ૧૭, ૨૦૨૬ના દિવસે ઇન્ડો-પેસિફિક કમાન્ડ માંથી ઇન્ડો શબ્દ દૂર કર્યો હતો અને યુ.એસ. પેસિફિક કમાન્ડ તેવું નામ રાખ્યું હતું.
પહેલાં, ૭૦ વર્ષીય યુએસ પેસિફિક કમાન્ડ તેવું જ નામ હતું. પરંતુ ૨૦૧૮ થી તે નામ બદલીને ઇન્ડો પેસિફિક કમાન્ડ રખાયું હતું. પરંતુ હવે ફરીથી તે કમાન્ડનું મૂળ નામ યુએસ પેસિફિક કમાન્ડ રાખવામાં આવ્યું છે.









