રશિયામાં પોતાને 2036 સુધી સત્તામાં રાખતો સુધારો કરવાનો પુતિનનો આદેશ
- લોકોની ઇચ્છા અનુસાર બંધારણમાં સુધારો કરાયાનો પુતિનનો દાવો : આજથી અમલી બનશે
મોસ્કો, તા. 3 જુલાઇ, 2020, શુક્રવાર
રશિયાના પ્રમુખ પુતિને આજે બંધારણમાં સુધારો કરવાનો ઓર્ડર કર્યો હતો જેના કારણે તેઓ હવે 2036 સુધી સત્તામાં રહી શકશે. રશિયાના મતદારોએ તેમને પ્રચંડ બહુમતીથી દેશના પ્રમુખ બની રહેવા જનમતનાં જબરજસ્ત બહુમતી આપી હતી.
' આ સુધારો અમલી બની ગયો. તેઓ પણ અમલ કરશે. આ સુધારો લોકોની ઇચ્છાને માન આપીને કરાયો હતો'એમ પુતિને બંધારણીય સુધારા પર સહી કર્યા પછી કહ્યું હતું.'અમે એક દેશ તરીકે સાથે મળીને ખુબજ મહત્તવનો સુધારો કર્યો હતો'એમ આ સુધારાનો મુસદ્દો તૈયાર કરનાર સાંસદો સાથેની વિડીયો કોન્ફરન્સમાં પુતિનો કહ્યું હતું.
રશિયન સરકાર દ્વારા આજે જારી કરાયેલી સુધારાની નકલ અનુસાર, આવતી કાલથી જ આ સુધારો અમલી બનશે. આ સુધારાથી હવે પુતિન હાલની તેમની ટર્મ 2024માં પુરી થયા પછી પણ છ વર્ષ સુધી રશિયાના પ્રમુખપદે જારી રહેશે.
તેમણે સજાતીય લગ્ન, મહત્તવના મુદ્દા તરીકે ઇશ્વરમાં શ્રધૃધા અને આંતરરાષટ્રીય નિયમો કરતાં રશિયન કાયદાઓ પર વધારે ભાર મૂક્યો હતો. પુતિને જાન્યુઆરીમાં સુધારાની દરખાસ્ત મૂકી હતી અને આગ્રહ કર્યો હતો કે તેમને 2036 સુધી પ્રમુખપદે ચાલુ રખાય. એ માટે તેમણે જનમત સંગ્રહ પણ કરાવ્યો હતો જેમાં તેમને 78 ટકા લોકોએ સમર્થન આપયો હતો.
જો કે રશિયન સંસદે એકવાર ખરડાને પસાર કરી દીધો હોય અને દેશની બંધારણીય કોર્ટે તેની પર સિક્કો મારી દીધો હોય ત્યાર પછી લોકમતની જરૂર રહેતી નથી.પ્રારંભમાં 12 એપ્રિલે જનમત સંગ્રહનો વિચાર કરાયો હતો, પરંતુ કોરોનાવાઇરસના કારણે તેને પડતો મૂક્યો હતો. અંતે બુધવારે જનમત લેતા તેમાં 78 ટકા લોકોએ તેમને 2036 સુધી પ્રમુખપદે ચાલુ રહેવા મત આપ્યા હતા.
જો કે વિરોધ પક્ષોએ આ જનમત સંગ્રહને ફગાવી દીધો હતો, પરંતુ સેન્ટ્રસ ઇલેકશન કમિશનના ચેરમેન ઇલ્લા પામફિલ્લાએ તેને ફગાવી દીધો હતો. તેમણે એવો બચાવ કર્યો હતો કે આ જનમત અિધકૃત છે. તેની પર વિવાદ કરાય નહીં.મતદાનમાં સંપૂર્ણ પારદર્શિતા હતી.