અમેરિકાના જ સહયોગીઓ સાથે હાથ મિલાવવા તૈયાર રશિયા! પુતિનની ટ્રમ્પને સીધી ચેલેન્જ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russian President Vladimir Putin Challenge to America : છેલ્લા કેટલાક દિવસથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થવાની વાતો ચાલી રહી છે. તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોડિમીર ઝેલેન્સ્કીએ નાટોમાં સામેલ ન થવાની માંગ પરત ખેંચવાની તત્પરતા દાખવી છે, તો બીજીતરફ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન પણ યુદ્ધ તાત્કાલિક શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે તૈયાર થઈ ગયા છે. જોકે ઝેલેન્સ્કીએ યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકા અને પશ્ચિમ દેશો પાસે ગેરેન્ટી માંગી છે, તો પુતિને યુદ્ધ સમાપ્ત કરવાની જવાબદારી પશ્ચિમી દેશો અને યુક્રેનના નેતાઓની હોવાનું જણાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ યુદ્ધ અટકાવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે પુતિને અમેરિકાનો બહુ મોટી ચેલેન્જ આપી ખળભળાટ મચાવી દીધો છે.
રશિયાએ અમેરિકાનું વધાર્યું ટેન્શન
રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવા માટે વાતચીત શરુ થાય તે પહેલાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાને મોટો ફડકાર ફેંકી કહ્યું છે કે, ‘જો રશિયા અને યુરોપીયન દેશોના પ્રયાસો એક થઈ જાય તો આપણે અમેરિકાથી પણ મોટા આર્થિક ખેલાડી બની શકીએ છીએ. જો રશિયા-યુરોપીયન દેશો પોતાના પ્રયાસો એક કરે તો આપણી સંયુક્ત GDP અમેરિકાથી પણ ઘણી વધી જશે.’ રશિયાએ આ નિવેદન દ્વારા નવો 'વર્લ્ડ ઑર્ડર' એટલે નવું સંગઠન બનાવવા માટેનો પાસો ફેંકી દીધો છે તેમ કહી શકાય.
આ પણ વાંચો : આતંકીઓએ વિસ્ફોટક ભરેલું વાહન પાકિસ્તાની આર્મી કેમ્પ સાથે અથડાવ્યું, ભયાનક વિસ્ફોટ
જો આપણે એક થઈશું તો અમેરિકાથી આગળ વધી જઈશું
પુતિને વધુમાં કહ્યું કે, ‘જો રશિયા-યુરોપ એક થશે તો આપણી સંયુક્ત જીડીપી અમેરિકાથી અનેક ઘણી વધી જશે. આપણે ક્રય-શક્તિ-સમતાના સિદ્ધાંતોને એક કરીને અને તેને પૂરક બનાવીને સમૃદ્ધ થઈ શકીએ છીએ.’ હાલના સમયમાં રશિયા-યુક્રેન વચ્ચે અશાંતિ ચાલી રહી છે, ત્યારે પુતિને આ નિવેદન કરીને અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે. તેમનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે યુક્રેન યુદ્ધના કારણે રશિયા અને યુરોપીયન સંઘ સહિત પશ્ચિમ દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.’ પુતિને ઓફર કરી છે કે, ‘રશિયા યુરોપ, બ્રિટન અને અમેરિકા સાથે બરાબરી કરવાની શરત પર કામ કરવા માટે તૈયાર છે અને આ ભાગીદારીના કારણે તમામને ફાયદો થશે.’
જો રશિયા-યુરોપીયન દેશો એક થશે તો અમેરિકાના પાવરને જોખમ
પુતિનને પોતાના નિવેદન દ્વારા વિશ્વને એક ‘નવો વર્લ્ડ ઑર્ડરનો રોડમેપ’ દેખાડી અમેરિકાના અસ્તિત્વને પડકાર ફેંક્યો છે. વર્તમાન સમયમાં અમેરિકાની યુરોપ પર પક્કડ મજબૂત છે. જો યુરોપ અને રશિયા એક થઈ જાય છે, તે હકીકત છે કે, અમેરિકા નોખો પડવાની સાથે પાવર પણ ગુમાવી દેશે. પુતિનની ઇચ્છા છે કે, રશિયા યુરોપીયન દેશો સાથે મળીને વેપાર, ઊર્જા સહિત અનેક ક્ષેત્રોમાં ભાગીદાર બને.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા બાદ તાબડતોબ એક્શન, 7 આરોપીઓની ધરપકડ








