World

હંગેરી પ્રવાસ દરમિયાન પુતિનની થશે ધરપકડ? ICC વોરંટને લઈને યુરોપમાં વિવાદ અને રાજદ્વારી દબાણ

By GS TEAM
18 Oct 20252 mins read
TukuTouch Logo
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો પ્રસ્તાવિત હંગેરી પ્રવાસ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી ગરમાવો પેદા કરી રહ્યો છે. આ પ્રવાસ ખાસ કરીને એટલા માટે ચર્ચામાં છે, કારણ કે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા યુક્રેનમાંથી બાળકોના ગેરકાયદેસર દેશનિકાલના આરોપો બદલ પુતિન વિરુદ્ધ 2023માં ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હંગેરી પ્રવાસ દરમિયાન પુતિનની થશે ધરપકડ? ICC વોરંટને લઈને યુરોપમાં વિવાદ અને રાજદ્વારી દબાણ
Image Source: IANS

Russia-Ukraine War: રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો પ્રસ્તાવિત હંગેરી પ્રવાસ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી ગરમાવો પેદા કરી રહ્યો છે. આ પ્રવાસ ખાસ કરીને એટલા માટે ચર્ચામાં છે, કારણ કે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા યુક્રેનમાંથી બાળકોના ગેરકાયદેસર દેશનિકાલના આરોપો બદલ પુતિન વિરુદ્ધ 2023માં ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે, જો કે ICC પાસે ધરપકડનો કોઈ અધિકાર નથી, કારણ કે તેમની પાસે કોઈ પોલીસ દળ કે કોઈ એજન્સી નથી.

આ કારણે હંગેરી પહોંચતા જ તેમની ધરપકડ થઈ શકે છે. પરંતુ, હોબાળો થવાની સંભાવના ઓછી છે. આ અગાઉ ક્રેમલિનને કેટલીક વ્યાવહારિક અને કાયદાકીય અડચણોની સાથોસાથ EU દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને દૂર કરીને પુતિનને બુડાપેસ્ટ સુધી પહોંચાડવાનો રસ્તો શોધવો પડશે.

આ પણ વાંચો: 'ચપટી વગાડતાં જ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનું યુદ્ધ અટકાવી શકું છું..', ટ્રમ્પનો મોટો દાવો

આ પ્રસ્તાવિત સમિટ (જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભાગ લે તેવી સંભાવના છે) માટે હંગેરીની પસંદગી થતાં જ યુરોપિયન યુનિયન અને નાટોના સભ્ય દેશો માટે એક અસામાન્ય અને અકળામણભરી સ્થિતિ ઊભી થઈ છે. હંગેરી ICCનો સભ્ય દેશ હોવા છતાં, ત્યાંના વિદેશ મંત્રી પીટર સિજ્જાર્ટોએ ખાતરી આપી છે કે પુતિન દેશમાં પ્રવેશ કરી શકશે અને વાટાઘાટો પછી સુરક્ષિત રીતે પાછા જઈ શકશે.

હંગેરીએ તાજેતરમાં જ ICCમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ તકનીકી રીતે તે હજુ પણ કોર્ટના નિયમોથી બંધાયેલું છે. જોકે, હંગેરીના વલણથી સ્પષ્ટ છે કે, તે પુતિનની ધરપકડ નહીં કરે. આ સ્થિતિથી એવા ગંભીર સવાલો ઊભા થયા છે કે યુરોપીયન ભૂમિ પર એક એવા નેતાની મુલાકાત કેવી રીતે શક્ય બની શકે છે, જે આંતરરાષ્ટ્રીય વોરંટનો સામનો કરી રહ્યા હોય. આ ઘટના યુરોપિયન સંઘની એકતા અને ICCની વૈશ્વિક કાયદાકીય સત્તા પર પ્રત્યક્ષ અસર પાડશે, અને આ મુલાકાત યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના શાંતિ પ્રયાસો પર કેવી અસર કરશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: BRICS કરન્સી વિના જ ભારત-ચીન-રશિયાએ ટ્રમ્પના ડૉલરના ડોમિનન્સને પડકારી દીધો?