'ચપટી વગાડતાં જ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનું યુદ્ધ અટકાવી શકું છું..', ટ્રમ્પનો મોટો દાવો

Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી 8 યુદ્ધ રોકવાનો દાવો કર્યો અને કહ્યું કે, તેમને આ માટે નોબેલ પુરસ્કાર ન મળ્યો. ટ્રમ્પે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શરુ સંઘર્ષનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમના માટે આ યુદ્ધ અટકાવવું ખૂબ સરળ છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાની હવાઈ હુમલામાં જીવ ગુમાવનારા 3 અફઘાની ક્રિકેટર્સ કોણ હતા? દેશમાં શોકનો માહોલ
ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (17 ઑક્ટોબર) યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે લંચ બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ફરી એકવાર લાખો લોકોનો જીવ બચાવવાનો દાવો કર્યો અને આશ્વાસન આપ્યું કે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ખતમ કરવામાં સરળતા મળશે.
લાખો લોકોનો જીવ બચાવ્યોઃ ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે, 'હું સમજું છું કે, પાકિસ્તાને હુમલો કર્યો છે અથવા અફઘાનિસ્તાનમાં હુમલા થઈ રહ્યા છે. જો મારે આને રોકવું હોય તો આ કામ મારા માટે સરળ છે. મને લોકોને મરતા રોકવાનું સારું લાગે છે. મેં લાખો લોકોનો જીવ બચાવ્યો છે અને મને લાગે છે કે, આ યુદ્ધ રોકવામાં મને સફળતા મળશે.'
આ પણ વાંચોઃ BRICS કરન્સી વિના જ ભારત-ચીન-રશિયાએ ટ્રમ્પના ડૉલરના ડોમિનન્સને પડકારી દીધો?
નોબેલ ન મળતા નિરાશ
એટલું જ નહીં, ટ્રમ્પે 8 યુદ્ધ ખતમ કરવાનો દાવો કરતાં નોબેલ પુરસ્કાર ન મળવાની નિરાશા પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, 'તમે જાણો છો કે, મેં 8 યુદ્ધ ખતમ કરાવ્યા છે. દરેક વખતે એક યુદ્ધ ખતમ કરવા જઉં ત્યારે હું પાછળના ભૂલી જાઉં છું. દરેક વખતે જ્યારે હું યુદ્ધ રોકાવું છું તો તેઓ કહે છે કે, આગળનું યુદ્ધ ખતમ કરવા પર નોબેલ મળશે. જોકે, હું આ બધું નોબેલ માટે નથી કરી રહ્યો. મને નોબેલ ન મળ્યો, કોઈક બીજાને મળ્યો. તે ખૂબ સારા મહિલા છે. મને નથી ખબર તે કોણ છે, પરંતુ તે ખૂબ ઉદાર હતા તેથી મને આ બધી વાતોની પરવાહ નથી. મને બસ લોકોનો જીવ બચાવવાની ચિંતા છે.'

