Get The App

અમેરિકામાં ગ્રીન કાર્ડથી કાયમી વસવાટનો માર્ગ બંધ કરવાનો પ્રસ્તાવ

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકામાં ગ્રીન કાર્ડથી કાયમી વસવાટનો માર્ગ બંધ કરવાનો પ્રસ્તાવ 1 - image

- રિપબ્લિકન સાંસદની દરખાસ્ત ભારતીયો માટે આંચકાજનક

- એચ-1બી વિઝાની હાલની મર્યાદા છ વર્ષથી ઘટાડીને બે વર્ષની કરવાની ભલામણ કોંગ્રેસમેન ચિપ રોયે કરી

- અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓને મર્યાદિત સમય માટે  જોબ કરવાની અપાતી છૂટને પણ બંધ કરવા રજૂઆત

વોશિંગ્ટન : ભારતમાં જ તાજેતરમાં આવેલા અમેરિકન વિદેશ પ્રધાન માર્ક રૂબિયોએ ખાતરી આપી હતી કે ફક્ત ભારતીયોને જ ટાર્ગેટ બનાવી વિઝામાં ફેરફાર નહીં કરાય, પણ તેનાથી સાવ વિપરીત વલણ અપનાવતા તેમના જ રિપબ્લિકન પક્ષના સાંસદે ભારતીયોને જાણે જનોઈવઢ ઘા કરતા હોય તેવા પ્રસ્તાવ યુએસ કોંગ્રેસમાં રજૂ કર્યા છે. તેમા ગ્રીન કાર્ડ રુટે કાયમી વસવાટનો માર્ગ બંધ કરવો, એચ-૧બી વિઝાની સમયમર્યાદા છ વર્ષઘી ઘટાડી બે વર્ષ કરવી અને વિદેશી વિદ્યાર્થીઓને જોબ કરવા માટે આપવામાં આવતી છૂટને બંધ કરવાનો સમાવેશ થાય છે. આ બિલની સૌથી વધુ અસર ભારતીયો પર પડવાની છે. 

અમેરિકન રિપબ્લિકન  ચિપ  રોયે જણાવ્યું હતું કે લગભગ ૪૦ વર્ષથી એચ-૧બી વિઝાનો દૂરુપયોગ થઈ રહ્યો છે. કંપનીઓે સસ્તા વિદેશી કામદારની તરફેણ કરીને અમેરિકન કામદારોને નોકરી પરથી દૂર કરે છે. આ બધાને તે પાછું સામૂહિક છટણીનું રૂપાળુ નામ આપે છે અને આ રીતે વેતનવૃદ્ધિને દબાવવામાં આવે છે. કોંગ્રેસમાં ટેક્સાસના ૨૧માં જિલ્લાના પ્રતિનિધિ અને કટ્ટરવાદી રિપબ્લિકન સાંસદ ચિપ રોયે જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આ લોટરી આધારિત પાઇપલાઇનનો અંત લાવવામાં આવે અને તેના સ્થાને મેરિટને અગ્રતા આપવામાં આવે, જેના આધારે વાસ્તવિક વેતન ધોરણો નક્કી થાય તથા અમેરિક-વ્હાઇટ કોલર વર્કર્સને અગ્રતા આપવામાં આવે. આ પ્રસ્તાવને તે ટ્રમ્પની અમેરિકા અને અમેરિકન ફર્સ્ટની નીતિને એકદમ અનુકૂળ માને છે. 

આ બિલને અમેરિકન ટેક વર્કરો, ધ ઇમિગ્રેશન એકાઉન્ટેબિલિટી પ્રોજેક્ટ અને ધ ફેડરેશન ઓફ અમેરિકન ઇમિગ્રેશન રિફોર્મનું સમર્થન છે. આ કાયદો ટ્રમ્પ હવે નિયમો ચુસ્ત બનાવીને કાયદેસરના માઇગ્રેશન પ્રોગ્રામો પર તૂટી પડયા છે ત્યારે આવ્યો છે. તેમા પણ ઊંચા વેતનવાળા એચ-૧બી વિઝાધારકને જ અગ્રતા આપવામાં આવી રહી છે અને નવા અરજદારો પર એક લાખ ડોલરની ફી લાદવામાં આવી રહી છે.

કાયમી નાગરિકત્વનો માર્ગ કાયમ માટે ખતમ કરવા ઉપરાંત આ બિલમાં એચ-૧બી વિઝા કાર્યક્રમ કઈ રીતે સંચાલિત કરવામાં આવે છે તેમા પણ તળિયાઝાટક ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં એચ-૧બી અરજદારે દર્શાવવું પડશે કે તે પોતે જે દેશનો વતની છે ત્યાંનું નાગરિકત્વ જાળવશે તેને છોડવાનો તેનો કોઈ ઇરાદો નથી. આ પ્રસ્તાવ સ્પષ્ટપણે અમેરિકાએ લાંબા સમયથી અપનાવેલી નીતિનું શીર્ષાસન બતાવે છે, જેમા વિઝાધારક અમેરિકામાં કામ કરવા દરમિયાન પણ જે તે દેશનું કાયમી નાગરિકત્વ જાળવી રાખી શકતો હતો. તેની સાથે એચ-૧બી ધારકોે ગ્રીન કાર્ડના પ્રોસેસિંગની રાહ જોતાં તેમના સ્ટેટસને એક્સ્ટેન્ડ કરી શકતા હતા તેવી હાલની જોગવાઈની સંપૂર્ણ નાબૂદીનું જણાવાયું છે. આ ઉપરાંત આ બિલમાં એચ-૧બી વિઝાનો મહત્તમ સમયગાળો હાલના છ વર્ષથી ઘટાડીને ે વર્ષનો કરવાની પણ વાત છે. તેની સાથે વર્તમાન લોટરી સિસ્ટમથી વિઝા ફાળવવાના બદલે ઊંચું વેતન આપતા અરજદારોની અરજીઓને જ પ્રાધાન્ય આપવાની જોગવાઈ છે.

અમેરિકાના ટેક વર્કર્સ પ્રેસિડેન્ટ કેવિન લિને જણાવ્યું હતું કે આ બિલ અસરકારક રીતે એચ-૧બી વિઝા કાર્યક્રમના એવા ઘણા પાસસાઓને સંબોધે છે, જેે કોર્પોરેશનો, યુનિવર્સિટીઓ અને એનજીઓએ આપણા સૌથી વધુ રચનાત્મક કારીગરોની હકાલપટ્ટી કરીને તેના સ્થાને સસ્તા વિદેશી કામદારોને રાખ્યા છે. બિલની સહપ્રાયોજક અને એરિઝોના રિપબ્લિકન કોંગ્રેસમેન એલી ક્રેને જણાવ્યું હતું કે આ બિલ ભાવિ પેઢીઓનું રક્ષણ કરશે. રોય હાલમાં ટેક્સાસમાં એટર્ની જનરલના હોદ્દા માટેના દાવેદાર છે.