World

નોર્વેમાં રશિયા તરફી હેકરોએ મોટા સાબયર હુમલા કર્યાનો દાવો

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
નોર્વેમાં રશિયા તરફી હેકર જૂથે સોમવારે સાયબર હુમલો કરી 3 દિવસ સુધી સરકારી ડિજિટલ સેવાઓ ખોરવી નાખી. 'સર્વર કિલર્સ' નામના જૂથે યુક્રેનને 9.2 અબજ ડોલરની સહાય આપવાની નોર્વેની જાહેરાત બાદ આ હુમલાની જવાબદારી સ્વીકારી. જોકે, મોટાભાગની સેવાઓ કાર્યરત રહી હતી. અધિકારીઓએ આ હુમલાને 'ડિગડિર' સિસ્ટમ સામેનો સૌથી મોટો હુમલો ગણાવ્યો. આ પહેલા પણ રશિયન હેકરોએ ડેમના વાલ્વ ખોલી પાણીનો પ્રવાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

નોર્વેમાં રશિયા તરફી હેકરોએ મોટા સાબયર હુમલા કર્યાનો દાવો
  • યુક્રેનને અબજો ડોલરની સહાય જાહેર કરવાની સજા
  • અગાઉ પણ હેકરોએ સાયબર હુમલા દ્વારા ડેમનો વાલ્વ ખોલીને પાણીનો પ્રવાહ વધારી નાખ્યો હોવાનો આરોપ

ઓસલો(નોર્વે) : એક રશિયા તરફી હેકર જૂથે મહત્વનો સાયબર હુમલો કરીને નોર્વે સરકારની ડિજિટિલ સેવાઓ સતત ત્રણ દિવસ સુધી ખોરવી નાખી હોવાનો દાવો કર્યો છે. સોમવારે શરૂ થયેલા આ હુમલામાં નોર્વેની ડિજિટલાઈઝેશન એજન્સીને ડિનાયલ-ઓફ-સર્વિસ ટ્રાફિક દ્વારા લક્ષ્યાંક બનાવાઈ હતી. અધિકારીઓએ તેને ડિગડિર સીસ્ટમો સામે સૌથી મોટા હુમલા તરીકે ગણાવી. જો કે મોટાભાગની સેવાઓ કાર્યરત રહી હતી. સર્વર કિલર્સ ગુ્રપ તરીકે ઓળખાતા હેકરોએ દાવો કર્યો કે ઓસલોએ યુક્રેન સાથે સુરક્ષા સહયોગ રિન્યુ કર્યો હોવાથી નોર્વે સામે સાયબર યુદ્ધ છેડી દીધું છે. તેમના દાવા અગાઉ જ વડા પ્રધાન જોનાસ ગહર સ્ટોરની કીવમાં જાહેરાત થઈ કે નોર્વે આગામી વર્ષના બજેટથી યુક્રેનને ૮૫ અબજ નોરવેજિયન ક્રાઉન્સ (૯.૨ અબજ ડોલર) આપશે.
નોર્વેના અધિકારીઓએ હેકરોના દાવાને જાહેરમાં સમર્થન નથી આપ્યું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે યુરોપીયન દેશો યુક્રેન પર મોસ્કોના આક્રમણ પછી રશિયા સાથે સંકળાયેલ સાયબર અને ભાંગફોડની ગતિવિધિઓ બાબતે હાઈ એલર્ટ પર છે. પ્રશાસને જણાવ્યું કે આવા હુમલાનો હેતુ યુક્રેન માટે ટેકો નબળો પાડવાનો, ભય અને વિભાજન સર્જવાનો તેમજ તપાસ સંસાધનોને વેડફી નાખવાનો છે.
નોર્વેએ અગાઉ પણ આવી ઘટનાઓનો સામનો કર્યો છે. ૨૦૨૫માં પ્રશાસને રશિયન હેકરોએ ડેમની ડિજિટલ કંટ્રોલ સીસ્ટમ મેળવી લઈને પાણીનો પ્રવાહ વધારી નાખવા વાલ્વ ખોલી નાખ્યો હોવાની શંકા વ્યક્ત કરી હતી.ડેન્માર્કે પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેબસાઈટ પર હુમલા માટે રશિયા સાથે સંકળાયેલા જૂથો પર આરોપ લગાવ્યો હતો. નોર્વેની મીડિયાએ અગાઉ નોર્વે તેમજ યુરોપમાં અન્યત્ર થયેલા સાયબર હુમલા માટે સર્વર કિલર્સને જવાબદાર ગણાવ્યા હતા.