રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા પહોંચ્યા, દ.પૂ. યુરોપની ઐતિહાસિક યાત્રા શરૂ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોલ્ડોવાથી શરૂ કરી તેઓ નોર્થ મેસીડોલિયા અને રોમાનિયા જશે : આ યાત્રા, ભારતના દ. પૂ. યુરોપ સાથેના સંબંધો મજબૂત કરશે
ચીસીનાઉ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે (સોમવારે) સવારે મોલ્ડાવાના આ પાટનગરમાં આવી પહોંચ્યા હતા. આ સાથે તેઓની દક્ષિણ- પૂર્વ - યુરોપની યાત્રાનો પ્રારંભ થયો છે. ચીસીનાઉ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેઓ પહોંચ્યા ત્યારે વિમાનગૃહે મોલ્ડોવાના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી, મિહાઇ, પોપ સોઇએ સ્વાગત કર્યું હતું.
રાષ્ટ્રપતિની સાથે ઉચ્ચ સ્તરીય રાજદ્વારી પ્રતિનિધિ મંડળ પણ સાથે આ સત્તાવાર મુલાકાતમાં સામેલ છે. રાષ્ટ્રપતિ મોલ્ડોવામાં એક દિવસ રોકાવાના છે, તેઓ તેમના રોકાણ દરમિયાન પ્રમુખ મૈયા સાન્ડુ સાથે અને સંસદના અધ્યક્ષ ઇગારે ગ્રોસુ સાથે મંત્રણા કરશે. તેમની ઇન્ડીયા- મોલ્ડોવા ફ્રેન્ડશિપ ગુ્રપ સાથે પણ વાતચીત કરી હતી.
આ પ્રમાણમાં નાનકડો દેશ યુક્રેન અને રોમાનિયા વચ્ચે આવેલો છે ત્યાં આશરે ૨૦૦૦ જેટલા ભારતીયો વસે છે જે પૈકી ૧૮૦૦ તો વિદ્યાર્થીઓ છે.
મોલ્ડોવા સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા સાથે વ્યાપાર વિનિમય વિષે પણ મંત્રણા યોજાશે. અહીંથી તેઓ નોર્થ મેસીડોનિયા જશે ત્યાં ૨૧-૨૨ જુલાઇ દરમિયાન રહેશે.
રોમાનિયાના પ્રમુખ નિકુસોર દાનના આમંત્રણથી તેઓ બુમારેસ્ટ (પાટનગર) જશે. ૩૦ વર્ષ પછી બુમારેસ્ટ જનારા તેઓ ભારતનાં બીજા હેડ ઓફ ધ સ્ટેટ હશે.
વિશ્લેષણકારો કહે છે કે આ રીતે ભારત, દક્ષિણ પૂર્વ યુરોપ સાથે સંબંધો મજબૂત કરી ભારત માત્ર રશિયા તરફી નથી તેવું દર્શાવવાનો આ પ્રાથમિક દ્રષ્ટિએ અજ્ઞાાત સમાન દેશોની મુલાકાત પાછળ આશય હોઇ શકે.









