બાંગ્લાદેશમાં વીજ કટોકટી : અંધકારમાં ડૂબેલા દેશે ભારત પાસે વીજળી માગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે, શોપિંગ મોલ્સ, માર્કેટસ અને ઇન્ડસ્ટ્રીઝને રાતના આઠ વાગ્યા પછી બંધ રાખવા કહ્યું છે
ઢાકા : બાંગ્લાદેશ અત્યારે હજી સુધી ન જોઈ હોય તેવી અભૂતપૂર્વ વીજ-કટોકટી અનુભવી રહ્યું છે. પરિસ્થિતિ એટલી હદે ગંભીર બની છે કે વીજળી બચાવવા સરકારે શોપિંગ મોલ્સ, માર્કેટ્સ અને ઇન્ડસ્ટ્રીઝ રાત્રીના આઠ વાગે બંધ કરી દેવા આદેશ આપી દીધો છે. તેણે ભારત પાસે વીજળી માગી છે. ભારતે તુર્ત જ વીજ-જોડાણ આપવું શરૂ કરી દીધું છે.
બાંગ્લાદેશની વીજ કટોકટીના મૂળમાં ડીઝલની અછત છે. તેનાં વિદ્યુત મથકો પૈકી મોટા ભાગનાં ડીઝલથી જ ચાલે છે. તેથી તેણે ભારત પાસે ડીઝલની પણ માગણી કરતાં ભારતે ડીઝલ પહોંચાડવું શરૂ કરી દીધું છે.
બાંગ્લાદેશ પાસે પૈસા તો છે જ નહીં તે ખરા અર્થમાં કહેવા પ્રમાણેનું 'ખાખી-બંગાળ' છે. ભારતે ઉધાર ડીઝલ આપ્યું છે.
બાંગ્લાદેશની વીજ-જરૂરિયાત ૧૮૦૦૦ મેગાવોટની છે. તે સામે તે અત્યારે માત્ર ૧૩૦૦૦ મેગા વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરે છે. છેલ્લાં કેટલાયે દિવસોથી બાંગ્લાદેશ લોડ-શેડીંગ કરી રહ્યું છે. તેથી હતાશ થયેલા નાગરિકો, વીજ ઉત્પાદન કેન્દ્રો (પાવર-હાઉસ) ઉપર હુમલા કરી રહ્યાં છે. આથી બાંગ્લાદેશ વિદ્યુત એસોસિએશનને પોલીસની સહાય લેવી પડી છે. પાવર ઇન્સ્ટોલેશનનાં રક્ષણ માટે પોલીસ બોલાવવી પડી છે. જનતાનો આક્રોશ એટલો બધો વધી ગયો છે કે સિંદપુર, નીલકુમારી અને કુશીયામાં તો લોકો લૂંટફાટ અને આગજની ઉપર ઉતરી પડયા છે. કેટલાંક વિસ્તારોમાં પાવર ડીપાર્ટમેન્ટના કર્મચારીઓ અને અધિકારીઓને લોકોએ મારવા લીધા હતા.
વીજ કટોકટીનું કારણ ઇંધણની અછત છે. તે ૯૦ ટકા તેલ અને ૩૦ ટકા ગેસ આયાત કરે છે. ભારતની સહાય અત્યારે જીવાદોરી બની રહી છે.









