Get The App

ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાની સાજીશ : ઇરાન સાથે કનેક્શન ? : સંદિગ્ધે પહેલેથી જ બ્લ્યુ-પ્રિન્ટ પાસે રાખી હતી

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાની સાજીશ : ઇરાન સાથે કનેક્શન ? : સંદિગ્ધે પહેલેથી જ બ્લ્યુ-પ્રિન્ટ પાસે રાખી હતી 1 - image

- અલ-સાદીએ ટ્રમ્પ પરિવારની હત્યાની કસમ ખાધી છે

- સંદિગ્ધ અલ-સાદી, 2020માં ટ્રમ્પના આદેશથી હત્યા કરાયેલા ઇરાનના સૈન્ય કમાન્ડર કાસીમ-સુલેમાનીની હત્યાનો બદલો લેવા માગતો હતો

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી, ઇવાન્કા ટ્રમ્પની હત્યાની સાજીશ રચવામાં આવી હતી. સાજીશ રચનારની ઓળખ ૩૨ વર્ષના મોહમ્મદ-બાકર-સાદ-દાઉદ-અલ-સાદીએ રચી હોવાનું સ્પષ્ટ થયું છે.

ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) દ્વારા ટ્રેનિંગ મેળવેલા એક ઇરાકી નાગરિકે ઇવાન્કાની હત્યાનો સંપૂર્ણ પ્લાન ઘડી રાખ્યો હતો. પંરતુ અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી એજન્સીએ ચતુરાઈપૂર્વક સાજીશ નકામી કરી દીધી.

ન્યૂયોર્ક પોલીસના રીપોર્ટ પ્રમાણે અલ-સાદી ટ્રમ્પ ઉપર એટલે ગિન્નાયો હતો કે ૨૦૨૦માં ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અમેરીકી ડ્રોન દ્વારા હુમલા કરી ઇરાની સૈન્ય કમાન્ડર કાસીમ સુલેમાનીને મારી નાખવામાં આવ્યો હતો. આ કાસીમ સુલેમાની હત્યાનો બદલો લેવાના ઇરાદાથી તેણે સમગ્ર ટ્રમ્પ-પરિવારની હત્યાના સોગંદ ખાધા હતા. તેમાંય ેખાસ કરીને તેણે ટ્રમ્પનાં પુત્રી ઇવાન્કા ટ્રમ્પને નિશાન પર હતા.

અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ જણાવે છે કે અલ-સાદી પાસેથી ઇવાંકા ટ્રમ્પનાં આલીશાન પેલેસની સંપૂર્ણ બ્લ્યુ પ્રિન્ટ પણ સાથે રાખી હતી. તે અમેરિકી સલામતી એજન્સીઓને સતત પડકારો આપતો હતો કે, ન તો તમારા મહેલ કે ન તો તમારી સીક્રેટ સર્વિસ તમને બચાવી શકશે. આ ખતરનાક આતંકી ઇરાકનો નાગરીક છે. તેને ૧૫ મે ના દિને ગિરફતાર કરી તૂર્કીમાંથી અમેરિકામાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. તેણે પૂછપરછ દરમ્યાન કબૂલ્યું હતું કે તે ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ તેમજ ઇરાનનાં આઈઆરજીસીથી ઘણો જ નજીક હતો.