World

હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
કોંગોમાં શનિવારે સવારે થયેલા વિમાન અકસ્માતમાં 14 લોકોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટનામાં સેનાના 2 ઉચ્ચ અધિકારીઓ, લેફ્ટનન્ટ જનરલ મુતોમ્બો કાટાલાઈ તિયેંદે અને લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયા, સહિત અન્ય સભ્યો અને ક્રૂ મેમ્બર્સ પણ માર્યા ગયા છે. કિકવિટથી કિંશાશા પરત ફરતી વખતે ટેકનિકલ ખામી સર્જાતા કેંગે વિસ્તારમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે, જે સેના માટે મોટો આંચકો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત

Congo Plane Crash : ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DR Congo) માં શનિવારે સવારે એક દુઃખદ વિમાન અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં સૈન્યના બે ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 14 લોકોના મોત નીપજ્યા છે. કોંગોની સેનાએ આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. મૃતકોમાં સૈન્ય અદાલતના વડા લેફ્ટનન્ટ જનરલ મુતોમ્બો કાટાલાઈ તિયેંદે અને સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયાનો સમાવેશ થાય છે. આ સિવાય ડેલિગેશનના અન્ય સભ્યો અને પ્લેનના કેબિન ક્રૂ મેમ્બર્સ પણ આ દુર્ઘટનામાં માર્યા ગયા છે.

ટેકનિકલ ખામી સર્જાતા થયો અકસ્માત

કોંગોની સેનાના પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેંગે જણાવ્યું હતું કે, આ વિમાન દક્ષિણ-પશ્ચિમ કોંગોના કિકવિટ શહેરથી રાજધાની કિંશાશા તરફ પાછું ફરી રહ્યું હતું. તે દરમિયાન વિમાનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેકનિકલ સમસ્યા બાદ વિમાન 'કેંગે' વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડ્યું હતું. વિમાનમાં સવાર તમામ 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

તપાસના આદેશ અને સેના માટે મોટો આંચકો

કોંગોની નાગરિક ઉડ્ડયન ઓથોરિટી અને સેનાએ આ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દીધી છે. અકસ્માત પાછળ કઈ ચોક્કસ ટેકનિકલ ખામી જવાબદાર હતી તે તપાસ અહેવાલ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે કોંગોની સેના દેશના પૂર્વીય ભાગમાં 'M23' જેવા બળવાખોર જૂથો સામે યુદ્ધ લડી રહી છે. આવા સંવેદનશીલ સમયે સેનાના બે ટોચના લેફ્ટનન્ટ જનરલોનું મોત થવું એ કોંગોની સેના માટે ખૂબ મોટો આંચકો માનવામાં આવે છે.