World

ભારત માટે વધી ચિંતા? દક્ષિણ ચીન સાગરમાં ડ્રેગનના 3 રહસ્યમય સ્ટ્રક્ચર, રડાર સ્ટેશનની આશંકા

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
દક્ષિણ ચીન સાગરમાં ચીન ફરી સક્રિય બન્યું છે. 17 ઓગસ્ટ 2026ની સેટેલાઇટ તસવીરોમાં પેરાસેલ દ્વીપસમૂહના 'યાંગોંગ દ્વીપ' પર 3 નવા રહસ્યમય માળખાં દેખાયા છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ રડાર સ્ટેશન કે નિરીક્ષણ કેન્દ્ર હોઈ શકે છે, જે માર્ચ-એપ્રિલ 2026થી નિર્માણાધીન છે. આનાથી ચીન આસપાસના દરિયાઈ અને હવાઈ ગતિવિધિઓ પર નજર રાખી શકશે, જેનાથી દક્ષિણ ચીન સાગરમાં તણાવ વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત માટે વધી ચિંતા? દક્ષિણ ચીન સાગરમાં ડ્રેગનના 3 રહસ્યમય સ્ટ્રક્ચર, રડાર સ્ટેશનની આશંકા

China Constructs Three New Radar Structures: દક્ષિણ ચીન સાગરમાં (South China Sea) ચીન દ્વારા કરવામાં આવી રહેલા નવા બાંધકામને લઈને ફરી એકવાર વૈશ્વિક સ્તરે સવાલો ઉભા થયા છે. સેટેલાઇટ દ્વારા લેવાયેલી તાજી તસવીરોમાં પેરાસેલ દ્વીપસમૂહના 'યાંગોંગ દ્વીપ' (Yagong Island) પર ત્રણ નવા રહસ્યમય માળખાં (Structures) દેખાયા છે. આ તસવીરો 17 ઓગસ્ટ 2026ની છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે આ માળખાં રડાર સ્ટેશન અથવા નિરીક્ષણ કેન્દ્ર (Surveillance Center) હોઈ શકે છે. જોકે, તેનો સાચો ઉપયોગ કયા કામ માટે થશે તે હજુ સ્પષ્ટ થયું નથી.

માર્ચ-એપ્રિલથી શરૂ થયું હતું બાંધકામ

યાંગોંગ દ્વીપ એ એન્ટિલોપ રીફ (Antelope Reef) થી આશરે 14 કિલોમીટર દૂર સ્થિત છે. સેટેલાઇટ તસવીરોના આધારે નિષ્ણાતોનું કહેવું છે કે, અહીં બાંધકામનું કામ માર્ચ અને એપ્રિલ 2026ની આસપાસ શરૂ થયું હતું. ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ ટ્રેકર ડેલિયન સાયમન અને સિંગાપોરના સુરક્ષા નિષ્ણાત કોલિન કોહના જણાવ્યા મુજબ, ઉપલબ્ધ ચિત્રો પરથી આ સ્થળ રડાર સ્ટેશન હોવાની શક્યતા સૌથી વધુ છે. જો અહીં રડાર સ્ટેશન કાર્યરત થશે, તો ચીન આસપાસના સમગ્ર દરિયાઈ વિસ્તાર અને આકાશમાં થતી તમામ ગતિવિધિઓ પર કડક નજર રાખી શકશે.

એન્ટિલોપ રીફ પર 6 કિમીનો કૃત્રિમ ટાપુ

યાંગોંગ દ્વીપ નજીક આવેલા એન્ટિલોપ રીફ પર ચીને પહેલાથી જ મોટા પાયે બાંધકામ કરી રાખ્યું છે. સેટેલાઇટ ઇમેજમાં ત્યાં આશરે 6 કિલોમીટર લાંબો કૃત્રિમ ટાપુ દેખાય છે, જેમાં 3 કિલોમીટરથી વધુ લાંબી સીધી કિનારી છે. નિષ્ણાતોનો અંદાજ છે કે, ભવિષ્યમાં આ સીધી જમીનનો ઉપયોગ ફાઇટર જેટ માટે રનવે તરીકે થઈ શકે છે. જોકે, ચીનના સંરક્ષણ મંત્રાલયે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, અને તેમણે આ બાંધકામોને હવામાનની માહિતી તથા વૈજ્ઞાનિક સંશોધન માટે ગણાવ્યા છે.

દક્ષિણ ચીન સાગરમાં વધતો વિવાદ

દક્ષિણ ચીન સાગર એ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક છે. આ વિસ્તાર પર ચીન ઉપરાંત વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, તાઇવાન અને બ્રુનેઈ પણ પોતાનો દાવો કરે છે. પેરાસેલ દ્વીપસમૂહ પર 1974થી ચીનનો કબજો છે, પરંતુ વિયેતનામ પણ તેના પર પોતાનો અધિકાર દર્શાવે છે. નિષ્ણાતોના મતે, આ નવા બાંધકામોથી દક્ષિણ ચીન સાગરમાં ચીનની લશ્કરી હાજરી વધુ મજબૂત બનશે.