VIDEO : ફિલિપાઈન્સમાં જ્વાળામુખી ફાટ્યો, લાવા-ભૂસ્ખલનની ચેતવણી, હજારો લોકોએ ઘર છોડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Philippines Mayon volcano : ફિલિપાઈન્સના અલ્બે પ્રાંતમાં રવિવાર (3 મે) ભયાનક કુદરતી ઘટના સામે આવી છે, જેમાં માયોન જ્વાળામુખી ફરી એકવાર સક્રિય થયો છે. આ વિસ્ફોટને પગલે આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લાવા તેમજ ભૂસ્ખલનનું ગંભીર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મનીલાના દક્ષિણ પૂર્વમાં સ્થિત અલ્બેમાં જ્વાળામુખીની સક્રિયતા વધતા આકાશમાં રાખના વિશાળ ગોટા ઊડી રહ્યા છે.
એલર્ટ, વિસ્ફોટ, 6 કિમીનો વિસ્તાર બંધ
જ્વાળામુખી ફાટ્યા બાદ સુરક્ષાના ભાગરૂપે એલર્ટ લેવલ વધારીને 3 કરી દેવામાં આવ્યું છે અને સ્થાનિક રહેવાસીઓને જ્વાળામુખીથી 6 કિલોમીટર અંદર ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે. આશરે 2,462 મીટર ઊંચા આ પ્રખ્યાત જ્વાળામુખીમાં હાલમાં મધ્યમ સ્તરના વિસ્ફોટ થઈ રહ્યા છે, જેમાંથી લાવા, ઝેરી ગેસ અને રાખ બહાર નીકળી રહ્યા છે.
આ પણ વાંચો : નેધરલેન્ડની રાજકુમારીઓની હત્યાના કાવતરાથી સમગ્ર યુરોપમાં હડકંપ! નાઝી શંકાસ્પદની ધરપકડ
ટ્રાન્સપોર્ટ સેવાઓ ખોરવાઈ
રાખના ફેલાવાને કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ સેવાઓ ખોરવાઈ ગઈ છે અને વિઝિબિલિટી ઘટવાને કારણે ધુમ્મસ જેવું વાતાવરણ છવાઈ ગયું છે. અત્યાર સુધીમાં અંદાજે 5000 લોકોને રાહત શિબિરોમાં આશરો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માયોન એ ફિલિપાઈન્સનો સૌથી સક્રિય જ્વાળામુખી અને લોકપ્રિય પ્રવાસન સ્થળ છે, પરંતુ હાલમાં ત્યાંની સ્થિતિ અત્યંત અસ્થિર અને જોખમી હોવાથી વહીવટીતંત્ર સતત તેના પર નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચો : હોર્મુઝ બંધ હોવા છતાં કાબૂમાં રહેશે ઓઈલના ભાવ! OPEC+ના નિર્ણયથી વિશ્વને મોટી રાહત









