Entertainment

શાહિદ કપૂર ઉંમરને કારણે બોક્સરની બાયોપિક ગુમાવશે

By GS Team
16 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: દિગ્દર્શક રાજા કૃષ્ણ મેનન મણિપુરના બોક્સર ડિંગકો સિંઘ પર બાયોપિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ શાહિદ કપૂરને આ રોલ માટે વિચાર્યો હતો, પરંતુ ડિંગકોના જીવનના મહત્વના પ્રસંગો 20-22 વર્ષની વયે બન્યા હોવાથી શાહિદ હવે અનફિટ છે. શાહિદે આ વયને કારણે બાયોપિક ગુમાવી છે. મેનન હવે યુવા કલાકારની શોધમાં છે. ડિંગકોએ 1998 એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતી ભારતનું ગૌરવ વધાર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

શાહિદ કપૂર ઉંમરને કારણે બોક્સરની બાયોપિક ગુમાવશે

મુંબઈ : દિગ્દર્શક રાજા કૃષ્ણ મેનન હજી પણ મણિપુરના સદ્ગત બોક્સર ગાનગોમ ડિંગકો સિંઘ પરથી ફિલ્મ બનાવવાનો પ્રયાસ લાંબા સમયથી કરી રહ્યા છે. તેમણે અગાઉ આ રોલ માટે શાહિદ કપૂરનું નામ વિચાર્યું હતું. જોકે, હવે તેમણે જણાવ્યા મુજબ ડિંગકો સિંઘના જીવનનાં તમામ મહત્વના પ્રસંગો ૨૦-૨૨ વર્ષની વયની આસપાસ બન્યા હોવાથી શાહિદ કપૂર આ રોલ માટે અનફિટ રહેશે. આમ, શાહિદ કપૂરે વયને કારણે આ બાયોપિક ગુમાવી છે.
જોકે, શાહિદ કપૂર સાથે ફિલ્મ બનાવવાની યોજના ફળીભૂત ન થઈ હોવા છતાં મેનન આ પ્રોજેક્ટ પ્રત્યે ભાવુક છે અને માને છે કે તેના પરથી ફિલ્મ બનવી જ જોઈએ. આથી તેઓ હવે કોઈ યુવા કલાકારની શોદ કરી રહ્યા છે.
ડિંગકોએ ૧૯૯૮માં બેંગકોક ખાથે એશિયન ગેમ્સમાં ૫૪ કિલોગ્રામ શ્રેણીમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરીને મણિપુરને રમતના લેન્ડસ્કેપ તરીકે પરિવર્તિત કરી નાખ્યું હતું. ત્યાર પછી તેણે ૨૦૦૦ સીડની ઓલીમ્પિક્સ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને અર્જુન એવોર્ડ તેમજ પદ્મશ્રી હાંસલ કર્યા હતા. ૨૦૨૧માં ૪૨ વર્ષની વયે તેનું અવસાન થયું હતું.