Astro

વાંચો તમારું 17 ઓગસ્ટ, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
16 Aug 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોને સીઝનલ ધંધામાં માલનો ભરાવો ટાળવો, નુકસાનીથી બચવું. વૃષભ રાશિના લોકો વાણીની મીઠાશથી કામ સરળતાથી પાર પાડશે. કર્ક રાશિના જાતકોને ઉપરી વર્ગનો સહકાર મળશે. સિંહ રાશિના લોકો બેંક-શેરના કામમાં સાનુકૂળતા અનુભવશે. તુલા રાશિના જાતકોને કોર્ટ-કચેરીના કામમાં પ્રતિકૂળતા જણાઈ શકે છે. મકર રાશિના લોકોને નોકરી-ધંધા અર્થે બહાર જવાનું થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 17 ઓગસ્ટ, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. નુકસાનીથી સંભાળવું પડે. આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય.
વૃષભ : આપની મહેનત બુધ્ધિ અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
મિથુન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા જણાય.
કર્ક : આપના કામમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થાય.
સિંહ : બેંકના, વીમા કંપનીના શેરોના કામમાં સાનુકુળતા જણાય. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય.
કન્યા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. સંસ્થાકીય કામકાજ અંગે દોડધામ રહે.
તુલા : કોર્ટ કચેરીના કામમાં આપને પ્રતિકૂળતા જણાય.સાસરીપક્ષ મોસાળપક્ષે બીમારી ચિંતા ખર્ચનું આવરણ આવી જાય.
વૃશ્ચિક : આપના કાર્યની કદર પ્રસંસા થવાથી આપને આનંદ રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાની દૂર થાય.
ધન : દિવસ દરમ્યાન આપે સતત કોઇને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો સહકાર મળી રહેતાં રાહત રહે.
મકર : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સહકાર મળી રહે.
કુંભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેનીનો અનુભવ થાય. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.
મીન : રાજકીય સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે. ઇચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાતથી આનંદ થાય.

-અગ્નિદત્ત પદમનાભ