રામાયણ ચીનમાં અલગ નામે રજૂ કરવાની યોજના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : રણબીર કપૂર અભિનિત 'રામાયણઃભાગ ૧' ચીનમાં સંભવિતપણે નવા ટાઈટલ 'ધી લેજન્ડ ઓફ પ્રિન્સ' હેઠળ રજૂ થઈને તેની વૈશ્વિક પહોંચ વધારવા તૈયાર છે. ચીનમાં તેની રજૂઆત અગાઉ પ્રમોશનલ કાર્યક્રમો અને બહુ-શહેરી ટૂર આયોજિત કરાઈ છે. ચીનમાં અગાઉ દર્શકોમાં 'દંગલ' ફિલ્મને ભારે સફળતા મળી હતી.
નિતેશ તિવારી દિગ્દર્શિત વાલ્મિકી મહાકાવ્યના બે ભાગનું મહાત્વાકાંક્ષી રૂપાંતરણ 'રામાયણ' ભારતમાં દિવાળી નજીક આઠમી નવેમ્બરે રીલિઝ થશે. ચીનમાં પ્રમોશનલ કાર્યક્રમોમાં ૨૪ સપ્ટેમ્બરે પિન્ગ્યાઓ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ખાતે સ્ક્રીનિંગ યોજાશે. જેના પછી ચીનના ગોલ્ડન વીક દરમ્યાન અન્ય ગતિવિધિ કરવામાં આવશે.
ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, યશ રાવણ અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં છે જ્યારે સની દેઉલ, અરુણ ગોવિલ, લારા દત્તા અને અન્યો પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મનાં કાસ્ટિંગ વિશે મતમતાંતર છે.
તેનાં તાજેતરમાં રજૂ થયેલી ઝલકમાં અનેક દર્શકોએ સીતા માતા તરીકે સાઈ પલ્લવીના લૂકને નિરાશાજનક ગણાવ્યો હતો. તેની કંપ્યુટર જનરેટેડ ઈમેજનરીને મિશ્ર પ્રતિસાદો છતાં ફિલ્મે નોંધપાત્ર અપેક્ષા જગાવી છે. બીજો ભાગ આગામી વર્ષે દિવાળી દરમ્યાન રીલિઝ થઈ શકે છે.









