Get The App

યુકેમાં 18 વર્ષથી નીચેની વયના લોકો સિગારેટ ખરીદી જ નહીં શકે

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
યુકેમાં 18 વર્ષથી નીચેની વયના લોકો સિગારેટ ખરીદી જ નહીં શકે 1 - image

- હાઉસ ઓફ કોમન્સમાં ઐતિહાસિક બિલ પસાર થઈ ગયું

- તમાકુની પ્રોડક્ટની જાહેરાત, ડિસ્પ્લે, મફત વિતરણ અને ડિસ્કાઉન્ટ સામે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો 

લંડન : યુકેમાં ધૂમ્રપાન વિરોધીઓએ ભાવિ પેઢીઓને સિગારેટની લતમાંથી મુક્ત કરતું બિલ ત્યાંની સંસદમાંથી પસાર કરવામાં સફળતા મેળવી છે. આ બિલના લીધે ૩૧ ડિસેમ્બર ૨૦૦૮ પછી જન્મેલી વ્યક્તિ હવે સિગારેટ ખરીદી પણ નહીં શકે. ઉલ્લેખનીય છે કે યુકેમાં આજે પણ ૬૪ લાખ લોકો ધૂમ્રપાન કરે છે, જે તેની કુલ વસ્તીના ૧૩ ટકા જેટલા લોકો થાય છે. તેનાથી વર્ષે ૮૦,૦૦૦ના મોત પણ થાય છે.

આરોગ્ય સચિવ વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે યુકેની આ સૌપ્રથમ સિગક્ટ મુક્ત પેઢી હશે. ધૂમ્રપાનનો અંત આવવાથી તેની વિનાશક અસરોથી બચી શકાય છે.આ કરવું અત્યંત આવશ્યક થઈ પડયું હતું, એમ સ્મોકિંગ એન્ડ હેલ્થ પરની કમિટીના ચીફ એક્ઝિક્યુટિવ હેઝલ ચીઝમેને જણાવ્યું હતું.આમ યુકેમાં ધૂમ્રપાન સામે દાયકાઓ સુધી ચાલેલા અભિયાન પછી તેને હવે નવી પેઢી માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દેવાયું છે. 

આ નિયમને કાયદો બનાવવા માટે કિંગ ચાર્લ્સ-૩ની ઔપચારિક મંજૂરની જરૂર પડશે. તેના પગલે સરકાર વિવિધ ફ્લેવર્સ અને પેકેજિંગમાં આવતી તમાકુ, વેપિંગ અને નિકોટિન પ્રોડક્ટ્સને નિયંત્રિત કરી શકશે. હાલમાં તમાકુના ઉત્પાદનો ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિને વેચવા ગેરકાયદેસર છે. પરંતુ મોટાભાગના યુવાનો આ પ્રતિબંધ આજીવન રહેશે. તેનું કારણ એ છે કે દર વર્ષે સિગારેટ પીનારાઓની લઘુત્તમ વય સતત ઘટાડવામાં આવી રહી છે. યુકેમાં ૧૯૭૦ના દાયકામાં હતા તેના કરતાં બે તૃતિયાંશ સ્મોકરો ઓછા છે.

આ પ્રોડક્ટની જાહેરાત, ડિસ્પ્લે, મફત વિતરણ અને ડિસ્કાઉન્ટ સામે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે તેના આ પગલાંના લીધે યુકેમાં હેલ્થ સર્વિસ પરનું દબાણ ઘટાડી શકાશે.