World

પેન્ટાગોનમાં ઈમરજન્સી ! ગેસ માસ્ક-પ્રોટેક્ટિવ ગિયર પહેરીને પહોંચી રેસ્ક્યૂ ટીમો અને પોલીસ

By GS Team
11 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્ય હેડક્વાર્ટર પેન્ટાગોનમાં ઈમરજન્સી ઉભી થઈ હોવાની વિગતો સામે આવી છે. રિપોર્ટ મુજબ, અહીં અત્યાધુનિક સિસ્ટમ દ્વારા ખતરનાક પદાર્થોવાળી એર ક્વોલિટીની ઓળખ કરાયા બાદ ભારે દોરધામ મચી ગઈ છે. આ ઘટના બાદ ઈમારતના કેટલાક ભાગોને બંધ કરાયા છે. ખતરનાક પદાર્થો સાથે જોડાયેલી ઘટનાની માહિતી મળતાં HAZMAT એટલે કે, હેઝર્ડસ મટિરિયલ્સની ટીમો સહિતની રેસ્ક્યૂ ટીમોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી છે. HAZMAT એવા ખતરનાક પદાર્થોને કહેવાય છે, જે માનવજીવન, પર્યાવરણ અને સંપત્તિને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેન્ટાગોનમાં ઈમરજન્સી ! ગેસ માસ્ક-પ્રોટેક્ટિવ ગિયર પહેરીને પહોંચી રેસ્ક્યૂ ટીમો અને પોલીસ

Pentagon Emergency Alert : અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્ય હેડક્વાર્ટર પેન્ટાગોનમાં ઈમરજન્સી ઉભી થઈ હોવાની વિગતો સામે આવી છે. રિપોર્ટ મુજબ, અહીં અત્યાધુનિક સિસ્ટમ દ્વારા ખતરનાક પદાર્થોવાળી એર ક્વોલિટીની ઓળખ કરાયા બાદ ભારે દોરધામ મચી ગઈ છે. આ ઘટના બાદ ઈમારતના કેટલાક ભાગોને બંધ કરાયા છે.  ખતરનાક પદાર્થો સાથે જોડાયેલી ઘટનાની માહિતી મળતાં HAZMAT એટલે કે, હેઝર્ડસ મટિરિયલ્સની ટીમો સહિતની રેસ્ક્યૂ ટીમોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી છે. HAZMAT એવા ખતરનાક પદાર્થોને કહેવાય છે, જે માનવજીવન, પર્યાવરણ અને સંપત્તિને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

અસરગ્રસ્ત વિસ્તારમાં લોકડાઉન

પેન્ટાગોનના પ્રવક્તા શોન પાર્નેલે જણાવ્યું કે, ઈમારતની સુરક્ષા વ્યવસ્થાએ હવાની ગુણવત્તા સાથે સંબંધિત એક સમસ્યા શોધી કાઢી હતી. ત્યારબાદ અસરગ્રસ્ત વિસ્તારમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે વિભાગ દ્વારા સુરક્ષાના તમામ પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં રહેલા લોકોને જ્યાં છે ત્યાં જ સુરક્ષિત રહેવા માટે સૂચના આપવામાં આવી હતી.

એર ક્વોલિટી સંબંધિત સમસ્યાની જાણ થતાં જ ઈમરજન્સી

પાર્નેલના જણાવ્યા અનુસાર, પેન્ટાગોન પાસે ઈમારત અને તેમાં હાજર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અદ્યતન સિસ્ટમો છે. આ સિસ્ટમોએ એર ક્વોલિટી સંબંધિત સમસ્યાની ઓળખ કરી હતી, જેના કારણે સાવચેતીના પગલાં લેવાની જરૂર પડી હતી. અસરગ્રસ્ત વિસ્તારમાં 'શેલ્ટર-ઈન-પ્લેસ'નો આદેશ પણ આપવામાં આવ્યો હતો. સાથે જ રિસ્પોન્સ ટીમોને તૈનાત રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર બાળકો માટે 'નો એન્ટ્રી', કંપનીઓને થશે કરોડોનો દંડ: જાણો કેટલા દેશોમાં લગાવાયો પ્રતિબંધ

અનેક વિસ્તારો ખાલી કરાવાયા

મીડિયા રિપોર્ટ મુજબ, પેન્ટાગોનની અંદરના અનેક માળ અને કોરિડોરને લોકડાઉન કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યા હતા. અહેવાલ અનુસાર, ખતરનાક પદાર્થો સાથે જોડાયેલી આ ઘટનાની તપાસ માટે વિશેષ ટીમો સ્થળ પર પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.

ચાર માળમાં લોકડાઉન

પેન્ટાગોને સત્તાવાર માહિતી આપી છે કે, તપાસમાં એકથી બે કલાકનો સમય લાગી શકે છે. જરૂર પડ્યે ઈમારતમાં હાજર લોકોને મદદ કરવા માટે રિસ્પોન્સ ટીમો તૈયાર રાખવામાં આવી હતી. કોરિડોર નંબર 4થી 7 સુધીના બીજા માળથી પાંચમાં માળ સુધી લોકડાઉન કરાયું છે. આ દરમિયાન પોલીસકર્મીઓ ગેસ માસ્ક અને રસાયણોથી સુરક્ષા આપતા વિશેષ પ્રોટેક્ટિવ ગિયર પહેરેલા જોવા મળ્યા છે. જોકે, અન્ય મીડિયા રિપોર્ટ મુજબ, ખોટો એલાર્મ વાગવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવાયું છે. તેમ છતાં, ઈમારતની સુરક્ષા સંબંધિત તપાસ ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો : ઈરાન પર સૌથી મોટો હુમલો કરીશ: ટ્રમ્પની ધમકીથી હડકંપ, ખાર્ગ ટાપુ પર કબજો કરવાનું લક્ષ્ય