World
પેન્ટાગોનના કમાન્ડરે અમેરિકાની પોલ ખોલી, ઈરાન સામેનું યુદ્ધ ભારે પડ્યું, ઈઝરાયલ અંગે વિચારવું પડશે!
By GS Team
2 Aug 20263 mins read
અમેરિકાની સૈન્ય ક્ષમતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ, યુરોપના અમેરિકી કમાન્ડર જનરલ એલેક્સસ ગ્રીંકેવિચે પેન્ટાગોનને ચેતવણી આપી છે કે ઇઝરાયલની લાંબા સમય સુધી રક્ષા કરવી મુશ્કેલ બની રહી છે. જો વધારાની મદદ નહીં મળે તો અમેરિકાએ ઇઝરાયલ અને પોતાની સુરક્ષા વચ્ચે પ્રાથમિકતા નક્કી કરવી પડી શકે છે. આ સંવેદનશીલ પત્ર લીક થતાં પેન્ટાગોનમાં સંસાધનોની અછતની ગંભીર ચિંતા પ્રવર્તે છે.
Summarized by AI; it may make mistakes. Check important info
અમેરિકાની સૈન્ય ક્ષમતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ, યુરોપના અમેરિકી કમાન્ડર જનરલ એલેક્સસ ગ્રીંકેવિચે પેન્ટાગોનને ચેતવણી આપી છે કે ઇઝરાયલની લાંબા સમય સુધી રક્ષા કરવી મુશ્કેલ બની રહી છે. જો વધારાની મદદ નહીં મળે તો અમેરિકાએ ઇઝરાયલ અને પોતાની સુરક્ષા વચ્ચે પ્રાથમિકતા નક્કી કરવી પડી શકે છે. આ સંવેદનશીલ પત્ર લીક થતાં પેન્ટાગોનમાં સંસાધનોની અછતની ગંભીર ચિંતા પ્રવર્તે છે.
Summarized by AI; it may make mistakes. Check important info

US Military Capacity Strain 2026 : વૈશ્વિક સ્તરે સૌથી શક્તિશાળી સેના હોવાનો દાવો કરતા અમેરિકાની સૈન્ય ક્ષમતા અને સંસાધનોને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ, યુરોપમાં અમેરિકાના સેના કમાન્ડર જનરલ એલેક્સસ ગ્રીંકેવિચે પેન્ટાગોનને ચેતવણી આપી છે કે હાલના સંસાધનો સાથે ઇઝરાયલની લાંબા સમય સુધી રક્ષા કરવી મુશ્કેલ બનતી જઈ રહી છે. જો વધારાની મદદ નહીં મળે તો અમેરિકાએ ઇઝરાયલ અને પોતાની સુરક્ષા વચ્ચે પ્રાથમિકતા નક્કી કરવી પડી શકે છે.
- પેન્ટાગોનની ચિઠ્ઠી લીક થવી મોટો ઝટકો
આ કોઈ રાજકીય નિવેદન કે વિશ્લેષકોનું અનુમાન નથી, પરંતુ સેનાના શીર્ષ કમાન્ડર દ્વારા આપવામાં આવેલી ચેતવણી છે. પેન્ટાગોનમાંથી આટલો સંવેદનશીલ સંદેશ લીક થઈને બહાર આવવો એ દર્શાવે છે કે સેનાની અંદર સંસાધનોને લઈને ગંભીર ચિંતા પ્રવર્તે છે. - અમેરિકા કે ઇઝરાયલ કોને આપવી સુરક્ષા?
રિપોર્ટ અનુસાર, જનરલે સ્પષ્ટ કહ્યું કે જો વધારાના યુદ્ધપોતો નહીં મળે તો અમેરિકાએ પોતાની માતૃભૂમિની સુરક્ષાને પ્રાથમિકતા આપવી પડી શકે છે. ઇતિહાસમાં પહેલીવાર એવી સ્થિતિ બની રહી છે જ્યાં અમેરિકાએ પોતાના સૌથી નજીકના સહયોગી ઇઝરાયલ અને પોતાની સુરક્ષા વચ્ચે સંતુલન સાધવું પડી રહ્યું છે. - એક જહાજની માંગથી ઊભા થયા સવાલો
અમેરિકી નૌસેના વિશ્વની સૌથી મોટી નૌસૈનિક તાકાત મનાય છે, છતાં યુરોપમાં તૈનાત કમાન્ડરે માત્ર એક વધારાના ડિસ્ટ્રોયર (યુદ્ધપોત) માટે પેન્ટાગોન પાસે અનુરોધ કરવો પડ્યો છે, જે વધતા દબાણનો સ્પષ્ટ સંકેત છે. - હથિયારોનો જથ્થો થઈ રહ્યો છે ખાલી
વૉલ સ્ટ્રીટ જર્નલ, ન્યુ યોર્ક ટાઇમ્સ અને રૉયટર્સ અગાઉ જ અહેવાલ આપી ચૂક્યા છે કે અમેરિકાના પેટ્રિયટ મિસાઈલ ઇન્ટરસેપ્ટર અને અન્ય એર ડિફેન્સ હથિયારોનો સ્ટોક સતત ઘટી રહ્યો છે. પાંચ મહિનાથી ઈરાની બેલેસ્ટિક મિસાઈલો અને હૂતી હુમલાઓ સામેની સતત કાર્યવાહીએ આ ભંડાર પર ભારે ભારણ વધાર્યું છે. - પાંચ મહિનાની જંગ છતાં કોઈ પરિણામ નહીં
તારીખ 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ પાંચમા મહિનામાં પહોંચ્યો છે. અનેક દોરની વાતચીત છતાં કાયમી યુદ્ધવિરામ થયો નથી અને ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાં પેદા થયેલું સંકટ યથાવત છે, જેના કારણે વૈશ્વિક એનર્જી આપૂર્તિ પર પણ અસર પડી છે. - જહાજોની નિયમિત મરામત પણ અશક્ય
સ્પેનના રોટા નૌસૈનિક અડે પર 5 ડિસ્ટ્રોયર તૈનાત છે અને છઠ્ઠું જહાજ પણ આવવાનું છે. સતત ઓપરેશનના કારણે આ જહાજો પર મેન્ટેનન્સનું દબાણ એટલું વધી ગયું છે કે તેમને નિયમિત મરામત માટે પણ પૂરતો સમય મળી રહ્યો નથી. - ઇઝરાયલની ઢાલ બન્યું અમેરિકા
પૂર્વ ભૂમધ્યસાગરમાં તૈનાત અમેરિકી યુદ્ધપોતો સતત ઈરાન અને યમનના હૂતી વિદ્રોહીઓની મિસાઈલોને રોકવામાં વ્યસ્ત છે. અમેરિકી THAAD સિસ્ટમ અને નૌસૈનિક ઇન્ટરસેપ્ટર્સે ઇઝરાયલની એર ડિફેન્સ કરતા પણ મોટી ભૂમિકા ભજવી છે, જેની સીધી અસર અમેરિકી સંસાધનો પર પડી છે. - હવે સવાલ માત્ર યુદ્ધનો નહીં, ક્ષમતાનો પણ છે
રિપોર્ટ દર્શાવે છે કે અમેરિકા માત્ર ઈરાન સામે જ નહીં, પરંતુ યુરોપમાં નાટોની સુરક્ષા અને રશિયા જેવા સંભવિત જોખમો માટે પણ તૈયાર રહેવું પડે છે. આવા સંજોગોમાં એક જ સમયે બહુવિધ મોરચે સૈન્ય તાકાત જાળવી રાખવી અમેરિકા માટે વધુ પડકારજનક બનતી જાય છે.









