World

પાકિસ્તાનની વિશ્વભરમાં ફજેતી! આતંકવાદ મામલે સીરિયાને પણ પાછળ છોડ્યું, બન્યો દુનિયાનો નંબર-1 દેશ

By GS Team
27 Sep 20263 mins read
TukuTouch Logo
ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026 મુજબ, પાકિસ્તાન પહેલીવાર આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો છે. 2025માં ત્યાં 1,045 આતંકી ઘટનાઓમાં 1,139 લોકોના મોત થયા. TTP સૌથી ઘાતકી સંગઠન રહ્યું, જ્યારે બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા વિસ્તારોમાં મોટાભાગની ઘટનાઓ બની હતી. પૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ આ ઘટનાને આતંકવાદીઓને પાળવાના પરિણામ ગણાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનની વિશ્વભરમાં ફજેતી! આતંકવાદ મામલે સીરિયાને પણ પાછળ છોડ્યું, બન્યો દુનિયાનો નંબર-1 દેશ

Global Terrorism Index 2026: સાંપને પાળશો તો ડંખ મારશે જ આ કહેવત પાકિસ્તાન પર બિલકુલ સચોટ બેસી રહી છે. જે દેશે ક્યારેક આતંકી સંગઠનોને પ્રોત્સાહન આપ્યું અને તેમનો ઉપયોગ ભારત સામે કર્યો, તે જ પાકિસ્તાન હવે પોતે આતંકવાદનો સૌથી મોટો ભોગ બનનારો દેશ બની ગયો છે. ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026માં પાકિસ્તાન પહેલીવાર દુનિયાનો આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ બનીને ઉભરી રહ્યો છે. ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026માં પાકિસ્તાન આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ રહ્યો છે. અહેવાલ મુજબ 2025માં પાકિસ્તાનમાં 1,045 આતંકી ઘટનાઓમાં 1,139 લોકોના મોત થયા હતા.તો TTP સૌથી ઘાતકી સંગઠન રહ્યું છે, જ્યારે બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા નામના વિસ્તારોમાં મોટાભાગની ઘટનાઓ બની હતી. પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે એ વાતને પણ સમર્થન આપ્યુ છે કે, જ્યારે આતંકવાદીઓને સમર્થન આપવામાં આવશે ત્યારે આજ પરિણામો આવશે.

પૂર્વ રાજદૂતની તીખી પ્રતિક્રિયા

અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ પણ આ રિપોર્ટ પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, જ્યારે કોઈ પોતાના ઘરની અંદર સાંપ પાળે છે, ત્યારે એક દિવસ એ જ સાંપ ઘરના લોકોને પણ ડંખ મારે છે. હક્કાનીએ કહ્યું કે, પાકિસ્તાને આશરે 50 વર્ષ પહેલાં ચરમપંથી જેહાદી સંગઠનોને હથિયાર આપવાનું શરૂ કર્યું હતું. હવે એ જ દેશ આતંકવાદી હુમલાઓથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સૌથી ટોચ પર પહોંચી ગયો છે.

પાકિસ્તાનમાં આતંકવાદનો ગ્રાફ કેમ વધ્યો?

'ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ' ના ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 રિપોર્ટ મુજબ 2025માં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં 1,139 લોકોના મોત થયા અને 1,045 ઘટનાઓ નોંધાઈ. આતંકવાદથી થયેલા મોતમાં આશરે 56 ટકાનો વધારો થયો અને આ સતત છઠ્ઠું વર્ષ રહ્યું, જ્યારે પાકિસ્તાનમાં આતંકવાદથી થતાં મોત વધ્યાં. દુનિયામાં આતંકવાદની અસર એકંદરે ઘટી છે. 2025માં આતંકવાદી હુમલાઓમાં થતાં મોત 28 ટકા ઘટીને 5,582 થઈ ગયાં અને ઘટનાઓની સંખ્યા આશરે 22 ટકા ઘટીને 2,944 થઈ ગઈ. પરંતુ પાકિસ્તાનમાં ચિત્ર આનાથી સાવ ઊલટું રહ્યું.

પાકિસ્તાનને સૌથી વધુ કોણે હોમી દીધું?

રિપોર્ટમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTP ને પાકિસ્તાનમાં આતંકવાદથી થતાં મોત માટે સૌથી વધુ જવાબદાર સંગઠન દર્શાવવામાં આવ્યું છે. 2025માં પાકિસ્તાનમાં આતંકવાદથી થયેલા મોતમાં 56 ટકાનો સંબંધ TTP સાથે રહ્યો છે. આ સંગઠને 595 હુમલા કર્યા, જેમાં 637 લોકોના મોત થયા. એટલે કે જે ચરમપંથી નેટવર્કને ખતમ કરવા માટે પાકિસ્તાન આજે પોતાની પૂરી તાકાત લગાવી રહ્યું છે, તે જ નેટવર્ક હવે તેના માટે સૌથી મોટો ખતરો બની ચૂક્યું છે.

બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં સૌથી વધુ હુમલા

પાકિસ્તાનમાં આતંકવાદનું સૌથી મોટું દબાણ તેના પશ્ચિમી વિસ્તારોમાં છે. ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ મુજબ બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં 2025 ના 74 ટકાથી વધુ આતંકવાદી હુમલા થયા અને આતંકવાદથી થતાં 67 ટકા મોત પણ આ જ વિસ્તારોમાં નોંધાયા. રિપોર્ટ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર વધતી હિંસાને પણ મોટાં કારણોમાં ગણાવે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની 2021 માં વાપસી પછી સરહદ આસપાસ સક્રિય આતંકવાદી સંગઠનોની પ્રવૃત્તિઓ વધી છે.

BLAએ ટ્રેન હાઈજેક કરીને મચાવી તબાહી

રિપોર્ટમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) ની વધતી હિંસાનો પણ ઉલ્લેખ છે. 2025માં સંગઠને ક્વેટા નજીક રેલવે ટ્રેક પર હુમલો કરીને એક પેસેન્જર ટ્રેન પર કબજો કરી લીધો હતો. ટ્રેનમાં 442 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ આ હુમલામાં 21 બંધકો, ચાર સૈન્યકર્મીઓ અને 33 વિદ્રોહીઓના મોત થયા હતા.