World

પાકિસ્તાનનો શ્વાસ ઉડી ગયો છે : લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થઈ છે : શહબાઝ સરકાર મૂંઝાઈ ગઈ છે

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનમાં વિદેશી હૂંડિયામણ તળિયે પહોંચતા અને પશ્ચિમ એશિયાના યુદ્ધોને કારણે તેલની તીવ્ર અછત સર્જાઈ છે. પરિણામે, દેશમાં 'પેટ્રોલિયમ સ્માર્ટ લોકડાઉન' જેવી સ્થિતિ ઊભી થઈ છે, જ્યાં અઠવાડિયું 4 દિવસનું કરવું પડે તેમ છે. સરકારી કર્મચારીઓને રોટેશન પર બોલાવાશે અને શોપિંગ મોલ્સ વહેલા બંધ કરાશે. ઇંધણ બચાવવા માટે સરકારી ગાડીઓ ઘટાડી દેવાઈ છે, અને વેતન કાપનો પણ વિચાર થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનનો શ્વાસ ઉડી ગયો છે : લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થઈ છે : શહબાઝ સરકાર મૂંઝાઈ ગઈ છે
  • પાકિસ્તાનમાં ફોરેન રિઝર્વનું તળિયું દેખાઈ ગયું છે : પ. એશિયામાં યુદ્ધો અટકતા નથી : હવે તેલ માટે ફાંફા છે : સપ્તાહ ૪ દિવસનું કરવું પડે તેમ છે

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધોએ પાકિસ્તાનનો શ્વાસ ઉડાડી દીધો છે. મહિનાઓથી તે યુદ્ધોમાં ચૌધરી બનવાની કોશીશ કરી રહેલા પાકિસ્તાનના હાથમાં કશું આવ્યું નથી. અમેરિકા- ઇરાન વચ્ચે યુદ્ધ વકરતું જાય છે. સઉદી અરબ અને હૂતી વિદ્રોહીઓના યુદ્ધને લીધે, સઉદી તેલ પણ અટકી ગયું છે. બીજા દેશોમાંથી પણ તેલ ખરીદવા 'પૈસા' નથી. ફોરેન રીઝર્વનું તળિયું દેખાઈ ગયું છે તેથી ત્યાં લૉકડાઉન જેવી સ્થિતિ ઉપસ્થિત થઈ છે. સપ્તાહ ૪ દિવસનું કરવું પડે તેમ છે. શુક્રવારે તો ત્યાં સત્તાવાર રજા હોય છે, તે શનિ- રવિ લંબાવવી પડે તેમ છે.
ક્રૂડ ઑઇલના ભાવ આસમાને પહોંચી જાય છે. શરીફ સાહેબના ખિસ્સા ખાલી છે. તેથી પાકિસ્તાનને હવે 'પેટ્રોલિયમ સ્માર્ટ લોકડાઉન' કરવું જ પડે તેમ છે. ન્યુઝ-૧૮નો રિપોર્ટ જણાવે છે કે, પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ છે કે, કામકાજ ઠપ્પ થઈ શકે તેમ છે.
પાકિસ્તાનના સરકારી કર્મચારીઓને રોટેશન ઉપર બોલાવાશે અને મોટા ભાગના કર્મચારીઓને તો ઘરેથી કામ કરવા નિર્દેશ અપાશે.
પેટ્રોલ, ડીઝલ અને વીજળી બચાવવા, શોપિંગ મોલ્સ, વ્યવસાયિક બજારો તથા મેરેજ હૉલ્સને સાંજના જલ્દી બંધ કરવા આદેશ અપાઈ ગયા છે.
સરકારની મજબૂરી તે હદે પહોંચી છે કે તેના કર્મચારીઓનું વેતન કાપવા પણ વિચારે છે. ઇંધણ બચાવવા માટે ૫૦ ટકા સરકારી ગાડીઓ કમ કરી દેવાઈ છે. અધિકારીઓને નિરર્થક પ્રવાસો નહીં કરવા કહી દેવાયું છે. તેમના પેટ્રોલ ભથ્થામાં પણ ભારે કાપ મૂકાયો છે.
બીજી તરફ કાલે પણ કદાચ પેટ્રોલ, ડીઝલ કે ગેસ નહીં મળે તેવી આશંકાથી પેટ્રોલ પંપો ઉપર ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ અને ફોર વ્હીલર્સની લાઇનો લાગી છે.
ટૂંકમાં સમગ્ર દેશ ઇંધણની ઓછપની આશંકામાં તડપી રહ્યો છે તેવામાં ખૈબર પખ્તુનવા પ્રાંત તથા બલુચિસ્તાનમાં શરૂ થયેલી ઝાળ હવે સિંધ સુધી પહોંચતા પાકિસ્તાન અંધકારમય ભાવિ તરફ જઈ રહ્યું છે. સામે તેમની અછતને વીજ- કાપ તો મૂકાઈ જ ગયો છે. અચાનક અંધારું છવાઈ જાય છે.