World

‘ઓપરેશન સિંદૂર’થી ફફડેલા પાકિસ્તાને સરહદ પર તહેનાત કરી ચીનની 250 ઘાતક તોપો, ભારત માટે નવો પડકાર

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાને ચીન પાસેથી ખરીદેલી 250 SH-15 હોવિત્ઝર તોપો ભારતની પશ્ચિમી સરહદ નજીક ગોઠવવાનું શરૂ કર્યું છે. ગુપ્તચર સૂત્રો મુજબ, પાકિસ્તાન ઉત્તરથી દક્ષિણના મહત્વના સરહદી વિસ્તારોમાં આ તૈયારી કરી રહ્યું છે. 'ઓપરેશન સિંદૂર'માં થયેલી હાર બાદ પાકિસ્તાન ચીન સાથે મળી ભારત સામે નવું ષડયંત્ર રચી રહ્યું છે. આ તોપોની 'શૂટ-એન્ડ-સ્કૂટ' ટેકનોલોજી ચિંતાજનક છે, પરંતુ ભારત પાસે K-9 વજ્ર જેવી શક્તિશાળી તોપો હાજર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ઓપરેશન સિંદૂર’થી ફફડેલા પાકિસ્તાને સરહદ પર તહેનાત કરી ચીનની 250 ઘાતક તોપો, ભારત માટે નવો પડકાર

Pakistan-China SH-15 Howitzer : ભારત સામે નવું ષડયંત્ર રચતા પાકિસ્તાને પશ્ચિમી સરહદ પર પોતાની નાપાક હરકતો વધારી દીધી છે. પાકિસ્તાને ચીન પાસેથી ખરીદેલી 250 આધુનિક SH-15 હોવિત્ઝર તોપો ભારત સરહદ નજીક ગોઠવવાનું શરૂ કર્યું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાન ઉત્તરથી દક્ષિણ સુધીના મહત્વના સરહદી વિસ્તારોમાં આ નાપાક તૈયારીઓ કરી રહ્યું છે.

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનનું નવું ષડયંત્ર

મે 2025માં ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાઓ પર સણસણતો પ્રહાર કર્યો હતો, જેમાં પાકિસ્તાની આર્ટિલરી ક્ષમતાને મોટો ફટકો પડ્યો હતો. આ હારથી સમબુરાયેલા પાકિસ્તાને પોતાની નાપાક હરકતોને અંજામ આપવા અને લશ્કરી તાકાત બતાવવા માટે ચીન પાસેથી આ 250 નવી તોપો મેળવી છે.

તોપની સ્પીડ પ્રતિ કલાક 90 કિમી

ચીનની આ તોપ 6x6 આર્મ્ડ ટ્રક પર સવાર હોય છે. આ તોપ રસ્તા પર પ્રતિ કલાક 90 કિમીની ઝડપે દોડી શકે છે. તે સાધારણ ગોળા 30થી 40 કિમી અને સ્પેશિયલ રોકેટ ગોળા 53થી 72 કિમી સુધી સચોટ રીતે ફેંકી શકે છે. આ તોપમાંથી પ્રતિ મિનિટ 6 રાઉન્ડ ફાયરિંગ શક્ય છે.

હુમલો કરીને ગાયબ થવાની નાપાક યુક્તિ

આ તોપની સૌથી મોટી ખાસિયત 'શૂટ-એન્ડ-સ્કૂટ' ટેકનોલોજી છે, જેનો ઉપયોગ કરીને પાકિસ્તાની સેના હુમલો કરીને તરત ભાગી જવાની નાપાક યુક્તિ અજમાવી શકે છે. એટલે કે, ગોળીબાર કર્યા પછી આ તોપ તરત જ પોતાનું સ્થળ બદલી નાખે છે, જેથી સામે પક્ષે તેના પર વળતો પ્રહાર કરવો મુશ્કેલ બની જાય છે.

ભારત સામે પાકિસ્તાન-ચીનનું નવું જોખમ

સરહદ પર આ તોપોની ગોઠવણી કરીને પાકિસ્તાન ભારતની સૈન્ય ચોકીઓ અને સપ્લાય રૂટને નિશાન બનાવવાની નાપાક યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાન અને ચીનની આ વધતી જુગલબંધી સરહદની શાંતિ ડહોળવાનો પ્રયાસ છે. જોકે, ભારત પાસે પણ 'K-9 વજ્ર' જેવી શક્તિશાળી તોપો હાજર છે, જેથી પાકિસ્તાનની આવી કોઈ પણ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી શકાશે.