અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને ફરી ભીષણ એરસ્ટ્રાઈક કરતાં 22 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Air Strike : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલો વિવાદ હવે અત્યંત ભયાનક વળાંક લઈ રહ્યો છે. પાકિસ્તાની વાયુસેનાએ ગુરુવારે અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં ભયાનક એરસ્ટ્રાઈક કરીને ભારે વિનાશ વેર્યો છે. આ ભીષણ હવાઈ હુમલામાં 22 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 11 થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે.
સ્થાનિક પ્રાંતિય અધિકારીઓના અહેવાલ બાદ પાકિસ્તાન સરકારે પણ આ એરસ્ટ્રાઈકની પુષ્ટિ કરી છે. જોકે, ઈસ્લામાબાદે દાવો કર્યો છે કે માર્યા ગયેલા તમામ લોકો આતંકવાદી હતા, પરંતુ સ્થાનિક સ્તરેથી આવતા અહેવાલો તદ્દન અલગ ચિત્ર ઉપસાવી રહ્યા છે.
ગરમસિર જિલ્લામાં બે રસ્તા પરના મકાનોને નિશાન બનાવાયા
હેલમંદ પ્રાંતના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા મૌલાના શેર મોહમ્મદ વહદતે જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈન્ય દ્વારા હેલમંદના ગરમસિર જિલ્લામાં બે સામાન્ય રજિસ્ટ્રેશન ધરાવતા રહેણાંક મકાનોને સીધા નિશાન બનાવીને બોમ્બમારો કરવામાં આવ્યો હતો.
મૃતકોમાં નિર્દોષ મહિલાઓ અને માસૂમ બાળકોની સંખ્યા વધુ
પ્રાથમિક આંકડાઓ અને મળતી વિગતો અનુસાર, આ ખૌફનાક હવાઈ હુમલામાં માર્યા ગયેલા તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં મોટે ભાગે નિર્દોષ મહિલાઓ અને નાનાં-નાનાં માસૂમ બાળકો જ સામેલ છે. પાકિસ્તાન સૈન્યના આ અમાનુષી પગલાંને કારણે સમગ્ર અફઘાનિસ્તાનમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ જેવા વાદળો ઘેરાયા છે.




