World

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા પાકિસ્તાનની હાલત કફોડી: માત્ર 5થી 7 દિવસનો જ બચ્યો ક્રૂડ ઓઇલનો સ્ટોક

By GS Team
28 Apr 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાન હાલમાં અત્યંત ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં ક્રૂડ ઓઇલનો સ્ટોક માત્ર 5થી 7 દિવસ ચાલે તેટલો જ બચ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશ પાસે પેટ્રોલનો એક દિવસનો પણ રિઝર્વ સ્ટોક નથી, જ્યારે ડીઝલનો જથ્થો 26-28 દિવસ અને LPGનો સ્ટોક માત્ર 15 દિવસ ચાલે તેટલો જ છે. આ સંકટના પગલે પાકિસ્તાન એરલાઇન્સ માટે ઇંધણની અછતની ચેતવણી(NOTAM) જારી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા પાકિસ્તાનની હાલત કફોડી: માત્ર 5થી 7 દિવસનો જ બચ્યો ક્રૂડ ઓઇલનો સ્ટોક
(IMAGE - IANS)

Pakistan Energy Crisis: પાકિસ્તાન હાલમાં અત્યંત ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં ક્રૂડ ઓઇલનો સ્ટોક માત્ર 5થી 7 દિવસ ચાલે તેટલો જ બચ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશ પાસે પેટ્રોલનો એક દિવસનો પણ રિઝર્વ સ્ટોક નથી, જ્યારે ડીઝલનો જથ્થો 26-28 દિવસ અને LPGનો સ્ટોક માત્ર 15 દિવસ ચાલે તેટલો જ છે. આ સંકટના પગલે પાકિસ્તાન એરલાઇન્સ માટે ઇંધણની અછતની ચેતવણી(NOTAM) જારી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.

ખાડી દેશો પર નિર્ભરતા પાકિસ્તાન માટે ભારે પડી

આ સંકટનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતો તણાવ છે. ઈરાને વ્યાપારી જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ લગભગ બંધ કરી દીધો છે, જ્યાંથી દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ પસાર થાય છે. પાકિસ્તાન પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મુખ્યત્વે સાઉદી અરેબિયા અને કુવૈત જેવા ખાડી દેશો પર નિર્ભર હોવાથી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. વધતા જોખમને કારણે ઓઇલ લાવતા જહાજોના વીમાના દરો પણ 30,000 ડૉલરથી વધીને 4,00,000 ડૉલર સુધી પહોંચી ગયા છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે.

આ પણ વાંચો: ઈરાન સામે મોટું સંકટ, ફક્ત 22 દિવસ ચાલે એટલું જ ઓઈલ રિઝર્વ, ટ્રમ્પની નાકાબંધીએ કર્યો ખેલ

ઇંધણ બચાવવા ઓનલાઇન શિક્ષણ અને વર્ક ફ્રોમ હોમ

આ કપરી પરિસ્થિતિમાં ઇંધણ બચાવવા માટે શાહબાઝ શરીફ સરકાર દેશમાં 'કોવિડ કાળ' જેવા કડક નિયમો લાગુ કરવા પર વિચાર કરી રહી છે. પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે શાળાઓ અને કોલેજો બંધ કરી શિક્ષણ ફરી ઓનલાઇન મોડ પર લઈ જવાની તેમજ સરકારી અને કોર્પોરેટ ઓફિસોમાં 'વર્ક ફ્રોમ હોમ' આપવાની યોજના છે. આ ઉર્જા સંકટને કારણે મોંઘવારીમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે, જે પાકિસ્તાનની પહેલેથી જ ખખડધજ થયેલી અર્થવ્યવસ્થા માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.