Get The App

ઈરાન સામે મોટું સંકટ, ફક્ત 22 દિવસ ચાલે એટલું જ ઓઈલ રિઝર્વ, ટ્રમ્પની નાકાબંધીએ કર્યો ખેલ

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન સામે મોટું સંકટ, ફક્ત 22 દિવસ ચાલે એટલું જ ઓઈલ રિઝર્વ, ટ્રમ્પની નાકાબંધીએ કર્યો ખેલ 1 - image

Iran Crisis: હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકા અને ઈરાન (US Vs Iran On Hormuz) વચ્ચે મડાગાંઠ યથાવત છે. એક તરફ અમેરિકામાં ભારે મોંઘવારીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ મિડલ ઈસ્ટ યુદ્ધ અને અમેરિકાના પ્રતિબંધો ઈરાન પર ભારે પડી રહ્યા છે.

ઈરાનના સંકટની તાજી તસવીર કેપ્લરના આંકડાઓ પરથી સ્પષ્ટ નજર આવી રહી છે. રિપોર્ટ પ્રમાણે ઈરાન પાસે હવે વણવપરાયેલા ક્રૂડ ઓઈલનો સ્ટોરેજ (Iran Crude Oil Storage) માત્ર 22 દિવસ ચાલે કે તેથી ઓછું બચ્યું છે. જ્યારે બીજી તરફ દેશમાં ઓઈલ સ્ટોરેજ સાઈટ્સ પણ ઝડપથી ખતમ થઈ રહી છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનનો ન વપરાયેલ ઓઈલ સંગ્રહ હવે માત્ર 22 દિવસ કે તેથી ઓછા સમય ચાલે એટલો જ રહ્યો છે, જેને ઈરાન માટે એક મોટું સંકટ માનવામાં આવી રહ્યું છે. રિસર્ચ ફર્મ કેપ્લરના ડેટાના હવાલે તેમાં જણાવ્યું છે કે ઈરાનના ક્રૂડ ઓઇલ સ્ટોરેજ સાઇટ્સ ઝડપથી ખતમ, જેનાથી પ્રોડક્શનમાં ઘટાડાનો ખતરો વધી ગયો છે.

હવે ઈરાન શું કરશે?

અહેવાલો પ્રમાણે ઈસ્લામિક રિપબ્લિક પાસે હવે આગામી 12 થી 22 દિવસ સુધી ચાલે તેટલું જ ઓઈલ રિઝર્વ છે. આવી સ્થિતિમાં જો અમેરિકા સાથે તણાવ વધશે, તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે. ન વપરાયેલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજ ક્ષમતામાં આ ઘટાડાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈરાનને મેના મધ્ય સુધીમાં દૈનિક ક્રૂડ ઓઈલ પ્રોડક્શન 1.5 મિલિયન બેરલ અને ઘટાડો કરવા માટે મજબૂર થઈ શકે છે. ઈરાન માટે આ એટલા માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે ત્યાં પહેલાથી 2.5 મિલિયન બેરલ પ્રતિદિનનો ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે.

આટલું જ નહીં ઈરાની ક્રૂડ ઓઈલની નિકાસ પણ સતત ઘટી રહી છે અને હવે તે ઘટીને 567,000 BPD રહી ગયો છે, જે માર્ચમાં 1.85 મિલિયન BPD હતો. આ ઉપરાંત લોડિંગમાં લગભગ 70% ટકાનો મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. એકંદરે, અમેરિકા સાથેનું યુદ્ધ ઈરાનને ભારે પડી રહ્યું છે. એપ્રિલની શરૂઆતથી Iran Crisisમાં વધારો થયો છે અને ઈરાની ક્રૂડ ઓઈલની નિકાસમાં તીવ્ર ઘટાડો થયો છે, જોકે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની બંદરો પર નેવલ નાકાબંધીનો આદેશ આપ્યો હતો, જે હજુ પણ અમલમાં છે.

ટ્રમ્પની નાકાબંધીથી વધી મુશ્કેલી

અમેરિકા-ઈરાન યુદ્ધ માત્ર ઈરાન પર જ નહીં પણ અમેરિકા પર પણ ભારે પડી રહ્યું છે. અમેરિકાના પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ ડોનાલ્ડ ટ્રમ્પનું ટેન્શન વધાર્યું છે. પરંતુ ટ્રમ્પ ઈરાન તરફથી મળેલા કોઈ પણ પ્રસ્તાવને સ્વીકારવા તૈયાર નથી દેખાતા . જ્યારે અમેરિકન પ્રમુખ દ્વારા ઈરાની બંદરો પર કરવામાં આવેલી નાકાબંધી (US Blockade Iran Ports) સતત ઈરાનની જીવાદોરી પર હુમલો કરી રહી છે અને તેની મુશ્કેલીઓ વધારી રહી છે, જેનું ઉદાહરણ ઈરાનના ઘટતા તેલ ભંડાર છે.

આ પણ વાંચો: ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! સંરક્ષણ પાછળ ભારતનો રેકોર્ડબ્રેક ખર્ચ, હવે માત્ર આ 4 દેશો જ આગળ

અમેરિકાની નાકાબંધી ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે અને કોઈ પણ તેલ-ગેસ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકતા નથી. હોર્મુઝ દ્વારા શિપિંગમાં તીવ્ર ઘટાડો થયો છે અને તેની અસર ઈરાન તેમજ ખાડી ક્ષેત્રના અન્ય તેલ ઉત્પાદકો પર પણ પડી રહી છે. મધ્ય પૂર્વના તણાવને કારણે સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત અને યુએઈ પણ તેમના ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં ઘટાડો કરી રહ્યા છે.