ઓપરેશન એમિસ્ટાડ: વેનેઝુએલાના ભૂકંપના પીડિતો માટે ભારતીય સેના ‘ભીષ્મ ક્યુબ્સ’ સાથે ખડેપગે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Army Disaster Relief Operation Venezuela : હાલમાં જ વેનેઝુએલામાં 7.2 અને 7.5 ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા, જેમાં 2200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા. આ કપરા સમયમાં ભારતીય સેનાની તબીબી ટીમ 'ઓપરેશન એમિસ્ટાડ' હેઠળ સ્થાનિક લોકો માટે સંકટ સમયની સાથી સાબિત થઈ રહી છે.

દર્દીઓને મફત દવા, સારવાર અને એમ્બ્યુલન્સ સુવિધા
રાજધાની કારાકાસમાં ‘ઇન્ટરનેશનલ લા રિનકોનાડા રેસટ્રેક’ ખાતે ભારતીય સેનાએ 24 કલાક કાર્યરત ફિલ્ડ હોસ્પિટલ શરૂ કરી છે. અહીં દર્દીઓને મફત દવાઓ, સારવાર અને જરૂરિયાતમંદોને ઘરે મૂકવા માટે એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સ્થાનિક લોકો ભારતના આ માનવતાવાદી અભિગમની મુક્ત કંઠે પ્રશંસા કરી રહ્યા છે.

સારવાર મેળવ્યા બાદ એક ભાવુક વૃદ્ધ દર્દીએ જણાવ્યું કે, ‘મેં મારા 60 વર્ષના જીવનમાં ક્યારેય આવી ઉત્કૃષ્ટ તબીબી સેવા જોઈ નથી.’ વેનેઝુએલાના વિદેશ પ્રધાન એન્ડ્રિયા કોરાઓ ફારિયા અને ઉપ આરોગ્ય પ્રધાને પણ આ હોસ્પિટલની મુલાકાત લઈ ભારતીય ટીમના ઝડપી પ્રતિભાવ માટે આભાર વ્યક્ત કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારતીય ડૉક્ટરો અસરગ્રસ્ત લોકોની મદદ માટે અથાક મહેનત કરી રહ્યા છે.

ભારત દ્વારા કરાયેલી અન્ય મદદ
આ કપરી પરિસ્થિતિમાં હોસ્પિટલ ઉપરાંત ભારતે વેનેઝુએલાને મોટા પાયે અન્ય સહાય પણ પૂરી પાડી છે. ભારતીય વાયુસેનાના બે C-17 ગ્લોબમાસ્ટર વિમાન નવી દિલ્હીથી 23 કલાકમાં 14,000 કિલોમીટરનું લાંબું અંતર કાપીને 66 ટન રાહત સામગ્રી લઈને કારાકાસ પહોંચ્યા હતા. આ રાહત પેકેજમાં નીચે મુજબની વિશેષ મદદ સામેલ છે. જેમ કે…

35 ટનથી વધુ આવશ્યક દવાઓ: આપત્તિના સમયે રોગચાળો ન ફેલાય અને ઘાયલોની તાત્કાલિક સારવાર થઈ શકે તે માટે મોટા જથ્થામાં દવાઓ મોકલાઈ છે.

અદ્યતન તબીબી ઉપકરણો: ફિલ્ડ હોસ્પિટલ ઓપરેટ કરવા માટે જરૂરી આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ્સ પૂરા પાડવામાં આવ્યા છે.

ભીષ્મ ક્યુબ્સ (BHISHM Cubes): 'ભીષ્મ ક્યુબ' એ ભારત સરકાર દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવેલી વિશ્વની પ્રથમ પોર્ટેબલ અને મોડ્યુલર ઇમરજન્સી હોસ્પિટલ છે. તેનું પૂરું નામ BHISHM (Bharat Health Initiative for Sahyog, Hita and Maitri) છે. આ કોઈ સામાન્ય મેડિકલ કિટ નથી, પરંતુ આખી હોસ્પિટલને નાના-નાના બોક્સ (ક્યુબ્સ) માં સમાવી લેતી એક અદભૂત સિસ્ટમ છે, જેને આપત્તિના સમયે ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે. ભારતે આવા 2 ભીષ્મ ક્યુબ વેનેઝુએલા મોકલ્યા છે. પ્રત્યેક યુનિટ 300 જેટલા ઇમરજન્સી દર્દીઓની તાત્કાલિક સારવાર કરવાની ક્ષમતા ધરાવે છે.









