World

ફાયદા વગર પાકિસ્તાનથી મિત્રતા નહીં કરે ટ્રમ્પ! આ સામાન 'છુપાવવાની' તૈયારી, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો

By GS TEAM
19 Jun 20253 mins read
TukuTouch Logo
એકતરફ ઈઝરાયલ અને ઈરાક વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના પદડા પાછળ અમેરિકાનો હાથ હોવાનું કહેવાઈ રહ્યું છે, તો બીજીતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની સેનાના જનરલ આસિમ મુનીર સાથે વ્હાઈટ હાઉસમાં ડીનર પાર્ટી કરી છે. યુદ્ધના કારણે ચીનની પણ ચિંતા વધી ગઈ છે, ત્યારે પેન્ટાગોનના પૂર્વ અધિકારીએ ટ્રમ્પ અને મુનીરની ડીનર પાર્ટીને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પ કોઈ ફાયદા વગર પાકિસ્તાન સાથે મિત્રતા નહીં કરે. ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ કાર્યવાહી બાદ પરમાણુ કાર્યક્રમોને લગતો સામાન પાકિસ્તાનમાં શિફ્ટ કરવા ઈચ્છે છે, તેથી જ તેઓ પાકિસ્તાન પર નજર રાખીને બેઠા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફાયદા વગર પાકિસ્તાનથી મિત્રતા નહીં કરે ટ્રમ્પ! આ સામાન 'છુપાવવાની' તૈયારી, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો

US-Pakistan Relations And Iran-Israel War : એકતરફ ઈઝરાયલ અને ઈરાક વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના પદડા પાછળ અમેરિકાનો હાથ હોવાનું કહેવાઈ રહ્યું છે, તો બીજીતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) પાકિસ્તાની સેનાના જનરલ આસિમ મુનીર (Pakistan Army Chief Asim Munir) સાથે વ્હાઈટ હાઉસમાં ડીનર પાર્ટી કરી છે. યુદ્ધના કારણે ચીનની પણ ચિંતા વધી ગઈ છે, ત્યારે પેન્ટાગોનના પૂર્વ અધિકારીએ ટ્રમ્પ અને મુનીરની ડીનર પાર્ટીને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પ કોઈ ફાયદા વગર પાકિસ્તાન સાથે મિત્રતા નહીં કરે. ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ કાર્યવાહી બાદ પરમાણુ કાર્યક્રમોને લગતો સામાન પાકિસ્તાનમાં શિફ્ટ કરવા ઈચ્છે છે, તેથી જ તેઓ પાકિસ્તાન પર નજર રાખીને બેઠા છે.

ટ્રમ્પ-સેના અધિકારીઓની પાકિસ્તાન સાથે મીઠીમીઠી વાત

અમેરિકાના પેન્ટાગોનના સંરક્ષણ મંત્રાલયના પૂર્વ અધિકારી માઈકલ રુબિને કહ્યું કે, ‘રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને અમેરિકન સેનાઓના ટોચના અધિકારીઓને ઈરાન વિરુદ્ધ રાજદ્વારી સહયોગની જરૂર છે, તેથી તેઓ પાકિસ્તાન સાથે મીઠીમીઠી વાતો કરી રહ્યા છે. ટ્રમ્પે તાજેતરમાં જ ‘આઈ લવ પાકિસ્તાન’ કહીને પાકિસ્તાનને પોતાનો ખાસ મિત્ર દેશ ગણાવ્યો છે, જોકે તેઓ મિત્રતાથી કંઈક મેળવવા માંગે છે. તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણ નાશ કરવા માંગે છે. જો આવું થશે તો અમેરિકાએ ઈરાનના પરમાણુ સાધનો ક્યાંક તો લઈ જવા પડશે, તેથી તેમણે આ માટે પાકિસ્તાનની પસંદગી કરી હોય, તેવું લાગી રહ્યું છે.’

પાકિસ્તાને ચીનને ગુપ્ત સંદેશો અમેરિકાને પહોંચાડ્યો?

માઈકલ રુબિને કહ્યું કે, ‘પાકિસ્તાન હવે સ્વતંત્ર દેશ નથી, તે ચીનનો પ્રોક્સી દેશ બની ગયો છે. આવી સ્થિતિમાં ટ્રમ્પને મળવા આવેલા મુનીર અમેરિકાને ચીનનો ગુપ્ત સંદેશો પહોંચાડવા માટે આવ્યા હોઈ શકે છે. બીજીતરફ ચીનને મળતો ક્રૂડનો જથ્થો પર્સિયન ગલ્ફ અને હોર્મુઝ ગલ્ફથી આવે છે, તેથી ઈઝરાયલ-ઈરાનના યુદ્ધના કારણે ચીન ચિંતિત થઈ ગયું છે. જો બંને દેશો વચ્ચે લાંબુ યુદ્ધ ચાલશે તો અમેરિકાને નહીં, ચીનને મોટું નુકસાન થઈ શકે છે.

પાકિસ્તાન ટ્રમ્પની વાતનો ઈન્કાર કરશે તો...

ટ્રમ્પ અને મુનીરની મુલાકાત બાદ એવી ચર્ચાઓ થઈ રહી છે કે, જો પાકિસ્તાન ટ્રમ્પની વાતનો ઈન્કાર કરશે તો શું થશે? જો ટ્રમ્પ પાકિસ્તાનને મોટી ભૂમિકા નિભાવવાનું કહે, તો પાકિસ્તાન ઈન્કાર કરી શકશે? ટ્રમ્પે તાજેતરમાં જ પાકિસ્તાનને મિત્ર દેશ કહ્યો હતો, જેના કારણે ટ્રમ્પ રાજદ્વારી દબાણ માટે ‘મિત્રતાનું નિવેદન’નો ઉપયોગ કરી શકે છે. ટ્રમ્પ હંમેશા જનરલોથી પ્રભાવિત રહ્યા છે. સત્ય વાત એ છે કે, પાકિસ્તાની સેનાના જનરલ મુનીર પાસે પાકિસ્તાનના વડાપ્રધાનથી વધુ તાકાત છે. તેથી ટ્રમ્પે મુનીરને ખાનગીમાં ધમકી આપ્યા બાદ જાહેરમાં મિત્રતાનું નાટક કર્યું હોઈ શકે છે.

આ પણ વાંચો : ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે! ફાઈટર જેટ રવાના, નેવી પણ એક્શનમાં

ઈરાન વિરુદ્ધ પાકિસ્તાની સરહદનો ઉપયોગ

પાકિસ્તાન અને ઈરાન વચ્ચે લગભગ 900 કિલોમીટરની સરહદ છે. આવી સ્થિતિમાં યુદ્ધમાં પાકિસ્તાન નિર્ણાયક ભૂમિકામાં આવી શકે છે. પાકિસ્તાન ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોતાની સરહદ અમેરિકાને ઉપયોગ કરવા માટે આપી શકે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, જ્યારે અમેરિકા અને અફઘાન વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારે પાકિસ્તાને અમેરિકાને ઘણી મદદ કરી હતી, તેથી ઈરાન સામે પડનારા અમેરિકાને પણ પાકિસ્તાન મદદ કરી શકે છે. ઈરાન પર હુમલો કરવા માટે પાકિસ્તાની એરસ્પેસ મહત્ત્વની સાબિત થઈ શકે છે. જો અમેરિકા ઈરાન પર હુમલો કરવા ઈચ્છશે તો તે પાકિસ્તાન પાસે એરસ્પેસ માંગી શકે છે. જ્યારે અફઘાનિસ્તાન સામે ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારે પાકિસ્તાને પોતાની એરસ્પેસ અમેરિકાને આપી હતી. તેથી જો અમેરિકાને ઈરાન પર હુમલો કરવા માટે પાકિસ્તાની એરસ્પેસ મળી જશે તો તે મિડલ ઈસ્ટમાં વધુ મજબૂત થઈ શકે છે.

આ પણ વાંચો : ઇઝરાયલ-અમેરિકાની સંયુક્ત તાકાત સામે ઈરાન કેટલું ટકી શકશે? જુઓ હથિયારોમાં કોણ ચઢિયાતું