Get The App

ઇઝરાયલ-અમેરિકાની સંયુક્ત તાકાત સામે ઈરાન કેટલું ટકી શકશે? જુઓ હથિયારોમાં કોણ ચઢિયાતું

Updated: Jun 19th, 2025

GS TEAM

Google News
Google News
ઇઝરાયલ-અમેરિકાની સંયુક્ત તાકાત સામે ઈરાન કેટલું ટકી શકશે? જુઓ હથિયારોમાં કોણ ચઢિયાતું 1 - image


Iran And Israel War: ઇઝરાયલ અને અમેરિકાની સંયુક્ત શક્તિ સામે ઈરાન ટકી શકે તેમ નથી. અમેરિકા પાસે મિસાઇલ અને ફાઇટર જેટનો વિશાળ ભંડાર છે. બીજી તરફ, ઈરાન પાસે માત્ર થોડી જ મિસાઇલો બચી છે જે ભાગ્યે જ 2000 કિમીનું અંતર કાપી શકે છે. આવી સ્થિતિમાં, ઈરાન તેના નષ્ટ થયેલા એર ડિફેન્સ યુનિટ અને મર્યાદિત સંખ્યામાં ફાઇટર જેટ સાથે કેટલો સમય ટકી શકશે તે એક મોટો પ્રશ્ન છે.

ઇઝરાયલની વાયુ શક્તિ જ ઈરાન પર ભારે પડી

ઈરાન પર ઇઝરાયલની વાયુ સેનાની શક્તિ જ ભારે પડી રહી છે. ઇઝરાયલે પહેલાથી જ ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી અને બેલિસ્ટિક મિસાઇલ લોન્ચર્સ નષ્ટ કરી દીધા છે. આવી સ્થિતિમાં, ઈરાન માટે અમેરિકા અને ઇઝરાયલ બંનેના હુમલાઓ રોકવા મુશ્કેલ બની શકે છે.

ઇઝરાયલની ડિફેન્સ તાકાત

ઇઝરાયલે તાજેતરમાં જ ન્યૂ જનરેશન મિસાઇલ લોન્ચ કરી હતી, જે સિઝલ-2 તરીકે ઓળખાય છે. બીજું ઇઝરાયલનું બંકર બસ્ટર પણ ચર્ચામાં છે. તેની મદદથી ઇઝરાયલ ઈરાનના અંતરિયાળ વિસ્તારોમાં ભૂગર્ભ અને પર્વતોની નીચે બનેલા સુરક્ષિત બંકરોમાં ચાલી રહેલા પરમાણુ પ્રોજેક્ટ નષ્ટ કરી શકે છે. 

અમેરિકાના ફાઇટર પ્લેનના ભંડાર સામે ઈરાન ક્યાંય નહીં ટકે

ગ્લોબલ ફાયર પાવરના રિપોર્ટ મુજબ, અમેરિકાના 13,000 વિમાનો હંમેશા યુદ્ધ માટે તૈનાત હોય છે. તેમાં નોર્મલ ફાઇટર જેટથી માંડી કોમ્બેટ સ્પેશિયલ જેટનો સમાવેશ થાય છે. ઇઝરાયલ પાસે 611 ફાઇટર પ્લેન છે. ઈરાન પાસે કુલ 551 વિમાનો છે. અમેરિકા પાસે 1790 ફાઇટર પ્લેન છે, જ્યારે ઈરાન પાસે માત્ર 188 ફાઇટર પ્લેન છે. સ્પેશિયલ મિશન માટે અમેરિકા પાસે 647 કોમ્બેટ સ્પેશિયલ એરક્રાફ્ટ છે અને ઇઝરાયલ પાસે આવા 19 જેટ છે. જો આપણે ઈરાન વિશે વાત કરીએ તો, તેની પાસે સ્પેશિયલ મિશન માટે ફક્ત 10 જેટ છે. ઇઝરાયલ પાસે યુદ્ધ દરમિયાન પડકારજનક પરિસ્થિતિઓમાં કામગીરી કરવા માટે સમર્પિત સ્ટીલ્થ અને અન્ય અદ્યતન ટૅક્નોલૉજીથી સજ્જ 38 ફાઇટર જેટ છે. જ્યારે અમેરિકા પાસે આવા 889 જેટ છે. આ બંનેની સરખામણીમાં, ઈરાન પાસે આવા ફક્ત 21 જેટ છે.

આ પણ વાંચોઃ યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા 110 વિદ્યાર્થીઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું

મિલિટ્રી હેલિકોપ્ટર સામે ઈરાન નિષ્ફળ

ઇઝરાયલ અને અમેરિકાના મિલિટ્રી હેલિકોપ્ટરની ક્ષમતા સામે ઈરાન ટકી શકે તેમ નથી. ઇઝરાયલ પાસે હવાઈ હુમલા માટે સજ્જ 48 મિલિટ્રી હેલિકોપ્ટર છે. જ્યારે ઈરાન પાસે તેની સંખ્યા 13 છે. અમેરિકા પાસે 1002 હેલિકોપ્ટર છે. ઈરાનના કુલ મિલિટ્રી હેલિકોપ્ટરની સંખ્યા ઇઝરાયલ કરતાં પણ ઓછી છે. ઈરાન પાસે 128 કોમ્બેટ હેલિકોપ્ટર છે. જ્યારે ઇઝરાયલ પાસે 147 અને અમેરિકા પાસે 5843 કોમ્બેટ હેલિકોપ્ટર છે.

2500 કિમી સુધીની મારક ક્ષમતા ધરાવતી મિસાઇલ

ઈરાન પાસે માત્ર 2500 કિમી સુધીની મારક ક્ષમતા ધરાવતી મિસાઇલ છે. તેની પાસે નાની, મધ્યમ અને ઇન્ટર કોન્ટિનેન્ટલ અર્થાત્ મોટી રેન્જની અનેક બેલેસ્ટિક મિસાઇલ છે. ઈરાન પાસે સિઝલ-2 નામની એક મિસાઇલ છે. જેની રેન્જ 1500થી 2500 કિમી છે. ઇઝરાયલ પાસે જેરિકો-2 છે. જેની રેન્જ 1500-3500 કિમી છે. જ્યારે અમેરિકા પાસે D-5 ટ્રાઇડન્ટ જેવી મિસાઇલ છે. જેની રેન્જ 7400-12000 કિમી છે. 

ઈરાનમાં 13000 કિમી ઘૂસી હુમલો કરી શકે છે અમેરિકા

અમેરિકા પાસે મિનટમેન-3 જેવી લાંબા અંતરની મિસાઇલો પણ છે. જેની રેન્જ 9650-13000 કિમી છે. ઈરાન પાસે સિઝલ-2થી વધુ રેન્જની કોઈ મિસાઇલ નથી. સિઝલ-2 ઇઝરાયલની જેરિકો-2નો સામનો કરી શકે નહીં. ઇઝરાયલની જેરિકો-2ની રેન્જ 4800-6500 કિમી છે. 

ટૂંકા-અંતરમાં પણ ઈરાન કારગર નહીં

જો આપણે ટૂંકા અંતરની મિસાઇલોની વાત કરીએ તો, ઇરાન પાસે 150થી 700 કિમીની રેન્જ ધરાવતી ઘણી મિસાઇલ છે. તેમાં ફતેહ-110, ફતેહ-313, સાહબ-1, સાહબ-2, ઝુલ્ફગાર જેવી મિસાઇલ સમાવિષ્ટ છે. આ ઉપરાંત, મધ્યમ-અંતરની સાહબ-3 પણ કાર્યરત છે, જેની રેન્જ 800-1200 કિમી છે. જો આપણે ઇઝરાયલ અને અમેરિકાની વાત કરીએ, તો તેમની પાસે ઘણી બધી ટૂંકી અને મધ્યમ-અંતરની મિસાઇલો છે.

ઈરાનની ક્રૂઝ અને એન્ટી શિપ મિસાઇલની તાકાત

ક્રૂઝ મિસાઇલની વાત કરીએ તો, ઇરાન પાસે KH-55 જેવી એરસ્ટ્રાઇક કરતી મિસાઇલો પણ છે, જે પરમાણુ શસ્ત્રોના વહન માટે સક્ષમ છે. યા-અલી જેવી જમીનથી લોન્ચ કરાયેલી ક્રૂઝ મિસાઇલો પણ છે, જે 700 કિમી દૂરના લક્ષ્યોને નષ્ટ કરી શકે છે. લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલો પૈકી એક સુમેર છે, જેની રેન્જ 2000 કિમી સુધી છે. આ ઉપરાંત, ઈરાન પાસે રાડ જેવી એન્ટી-શિપ મિસાઇલો પણ છે, જે સમુદ્રથી હુમલાના કિસ્સામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, નસર-1 જેવી મિસાઇલ પણ છે, જે 3000 ટન સુધીના યુદ્ધજહાજો અથવા લક્ષ્યોને નષ્ટ કરવાનો દાવો કરે છે.

ઇઝરાયલ-અમેરિકાની સંયુક્ત તાકાત સામે ઈરાન કેટલું ટકી શકશે? જુઓ હથિયારોમાં કોણ ચઢિયાતું 2 - image

Tags :