એક તરફ મધ્યસ્થી બનવાનું નાટક : બીજી તરફ ઇરાનને ચીની શસ્ત્રો પહોંચાડી રહ્યું છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઈરાન-યુદ્ધમાં પાકિસ્તાનની બેવડી રમત
- અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આ જાણ્યું ત્યારે તેમનો પારો ચઢી ગયો : પાક. અમેરિકાની જી હજૂરી કરી પૈસા મેળવે છે
નવીદિલ્હી : પશ્ચિમ એશિયામાં અમેરિકા ઈરાન યુદ્ધ ફરી ભડકી ઊઠયું છે. જોર્ડનમાં અમેરિકી યુદ્ધ મથકો ઉપર ઈરાને કરેલા હુમલા પછી, અમેરિકા ભડકી ઊઠયું છે. ઈરાન ઉપર ફરી પ્રચંડ હુમલા શરૂ કરી દીધા છે. તેવામાં પાકિસ્તાન અને ચીન સંબંધી એવા સમાચાર મળ્યા છે કે ટ્રમ્પનો પારો ચઢી ગયો છે. પાકિસ્તાન એક તરફ અમેરિકાની જી હજુરી કરી પૈસા મેળવે છે. સાથે મધ્યસ્થી થવાનું નાટક કરી રહ્યું છે. તો બીજી તરફ ચીન તેને શસ્ત્રો ઈરાનને આપવા પહોંચાડે છે. જે પાકિસ્તાન કરી પણ રહ્યું છે.
રોઈટર્સના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની આ કાર્યવાહીથી અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ચોંકી ઊઠયા છે. તેઓએ કહ્યું કે જો આ સમાચાર સાચા હોય તો અમને ઘણી જ નિરાશા થાય છે.
બીજી તરફ ચીન અને પાકિસ્તાન બંને આ સમાચાર તદ્દન ખોટા અને પાયાવિહોણા હોવાનું કહે છે. જે સહજ પણ છે. વાસ્તવમાં પાકિસ્તાન એક તરફથી મધ્યસ્થી બનવાનો દાવો કરે છે તો બીજી તરફ ચીનનાં શસ્ત્રો ઈરાનને પહોંચાડે છે. તે સત્ય હકીકત બહાર આવી જ ગઈ છે.
ઈરાને પોતાની એરડીફેન્સ સિસ્ટીમ મજબૂત કરવા માટે ચીન પાસેથી ૩૦૦થી ૪૦૦ મેન-પોર્ટેબલ એર ડીફેન્સ સિસ્ટીમ ખરીદી છે. જેની કિંમત આશરે ૬૦થી ૭૦ મિલિયન ડોલર્સ (૫૦૦થી ૫૮૦ કરોડ રૂપિયા) આંકવામાં આવે છે. ઉપરાંત તે ચીન પાસેથી ક્યુ-ડબલ્યુ-૧૨ અને એફ.એન.-૧૬ શોલ્ડર ફાયર્ડ મિસાઇલ સીસ્ટીમ પણ ખરીદે છે. જે ઈરાનને અમેરિકી મિસાઇલ્સનો જવાબ દેવા માટે સક્ષમ છે.
ટ્રમ્પને પત્રકારોએ આ અંગે તેમની ઓવલ ઓફીસમાં પૂછ્યું ત્યારે તેઓએ આશ્ચર્ય અને નારાજગી બંને દર્શાવ્યું અને કહ્યું હતું કે શી-જિનપિંગે મને ખાતરી પૂર્વક કહ્યું હતું કે તેઓ ઈરાનને કોઈ શસ્ત્રો નહીં આપે. તેઓ જાણે છે કે જો તેઓ તેમ કરશે તો મને ઘણી નિરાશા થશે. તેઓ ૨૪ સપ્ટેમ્બરે મને મળવા આવી રહ્યાં છે.
પાકિસ્તાન અને ચીન બંને તે અહેવાલો અંગે સફાઈ આપી રહ્યાં છે. પાકિસ્તાની સેનાની મીડિયા-વિંગે આઈ.એસ.પી.આર. દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઈરાનને અમે શસ્ત્રો પહોંચાડીએ છીએ તે અહેવાલો ખોટા છે. ચીનના વિદેશ મંત્રાલયે પણ તે અહેવાલો ફગાવી દીધા છે. પરંતુ કોઈ પાકિસ્તાન કે ચીનની વાત માનવા તૈયાર નથી.









