હોર્મુઝ ખાડીમાં ઇરાને લગાવેલ માઇન્સ સાથે ટકરાતા ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તહેરાન: હોર્મુઝની ખાડીમાં માઇન્સ લગાવવામાં આવી છે જેની સાથે ટકરાવાથી ઓઇલ ટેન્કરમાં મોટો વિસ્ફોટ થયો હતો અને બાદમાં આગ લાગી હતી. ઇરાને ચેતવણી આપી હતી કે અમારા દ્વારા નક્કી કરાયેલા રૂટ સિવાય અન્ય કોઇ માર્ગેથી ટેન્કર પસાર કરવામાં આવ્યા તો ગંભીર પરિણામો આવી શકે છે અને તેના માટે અમારી કોઇ જવાબદારી નહીં રહે.
અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર હુમલા કરવામાં આવ્યા તે બાદ ઇરાને હોર્મુઝ ખાડીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સમુદ્રમાં જ માઇન્સ લગાવી દીધા હતા. આ માઇન્સ બહુ જ ભારે હોય છે પરંતુ જેવુ કોઇ જહાજ તેની સાથે ટકરાય કે તુરંત જ બ્લાસ્ટ થઇ જાય છે. ઇરાને આ અંગે ચેતવણી પણ જારી કરી હતી. હાલ જ્યારે અમેરિકા અને ઇરાન વચ્ચે હોર્મુઝ પર દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે ક્યા રૂટ પરથી જહાજ ચલાવવા તેને લઇને સંકટ જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે.
ગાઝાનો ડાટ વાળનારુ ઇઝરાયેલ હજુ પણ વેસ્ટ બેન્કમાં મોટું ઓપરેશન પાર પાડવાની ફિરાકમાં છે, ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તેની જાહેરાત કરી હતી. મીડિયા સાથે વાતચીતમાં નેતન્યાહુએ કહ્યું છે કે સુરક્ષાદળો વેસ્ટ બેન્કમાં ગામડાઓમાં જવા, તપાસ કરવા, હથિયારો જપ્ત કરવા સહિતના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં વેસ્ટ બેન્ક પર પોતાનું વર્ચસ્વ વધારવા પર ઇઝરાયેલ ધ્યાન આપી રહ્યું છે. હાલમાં ઇરાન અને અમેરિકાની વચ્ચે જમીની સ્તર પર યુદ્ધની સ્થિતિ હતી જે હવે સમુદ્રમાં પહોંચી ગઇ છે. હવે સમુદ્રમાં જ ઇરાન અને અમેરિકા સામસામે હુમલા કરી રહ્યા છે. ઇરાન તરફ જતા જહાજો પર અમેરિકા નજર રાખી રહ્યું છે અને નિયમો તોડવા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ અમેરિકાએ કહ્યું છે. ૨૫ જુલાઇ સુધીમાં ઇરાન તરફ આગળ વધી રહેલા ૧૨ વેપારી જહાજોનો રસ્તો બદલવો પડયો હતો.




