World

હવે રાતા સમુદ્ર સુધી યુદ્ધ પહોંચ્યું : હૂતીએ બે ટેન્કરો પર હુમલા કર્યા : યુએસે સતત 12મી રાતે ઇરાન પર હુમલા ચાલુ રાખ્યા

By GS Team
23 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકાએ સાઉદી અરબ સાથે નાગરિક પરમાણુ સંધિ કરતા ઈરાન ભડક્યું છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે, જ્યાં અમેરિકી સેનાએ સતત 12મી રાત્રીએ ઈરાન પર હુમલા કર્યા. ઈરાનના રામગીર અને અરબાઝ શહેરો તેમજ બુશહર પ્રાંતમાં મિસાઈલ હુમલા થયા, જેમાં 2ના મોત થયા. યમનના હૂતીઓએ રાતા સમુદ્રમાં નાકાબંધી કરી, જેના કારણે તણાવ વધુ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે રાતા સમુદ્ર સુધી યુદ્ધ પહોંચ્યું : હૂતીએ બે ટેન્કરો પર હુમલા કર્યા : યુએસે સતત 12મી રાતે ઇરાન પર હુમલા ચાલુ રાખ્યા

અમેરિકાએ સઉદી અરબ સાથે નાગરિક પરમાણુ સંધી કરી, યુએસના આ નિર્ણયથી ઇરાન વધુ ભડકશે તે નિશ્ચિત છે
નવી દિલ્હી : જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ મીડલ ઇસ્ટમાં યુધ્ધ ઉગ્ર અને ઉગ્ર બનતું જાય છે. અમેરિકી સેનાએ સતત ૧૨મી રાત્રીએ ઇરાન પર હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકી સેનાનું કહેવું છે કે આ હુમલાનો હેતુ ઇરાનની સેનાની તાકાત તોડવાનો છે. તેઓ જ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો ઉપર હુમલા કરે રાખે છે. આથી અમેરિકા હોર્મુઝ કંટ્રોલ કરવા માગે છે.
બીજી તરફ રાતા સમુદ્રમાં ઇરાનના યમન સહયોગી હૂતીએ નાકાબંધી શરૂ કરી દીધી છે. સઉદી અરબના તટ પાસે રહેલા બે ટેન્કરો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ હવે યુદ્ધ રાતા સમુદ્ર સુધી પહોંચ્યું છે.
અમેરિકાએ સઉદી અરબ સાથે નાગરિક પરમાણુ સંધી કરતાં ઇરાન ખરેખરું ભડકયું છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે બુધવારે સાંજે જાહેર કર્યુ હતું કે, અમેરિકાએ સતત ૧૨મી રાત્રીએ ઇરાન પર હુમલા ચાલુ રાખ્યા છે. તે સામે ઇરાનના સરકારી મીડીયો ગુરુવારે સવારે જણાવ્યું હતું કે દેશના દક્ષિણ- પશ્ચિમમા આવેલા રામગીર અને અરબાઝ શહેરો પર આતંકવાદી દુશ્મન અમેરિકાએ મિસાઇલ હુમલા કર્યા હતા. જયારે ગલ્ફ વિસ્તારમાં સમુદ્ર તટે રહેલા બુશહર પ્રાંતના અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાએ અમારા વિસ્તારમાં પણ મિસાઇલ હુમલા કર્યા છે.
ધી ગાર્ડીયનના રીપોર્ટ પ્રમાણે સ્ટુડન્ટસ ન્યુઝ નેટ વર્કે એક સલામતી અધિકારીનો હવાલો આપતાં જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ઇરાનમાં શાલમ-યેર બોર્ડર ક્રોસિંગ પર થયેલા અમેરિકી હુમલામાં બેનાં મૃત્યુ થયા હતા. અનેક ઘાયલ થયા છે.
બ્રિટિશ નેવલ સિકયોરીટી મોનીટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હૂતી વિપ્લવો દ્વારા રાતા સમુદ્રમાં નાકાબંધી કરવાની ઘોષણા કરી હતી. તે પછી રાતા સમુદ્રમાં એક ટેન્કર ઉપર કોઇ ચીજનો હુમલો થયો હતો. હૂતીે ત ેસાથે બીજા ટેન્કર ઉપર પણ થયેલા હુમલાની જવાબદારી લીધી છે.
ઇરાનના સમર્થક હૂતીએ બુધવારે જ શીપીંગ કંપનીઓને ચેતવણી આપી દીધી હતી કે જો તેઓ સઉદી અરબનાં બંદરોનો ઉપયોગ કરશે તો તેનાં ટેન્કરો ઉપર હુમલાનો ખતરો વધી જશે.
આ સામે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો હૂતી સઉદી અરબનાં બંદરોની ઘેરાબંધી કરશે તો અમે તેનો સામનો કરીશું.
દરમિયાન અમેરિકા સઉદી વચ્ચે ન્યુકિલયર ડીલ થઇ ગઇ છે. તે પ્રમાણે પરમાણુ શકિતનો ઉપયોગ નાગરિક હેતુઓ માટે ઉપયોગ કરવામાં અમેરિકા તેને સંપૂર્ણ સહાય કરશે.
ઉલ્લેખનીય છે કે આ સમજૂતી તેવે સમયે થઇ છે કે જયારે ઇરાનના પરમાણુ કાર્યક્રમને લીધે તો અમેરિકાએ તેની સામે યુદ્ધ શરૂ કર્યું છે. ઇરાન કહે છે કે, અમારો પરમાણુ કાર્યક્રમ શાંતિમય હેતુઓ જેવા કે વીજ-ઉત્પાદન માટે છે. છતા અમેરિકા અમારી ઉપર હુમલા કરે છે. તો બીજી તરફ સઉદી અરબસ્તાનને તેના પરમાણુ કાર્યક્રમ માટે સંપૂર્ણ સહાય આપવા અમેરિકા તૈયાર થયું છે. આ ભયંકર વિરોધાભાસ છે.
આમ ઇરાન વધુ ગિન્નાતા હવે યુધ્ધ વધુ વકરવાની પુરી શકયતા છે તેમ નિરીક્ષકોનું માનવું છે.