હવે હૂતીઓની એન્ટ્રી : તેલ સંકટ વધુ ભડક્યું, રાતા સમુદ્રનું એન્ટ્રી-પોઇન્ટ બંધ કરી દીધું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એડન અખાતનાં આ એન્ટ્રી પોઇન્ટનું નામ કઈ રીતે પડયું ?
હોર્મુઝ બંધ થતાં સઉદી અરબ રાતા સમુદ્ર માર્ગે તેલ વેચી રહ્યું છે, હૂતીને ઇરાન પૈસા અને શસ્ત્રો આપે છે : હૂતીએ બાબ-એલ-મંડેલ બંધ કરી દીધું
નવી દિલ્હી : અમેરિકા, ઇરાન યુધ્ધે ફરી યુદ્ધ વિફરતા હોર્મુઝમાંથી આવતું તેલ લગભગ બંધ થઈ ગયું છે. તેવામા ઇરાનનું સમર્થન પામેલા યમનના હૂતી બળવાખોરોએ અદનાન(એડન)ના અમાનનું એન્ટ્રી પોઇન્ટ બંધ કરી દેતા વિશ્વ તેલ સંકટ વધુ ગહેરાયું છે !
યમન સ્થિત હૂતીઓને ઇરાન જ પૈસા અને શસ્ત્રો આપે છે તે સર્વવિદિત છે તેમણે ઇરાનના સમર્થનમાં એડનનું એન્ટ્રી પોઇન્ટ પણ બંધ કરતાં વૈશ્વિક તેલ સંકટ વધુ ઘેરાયું છે. આ સાથે મધ્ય પૂર્વમાં એક નવો મોર્ચો ખુલ્યો છે. પરિણામે અસ્થિર ગ્લોબલ એનર્જી માર્કેટ ઉપર દબાણ વધી રહ્યું છે.
હૂતીની એન્ટ્રી એવે સમયે થઇ છે કે જયારે ઇરાન- અમેરિકા યુધ્ધ તીવ્રને તીવ્ર બનતું જાય છે. તેલ વાહક જહાજો જ નહીં અન્ય જહાજો પણ હોર્મુઝમાં આવન-જાવન કરી નથી શકતા. વિશ્વનો ૨૦ ટકા તેલ પૂરવઠો અત્યારે કપાઈ ગયો છે. તેલની વિશ્વભરમાં કિંમત વધી રહી છે.
ન્યૂયોર્ક ટાઇમ્સનો રિપોર્ટ જણાવે છે કે હૂતી સેનાના પ્રવકતા, યાહ્યાસરીમે સોમવારે રાત્રે ટીવી ઉપર આપેલા ભાષણમાં કહ્યું હતું કે આ પગલું સઉદી અરબની ઘેરા બંધી કરવા લેવામાં આવ્યું છે. બીજી તરફ અમેરિકાના ૩ સૈનિકોના આ યુધ્ધમાં મૃત્યુ થતાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી છે કે તમારે હવે ઘણી મોટી કિંમત ચુકવવી પડશે. તે સામે ઇરાન પણ તૈયાર છે.
બાબ-એલ-મંડેલ (આંસુની ખાડી) નામ એટલે અમારું છે કે અરબી સમુદ્રનું ઓછી ક્ષારવાળું પાણી ત્યાંથી વધુ ક્ષારના પાણી પર ધસી આવતાં સઉદી અરબના પશ્ચિમ તટ રહેલા પાણી તરફ ધસતાં તેમાંથી પસાર થતાં જહાજોના હલેસા મારતા નાવિકોની આંખમાં આંસુ આવી જતા હોઈ તે બાબ-એલ-મંડેલ (આંસુનો માર્ગ) તેવું નામ અપાયું છે.









