હવે નેપાળ જવું આવવું સરળ બની રહેશે યાત્રિકો માટે માત્ર ID કાર્ડ પૂરતું છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કાઠમંડુ: ભારત અને નેપાળ વચ્ચે રોજે રોજ હજ્જારો લોકો સીમા પર આવજા કરે છે. હવે તે આવન જાવનને પહેલાં કરતાં પણ સરળ બનાવવા બંને દેશો વચ્ચે વાતચીત ચાલે છે. નેપાળ સરકારે ભારતને સત્તાવાર રીતે અનુરોધ કર્યો છે કે તેનાં નવાં બાયોમેટ્રિક રાષ્ટ્રીય ઓળખપત્ર (શૈંઘ) બંને દેશો વચ્ચે એક માન્ય દસ્તાવેજ તરીકે સ્વીકારવાં. જો ભારત સરકાર તે સ્વીકારે તો નેપાળીઓને ભારતમાં આવવા જવા માટે વારંવાર પાસપોર્ટ કે નાગરિક પ્રમાણપત્ર સાથે રાખવાની જરૂર નહીં પડે. નેપાળના ઇમીગ્રેશન વિભાગના ડીરેકટર જનરલ રામચંદ્ર તિવારીએ કહ્યું હતું કે આ પ્રસ્તાવ વિદેશ મંત્રાલયે નવી દિલ્હી મોકલી આપ્યો છે. ભારતે હજી કોઈ જવાબ આપ્યો નથી.
તાજેતરમાં જ કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસનું એક પ્રતિનિધિ મંડળ નેપાળના ઇમીગ્રેશન વિભાગના અધિકારીઓને મળ્યું હતું અને ભારતથી નેપાળ જવા આવવા અંગે સરળતા કરી આપવા અનુરોધ કર્યો હતો તે મુજબ નેપાળ જવા આવવા માટે ભારતીયોને પણ બાયોમેટ્રિક નેશનલ આઈડીકાર્ડ (શૈંઘ) પૂરતું ગણવા જણાવ્યું હતું. નેપાળ સરકારનો તે અંગે સકારાત્મક પ્રતિભાવ પણ હતો. જો આમ થાય તો બંને દેશો વચ્ચે આવન જાવન સરળ બની રહે. પાસપોર્ટની જરૂર જ ન રહે. બંને દેશોના નાગરિકોને એક બીજા દેશમાં જવા આવવા વીસાને બદલે માત્ર પરમિટ પૂરતી છે. પરંતુ જમીન મારગે નેપાળ જવા માગતા ભારતીયોએ સટીક ડેટા રાખવો માથાકૂટ ભર્યુ છે. તે હવે નહીં રહે.
હવાઈ માર્ગે તો બંને દેશોના નાગરિકો માટે ડેટા બેઝ્ડ એનઆઈડી કાર્ડ સ્વીકાર્ય છે. જે હવે જમીન માર્ગે પણ નેપાળ જતા આવતા સૌ કોઈને લાગુ પડશે. તેથી જમીન માર્ગે જવું આવવું પણ સરળ બનશે.
નેપાળનો ૮૦ ટકા જેટલો વિદેશ વ્યાપાર ભારત સાથે જ છે. ભારતીયોની નેપાળ યાત્રા નેપાળીઓ માટે આર્થિક રીતે ઘણી સહાયરૂપ છે. સૌથી મહત્ત્વની વાત તે છે બંને દેશો ભૌગોલિક, સામાજિક અને ધાર્મિક રીતે પ્રાચીન યુગથી જોડાયેલા છે.તે બાબત સરકાર જાણે છે. બંને દેશો સુપર ફાસ્ટ હાઈવેથી જોડાઈ રહ્યા છે.









