World

ઈરાન પરના હુમલા બાદ કિમ જોંગ ઉનનું નિવેદન: પરમાણુ હથિયારો રાખવાનો અમારો નિર્ણય સાચો હતો

By GS TEAM
24 Mar 20262 mins read
TukuTouch Logo
નોર્થ કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને દેશ પાસે પરમાણુ હથિયારો હોવા અંગે ખુશી વ્યક્ત કરતા અમેરિકા અને ઈઝરાયલ પર આકરા પ્રહાર કર્યા છે. સરકારી મીડિયાના અહેવાલ મુજબ, કિમે સંસદમાં આપેલા લાંબા ભાષણમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ઈરાન પર થયેલા હુમલાઓ એ સાબિત કરે છે કે નોર્થ કોરિયાએ પરમાણુ હથિયારો બનાવવાનો જે નિર્ણય લીધો હતો તે એકદમ સાચો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે આજની દુનિયામાં માત્ર મજબૂત સૈન્ય તાકાત જ કોઈ પણ દેશની સુરક્ષાની ગેરંટી આપી શકે છે. આ સાથે જ કિમે સાઉથ કોરિયાને પોતાનો સૌથી મોટો દુશ્મન ગણાવીને તેને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવાની અને જરૂર પડ્યે કડક સજા કરવાની ચેતવણી પણ આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન પરના હુમલા બાદ કિમ જોંગ ઉનનું નિવેદન: પરમાણુ હથિયારો રાખવાનો અમારો નિર્ણય સાચો હતો
(IMAGE - IANS)

Kim Jong Un Defends Nuclear Arsenal: નોર્થ કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને દેશ પાસે પરમાણુ હથિયારો હોવા અંગે ખુશી વ્યક્ત કરતા અમેરિકા અને ઈઝરાયલ પર આકરા પ્રહાર કર્યા છે. સરકારી મીડિયાના અહેવાલ મુજબ, કિમે સંસદમાં આપેલા લાંબા ભાષણમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ઈરાન પર થયેલા હુમલાઓ એ સાબિત કરે છે કે નોર્થ કોરિયાએ પરમાણુ હથિયારો બનાવવાનો જે નિર્ણય લીધો હતો તે એકદમ સાચો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે આજની દુનિયામાં માત્ર મજબૂત સૈન્ય તાકાત જ કોઈ પણ દેશની સુરક્ષાની ગેરંટી આપી શકે છે. આ સાથે જ કિમે સાઉથ કોરિયાને પોતાનો સૌથી મોટો દુશ્મન ગણાવીને તેને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવાની અને જરૂર પડ્યે કડક સજા કરવાની ચેતવણી પણ આપી છે.

2019ની નિષ્ફળતા બાદ પરમાણુ શક્તિમાં વધારો

કિમ જોંગ ઉને વર્ષ 2019માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત નિષ્ફળ ગયા પછી પરમાણુ શક્તિ વધારવાના નિર્ણયને તેમનું સૌથી શ્રેષ્ઠ કદમ ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે નોર્થ કોરિયા હવે અમેરિકા વિરુદ્ધના એકજૂથ મોરચામાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે. જોકે, તેમણે ટ્રમ્પનું નામ સીધું લીધું ન હતું, પરંતુ એટલું જરૂર કહ્યું કે વિરોધીઓ શાંતિ ઈચ્છે છે કે સંઘર્ષ, તે તેમના પર નિર્ભર છે. નોર્થ કોરિયા હવે વધુ શક્તિશાળી મિસાઈલો અને પરમાણુ હથિયારો બનાવીને પોતાની સુરક્ષા અભેદ્ય કરવા માંગે છે, જેથી તે આર્થિક વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે.

આ પણ વાંચો: યુદ્ધનો અંત નજીક? ઈરાનના મોજતબા ખામેનેઈ ટ્રમ્પ સાથે વાતચીત કરવા રાજી: રિપોર્ટ

પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્ર તરીકે સત્તાવાર માન્યતાની માંગ

નોંધનીય છે કે નોર્થ' કોરિયા પાસે હાલમાં અમેરિકા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવતી 'હ્વાસૉંગ-15' અને 'હ્વાસૉંગ-18' જેવી ખતરનાક આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલો(ICBM) છે, જેની રેન્જ 10,000થી 15,000 કિલોમીટર સુધીની માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, નોર્થ કોરિયા પાસે લગભગ 50થી 100 જેટલા પરમાણુ હથિયારો લઈ જઈ શકે તેવી મિસાઈલો હોઈ શકે છે. કિમે લીબિયા અને ઈરાકનું ઉદાહરણ આપતા કહ્યું કે જો તેમની પાસે પરમાણુ શક્તિ હોત તો તેમનો અંત આવો ન આવ્યો હોત. હવે જ્યારે ટ્રમ્પ ફરીથી સત્તામાં આવ્યા છે, ત્યારે કિમે સ્પષ્ટ કર્યું છે કે વાતચીત ત્યારે જ શક્ય છે જ્યારે અમેરિકા સત્તાવાર રીતે નોર્થ કોરિયાને પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્ર તરીકે માન્યતા આપે.