ઉત્તર કોરિયાએ એવી મિસાઈલ છોડી કે અમેરિકા-જાપાન પણ હચમચી ગયા, પાડોશી દેશે વાંધો ઊઠાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

North Korea Missile test News : કિંમ જોંગનું ઉત્તર કોરિયા ક્યારે શું કરશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે. આ વખતે ઉ.કોરિયાએ એવી મિસાઇલનું પરીક્ષણ કર્યું કે પાડોશી દેશો સહિત જાપાન અને અમેરિકા પણ હચમચી ગયા. કિમ જોંગના દેશે રવિવારે પૂર્વ કિનારેથી થોડા જ કલાકોના અંતરમાં બે શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલો એક પછી એક લોન્ચ કરીને કોરિયન પ્રાયદ્વીપમાં ફરી એકવાર તણાવ વધારી દીધો છે.
અઠવાડિયામાં જ બીજું મિસાઈલ પરીક્ષણ
આ અઠવાડિયાની અંદર ઉત્તર કોરિયાનું આ બીજું મિસાઈલ પરીક્ષણ હતું. દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વૉનસન વિસ્તારમાંથી લોન્ચ કરાયેલી આ મિસાઈલોમાંથી પહેલી મિસાઈલે લગભગ 450 કિલોમીટર અને બીજી મિસાઈલે 600 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું હતું. દક્ષિણ કોરિયન સેનાનું અનુમાન છે કે આ મિસાઈલો હ્યાસોંગ-11 સીરિઝની હોઈ શકે છે.
છેક જાપાનના છેડા સુધી પહોંચી મિસાઈલ
આ મિસાઈલો પૈકીની એક મિસાઈલ જાપાનના વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ) સુધી પહોંચતા પહેલા સમુદ્રમાં જઈને પડી હતી. આ ગંભીર ઘટનાને પગલે અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. દક્ષિણ કોરિયા અને જાપાન દ્વારા આ હરકતનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે આ પરીક્ષણને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રસ્તાવોનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. જાપાનના રક્ષા મંત્રી શિંજિરો કોઇઝુમીએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઉત્તર કોરિયાની આ કાર્યવાહી ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયની શાંતિ અને સુરક્ષા માટે મોટો ખતરો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન દ્વારા કરવામાં આવેલા સંયુક્ત સૈન્ય અભ્યાસો સામે ઉત્તર કોરિયાએ નારાજગી વ્યક્ત કરી હતી. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે તાજેતરમાં જ અમેરિકાની આગેવાની હેઠળના સૈન્ય અભ્યાસોને તણાવનું કારણ ગણાવ્યું હતું અને પોતાના પરમાણુ શસ્ત્રો મજબૂત કરવાની નીતિમાં કોઈ ફેરફાર નહીં થાય તેવો દાવો કર્યો હતો.




