World

ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું ટેન્શન વધાર્યું કટ્ટર દુશ્મને! ઘાતક હથિયાર તૈયાર કરી રહ્યા હોવાનો ખુલાસો

By GS TEAM
2 Apr 20263 mins read
TukuTouch Logo
ઈરાન-અમેરિકા યુદ્ધથી આખા વિશ્વમાં ભયનો માહોલ છે. મિડલ-ઈસ્ટ યુદ્ધની આગમાં લપેટાઈ ગયું છે. વિશ્વભરમાં ઓઇલ અને ગેસની અછત સર્જાઈ છે. ઇંધણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. તેમ છતાં અમેરિકા હજુ પણ ઈરાન યુદ્ધમાં સીઝફાયર કરવા માટે તૈયાર નથી. અમેરિકા ઈરાન સાથે પોતાની શરતો પર ડીલ કરવા માગે છે અને ઈરાન પોતાની શરતો સાથે ડીલ કરવા માગે છે. બંનેની લડાઈમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નવું ટેન્શન મળ્યું છે. ટ્રમ્પનું આ ટેન્શન કોઈ બીજાએ નહીં પરંતુ વિશ્વના સૌથી ખૂંખાર તાનાશાહ કિમ જોંગ ઉને વધાર્યું છે. ઈરાન યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયાએ વિધ્વંસક ખેલ કરી દીધો છે. સેટેલાઇટ તસવીરો પરથી જાણવા મળ્યું છે કે ઉત્તર કોરિયા ઝડપથી તેનું ત્રીજું 5,000 ટનનું ડિસ્ટ્રોયર બનાવી રહ્યું છે. અહીં એ જણાવવું મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકા અને ઉત્તર કોરિયા એક-બીજાના કટ્ટર દુશ્મન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું ટેન્શન વધાર્યું કટ્ટર દુશ્મને! ઘાતક હથિયાર તૈયાર કરી રહ્યા હોવાનો ખુલાસો

Amidst The Iran War Trump's Fiercest Enemy Increases Tension: ઈરાન-અમેરિકા યુદ્ધથી આખા વિશ્વમાં ભયનો માહોલ છે. મિડલ-ઈસ્ટ યુદ્ધની આગમાં લપેટાઈ ગયું છે. વિશ્વભરમાં ઓઇલ અને ગેસની અછત સર્જાઈ છે. ઇંધણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. તેમ છતાં અમેરિકા હજુ પણ ઈરાન યુદ્ધમાં સીઝફાયર કરવા માટે તૈયાર નથી. અમેરિકા ઈરાન સાથે પોતાની શરતો પર ડીલ કરવા માગે છે અને ઈરાન પોતાની શરતો સાથે ડીલ કરવા માગે છે. બંનેની લડાઈમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નવું ટેન્શન મળ્યું છે. ટ્રમ્પનું આ ટેન્શન કોઈ બીજાએ નહીં પરંતુ વિશ્વના સૌથી ખૂંખાર તાનાશાહ કિમ જોંગ ઉને વધાર્યું છે. ઈરાન યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયાએ વિધ્વંસક ખેલ કરી દીધો છે. સેટેલાઇટ તસવીરો પરથી જાણવા મળ્યું છે કે ઉત્તર કોરિયા ઝડપથી તેનું ત્રીજું 5,000 ટનનું ડિસ્ટ્રોયર બનાવી રહ્યું છે. અહીં એ જણાવવું મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકા અને ઉત્તર કોરિયા એક-બીજાના કટ્ટર દુશ્મન છે. 

કિમ જોંગ ઉનનો આદેશ

વાસ્તવમાં દક્ષિણ કોરિયાના એક સાંસદે ગુરુવારે કહ્યું કે ઉત્તર કોરિયા પોતાના ત્રીજા 5,000 ટનના ચો હ્યુન-ક્લાસ ડિસ્ટ્રોયરનું ઝડપથી નિર્માણ કરી રહ્યું છે કારણ કે પ્યોંગયાંગ પોતાની નૌકાદળ શક્તિને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને ગત વર્ષે આવા બે યુદ્ધ જહાજો લોન્ચ કર્યા બાદ 10 ઑક્ટોબરે શાસક પક્ષની સ્થાપના વર્ષગાંઠ સુધીમાં વધુ એક 5,000 ટનના બહુહેતુક ડિસ્ટ્રોયરના નિર્માણનો આદેશ આપ્યો હતો.

પીપલ્સ પાવર પાર્ટીના પ્રતિનિધિ યૂ યોંગ-વોને 12-28 માર્ચ વચ્ચે અમેરિકા સ્થિત સેટેલાઇટ ઇન્ટેલિજન્સ કંપની વેન્ટોર દ્વારા લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરોનો હવાલો આપ્યો છે. તેમણે કહ્યું કે, પશ્ચિમી બંદર શહેર નામ્ફોમાં એક શિપયાર્ડમાં ઉત્તર કોરિયાના ત્રીજા યુદ્ધ જહાજની નજીક મોટા ક્રેન અને ક્રેન જહાજો કામ કરતાં જોવા મળ્યા. યૂએ કહ્યું કે, ઉત્તર કોરિયા યુદ્ધ જહાજ બનાવવાના અંતિમ તબક્કામાં હોય તેવું લાગે છે. મોટા ક્રેનનો ઉપયોગ સુપરસ્ટ્રક્ચર જેમ કે મોટા બ્લોક, રડાર અને હથિયાર પ્રણાલીઓ ઉઠાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

સેટેલાઇટ તસવીરોથી થયો ખુલાસો

સેટેલાઇટ તસવીરોમાં ગત વર્ષે એપ્રિલમાં લોન્ચ થયા બાદ પહેલા ચો હ્યુન ડિસ્ટ્રોયરને તહેનાત કરવાની તૈયારીઓના સંકેત પણ જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં એ પણ સંકેત મળી રહ્યા છે કે, જહાજનું એન્જિન ચાલી રહ્યું છે, કારણ કે તેના એક્ઝોસ્ટ પોર્ટમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. એક ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, ક્રેનની ગતિવિધિઓ જોવા મળી છે, જે સૂચવે છે કે યુદ્ધ જહાજ પર વધારાના હથિયાર લગાવવામાં આવ્યા છે. યૂએ કહ્યું કે, ઉત્તર કોરિયા રશિયાની લશ્કરી તકનીકી સહાયના દમ પર પોતાના નૌકાદળના આધુનિકીકરણને વેગ આપી રહ્યું હોય તેવું લાગે છે.

આ પણ વાંચો: ખતરાની ઘંટડી: એશિયામાં 1 એપ્રિલથી ઓઇલ નહીં પહોંચે! જે.પી. મોર્ગનનો દાવો, ભારત પર અસર થશે?

ઉત્તર કોરિયાનું ત્રીજું ડિસ્ટ્રોયર

નોંધનીય છે કે, આ ડિસ્ટ્રોયર 5,000 ટનના યુદ્ધ જહાજોના નવા વર્ગનો હિસ્સો છે. તેને ઉત્તર કોરિયાના કાફલામાં સૌથી અદ્યતન સપાટી યુદ્ધ જહાજો માનવામાં આવે છે. આ વર્ગના અગાઉના જહાજો જેમ કે મુખ્ય જહાજ ચો હ્યુન અને બીજું જહાજ કાંગ કોન પહેલાથી જ લોન્ચ કરવામાં આવી ચૂક્યું છે. જો કે, તેમની ઓપરેશનલ તૈયારી હજું પણ તપાસના દાયરામાં છે.