શાંતિનું નોબેલ જીતનાર મચાડોને ટ્રમ્પના શત્રુ દેશની ધમકી, 'જો ઍવૉર્ડ લેવા જશો તો...'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image: IANS |
Nobel Peace Prize: 2025નો શાંતિનો નોબેલ પુરસ્કાર વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોએ જીત્યો છે. નોબેલ પુરસ્કાર દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 ડિસેમ્બરે ઓસ્લોના સિટી હૉલમાં આયોજિત ઇવેન્ટમાં આપવામાં આવશે. મારિયા દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવીને ખુશ છે અને તેમણે કહ્યું કે, તેઓ પુરસ્કાર લેવા માટે નૉર્વે જશે. પરંતુ, વેનેઝુએલાના એટર્ની જનરલે ચેતવણી આપી છે કે, અનેક ગુનાહિત કેસોમાં જેલમાં રહેલા મચાડો જો દેશની બહાર જાય છે તો તેમને ફરાર જાહેર કરી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ ટેરિફ પર વિવાદનો અંત? અમેરિકાએ કહ્યું- ટૂંક સમયમાં જાહેરાત, ભારતે પણ આપ્યા સંકેત
મચાડો વેનેઝુએલામાં લોકતંત્ર અને માનવાધિકારો માટે સંઘર્ષ કરે છે. સરકારે તેમની સામે અનેક ગુનાહિત કેસ દાખલ કર્યા છે, જેમાં આતંકવાદ સાથે જોડાયેલા આરોપો પણ સામેલ છે. 58 વર્ષના મચાડોએ જણાવ્યું કે, તેઓ વેનેઝુએલામાં સંતાઇને રહેતા. ગત અઠવાડિયે તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ 10 ડિસેમ્બરે આયોજિત સમારોહ માટે નૉર્વેની રાજધાની ઓસ્લોમાં જવા ઇચ્છે છે.
વેનેઝુએલાના એટર્ની જનરલે આપી ચેતવણી
અહેવાલો અનુસાર, વેનેઝુએલાના એટર્ની જનરલ, તારેક વિલિયમ સાબે ચેતવણી આપી છે કે, મચાડો અનેક ગુનાહિત કેસોનો સામનો કરી રહ્યા છે અને જો તે પુરસ્કાર માટે વિદેશ જાય છે, તો તેમને 'ફરાર' જાહેર કરવામાં આવશે. તેમના પર કાવતરું, નફરત ફેલાવવી અને આતંકવાદ જેવા ગંભીર આરોપ છે.
અમેરિકાને સમર્થન આપવાના મુદ્દા પર નિશાના પર છે મચાડો
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મચાડો કેરેબિયન સાગરની આસપાસ અમેરિકન સૈન્ય દળોની તૈનાતીને સમર્થન આપે છે. જેના કારણે તેમના સામે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના, ગુંદર બનાવતી ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ, 15 કર્મચારીના મોત
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની સરકાર વિરુદ્ધ 'એન્ટી ડ્રગ મિશન' અંતર્ગત વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજ, યુદ્ધ જહાજ અને ફાઇટર જેટ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા છે. જોકે, પ્રમુખ નિકોલસ માદુરોનો દાવો છે કે, ટ્રમ્પનું આ પગલું તેમની વામપંથી સરકારને તોડી પાડવાનો પ્રયાસ છે.
અમેરિકન પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે વેનેઝુએલા
તેલથી સમૃદ્ધ આ દક્ષિણ અમેરિકન દેશ 2015થી અમેરિકન પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે. 2017માં પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે સાર્વજનિક રૂપે વેનેઝુએલા પર સૈન્ય હુમલો કરવાનો સંકેત આપ્યો છે. પોતાના બીજા કાર્યકાળમાં તેઓ વેનેઝુએલા પર અધિક હુમલાવર થઈ ગયા છે.
ટ્રમ્પ વહીવટી તંત્રએ માદુરો પર ડ્રગ કાર્ટેલનો આરોપ લગાવતા કથિત ડ્રગ બોટ્સ પર કાર્યવાહી પણ કરી છે. અહેવાલો અનુસાર, કેરેબિયન અને પ્રશાંત ક્ષેત્રમાં કથિત ડ્રગ બોટ્સ પર અમેરિકન હુમલામાં ઓછામાં ઓછા 83 લોકોના મૃત્યુ થયા છે. માદુરોની સરકારે આ જહાજ પર કરાયેલા અમેરિકન હુમલાને ગેરકાયદે કરાયેલી હત્યા કરાર કરી.









