World

ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબાના કોઈ સુરાગ નથી : ક્યાં ગાયબ થઇ ગયા ?

By GS Team
31 Jul 20263 mins read
TukuTouch Logo
ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઇ છેલ્લા 5 મહિનાથી ક્યાં છે તે પ્રશ્ન અમેરિકા અને ઈઝરાયેલની જાસૂસી સંસ્થાઓ CIA અને મોસાદને મૂંઝવી રહ્યો છે. ફેબ્રુઆરીમાં થયેલા હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારથી જાહેરમાં દેખાયા નથી. તેઓ ગુપ્ત સ્થળેથી લેખિત આદેશો મોકલે છે, પરંતુ તેમનું ચોક્કસ સ્થાન અજાણ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબાના કોઈ સુરાગ નથી : ક્યાં ગાયબ થઇ ગયા ?
  • મોસાદ સીઆઈએ બધા જ મૂંઝવણમાં
  • મોજતબા વારંવાર લિખિત હુક્મો આપતા રહે છે પરંતુ જાહેરમાં ક્યાંયે જોવા મળતા નથી : ગુપ્ત સ્થળ ક્યાં રહેલું છે ?

નવી દિલ્હી : ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઇ છે ક્યાં ? છેલ્લા પાંચ મહિનાથી આ પ્રશ્ન અમેરિકા અને ઇઝરાયલ બધા ને મુંઝવે છે. અનેક પ્રયત્નો કરવા છતાં અમેરિકાની ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સીઆઈએ કે તેટલી જ કટ્ટર ઇઝરાયલી જાસૂસી સંસ્થા મોશાદને પણ અનેક પ્રયત્નો કરવા છતાં મોજતબાનો કોઈ સુરાગ મળતો નથી. સવાલ તે ઊઠે છે કે તેઓ હવામાં જ ગાયબ થઇ ગયા ?
ના, પણ તેવું ન હોઈ શકે, તેઓ તરફથી વારંવાર લિખિત રીતે હુક્મો મળતા જ રહે છે. આ સૌથી મોટો મુંઝવતો પ્રશ્ન છે. ગયા ફેબુ્રઆરી માસમાં અમેરિકી અને ઇઝરાયલી સૈન્યના હુમલાના પહેલે જ દિવસે તે સમયના ઇરાનના સર્વોચ્ચ નેતા અને મોજતબાના પિતા આયાતોલ્લાહ, અલી સામે તે મૃત્યુ પામ્યા હતા, તેમના પુત્રી અને જમાઈ પણ તેમની સાથે મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે મોજતબા ગંભીર રીતે ઘાયલ થયા હતા. કેટલાક રીપોર્ટમાં તો તેઓ પણ તે હુમલામાં મૃત્યુ પામ્યા હોવાની આશંકા દર્શાવે છે.
પિતાનાં મૃત્યુ પછી મોજતબાને ઇરાનના સર્વોચ્ચ નેતા પદે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. પરંતુ તે પછી પાંચ પાંચ મહિના વીતી ગયા હોવા છતાં પણ મોજતબા જાહેરમાં જોવા મળતા નથી. તેઓ પોતાના પિતાના જનાજામાં પણ સામેલ ન હતા.
અમેરિકી અને ઇઝરાયલી જાસૂસી સંસ્થાઓ તેમ પણ કહે છે કે, તેઓ ટેલીવિઝન પર પણ દેખાતા નથી. તેઓ ક્યાં છે તેનો કોઈ પત્તો નથી, કે ન કોઈ ડીજીટલ ફૂટ પ્રિંટ મળી. આ સ્થિતિમાં તેમનું છુપાવાનું સ્થળ શોધવું અસંભવ સમાન છે. સીઆઈએ અને મોશાદ કહે છે કે પાંચ મહિનાથી કોઈ ફોન કે લેપટોપ મેસેજ કે ડીજીટલ ફૂટ પ્રિન્ટ પણ મળતી નથી. તેઓ ગુપ્ત સ્થળેથી નોટ વિશ્વાસપાત્ર તેવા આઈઆરજીસીના એક સૈનિકને આપે છે જે બીજાને આપે છે, બીજો ત્રીજાને આપે છે. આમ છએક સૈનિકો દ્વારા તેમને જે ખબર પહોંચાડાયેલી હોય છે તે પરથી આ રીતે તેઓ તેમના હુક્મો મોકલે છે. તેઓ ખૂબ ઊંડે રહેલી સુરંગમાં રહે છે. જે ઇરાનનાં પવિત્ર શહેર કૉમ પાસે આવેલ છે.
ઇરાનના પ્રમુખ પેઝેશ્કીયાએ દાવો કર્યો હતો કે તેઓ મોજતબાને મળ્યા હતા. તેમ છતાં સત્ય હકીકત તે છે કે તે સુરંગ એક્ઝેક્ટલી ક્યાં આવેલી છે અને મોજતબાને સુરંગનાં નેટવર્ક પૈકી કયા ભાગમાં છે તે કોઈ જાણતું નથી. વળી પેઝેશ્કીયાનના દાવાનો કોઈ પુરાવો નથી. એક મત તેવો પણ છે કે તે બધી નોટ્સ (ચીઠ્ઠી પર લખેલા આદેશો) જ બનાવટી અને ઊભા કરાયેલા હોઈ શકે. કદાચ મોજતબા જીવંત ન પણ હોય. અત્યારે ઇરાનમાં સ્થિતિ તેવી છે કે વાસ્તવમાં કોણ સાચા અર્થમાં રાજ કરે છે તે જાણી શકાય તેમ નથી. સંભવ તે પણ છે કે તેનાં ભૂમિદળ તથા ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સ (આઈઆરજીસી)ના નેતાઓ જ રાજ ચલાવે છે અને સતત યુદ્ધ કરતા રહે છે. વાસ્તવમાં ઇરાનમાં યુદ્ધ સિવાય બીજું બધું તો પોતાની મેળે ચાલ્યા કરે છે. તે સાથે મોજતબા ખામેનેઇ ફરતું રહસ્ય ઘૂંટાતું રહે છે.