Get The App

નાઈજીરિયામાં મોટી દુર્ઘટના: ખાણમાં ઝેરી ગેસ લીકેજ થતાં બ્લાસ્ટ, 37 શ્રમિકોના મોત, અનેક ઘાયલ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
નાઈજીરિયામાં મોટી દુર્ઘટના: ખાણમાં ઝેરી ગેસ લીકેજ થતાં બ્લાસ્ટ, 37 શ્રમિકોના મોત, અનેક ઘાયલ 1 - image


Nigeria Gas Explosion: નાઇજીરિયાની એક ખાણમાં ઝેરી ગેસના કારણે 37 લોકોના મોત થયા છે. જ્યારે ગેસ લીકેજના કારણે પ્રભાવિત થયેલા અન્ય 26 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના બુધવારે સવારે વાસે લોકલ સરકારી વિસ્તારમાં આવેલા જુરાક કમ્યુનિટીના સોલિડ માઈનિંગ કંપની દ્વારા ચલાવવાઈ રહેલી સાઈટ પર થઈ. જેમાં જમીનની નીચે ખાણ કામ કરી રહેલા કામદારો ગેસ લીકેજ અને બાદમાં થયેલા વિસ્ફોટની ચપેટમાં આવી ગયા. 

મૃતકોમાં મોટાભાગના યુવાનો

પ્રાથમિક રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે ઝેરી ગેસ જમીન નીચે આવેલી સુરંગમાં જમા થયો હતો, અચાનક જ તેમાં વિસ્ફોટ થતાં આ ઘટના સર્જાઇ છે. જેનું મુખ્ય કારણ કાર્બન મોનોઑક્સાઇડ હોવાનું ખૂલ્યું છે. મોતને ભેટેલા મોટા ભાગના કામદારો 20 થી લઈને 35 વર્ષ સુધીના યુવાનો હતા. 

આ પણ વાંચો: બ્રિટનના પૂર્વ પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ, સરકારી પદના દુરુપયોગનો આરોપ; એપસ્ટિન ફાઈલ્સમાં હતું નામ

અન્ય 26ની તબિયત નાદુરસ્ત

હાલ જે 26 લોકોનો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના કામદારોની હાલત નાજુક છે. કારણ કે ઝેરી ગેસમાં શ્વાસ લેવાથી શરીરની અંદર ગંભીર અસર થઈ છે. સમગ્ર દુર્ઘટના મામલે એક ટીમની રચના કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે સાઈટ પર કઈ કઈ વસ્તુનું ખનન થઈ રહ્યું હતું.