World

'ગમે તે થાય હમાસના તમામ હથિયારો ઝૂંટવી લઈશું...' શાંતિ સમજૂતિ વચ્ચે નેતન્યાહૂની જાહેરાત

By GS TEAM
5 Oct 20252 mins read
TukuTouch Logo
ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે (5 ઓક્ટોબર) હમાસને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, હમાસને કાં તો સરળ રીતે અથવા કઠોરતાથી તેના દરેક હથિયાર ઝૂંટવી લઇશું. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પેલેસ્ટાઇન સંગઠન હમાસે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાના કેટલાક ભાગોને સ્વીકારી લીધા છે, જેમાં તમામ બંધકોની મુક્તિનો પણ સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગમે તે થાય હમાસના તમામ હથિયારો ઝૂંટવી લઈશું...' શાંતિ સમજૂતિ વચ્ચે નેતન્યાહૂની જાહેરાત

Israel-Hamas War: ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે (5 ઓક્ટોબર) હમાસને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, હમાસને કાં તો સરળ રીતે અથવા કઠોરતાથી તેના દરેક હથિયાર ઝૂંટવી લઇશું. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પેલેસ્ટાઇન સંગઠન હમાસે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાના કેટલાક ભાગોને સ્વીકારી લીધા છે, જેમાં તમામ બંધકોની મુક્તિનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ શું ભારત રશિયાથી અંતર જાળવવા લાગ્યું છે? ટ્રમ્પના ખાસ અમેરિકન રાજદૂતનો મોટો દાવો

નેતન્યાહૂએ ભારપૂર્વક કહ્યું કે, ગાઝામાંથી ઈઝરાયલની સંપૂર્ણ સૈન્ય વાપસી નહીં થાય અને આ ક્ષેત્ર હજુ પણ ઈઝરાયલના નિયંત્રણ હેઠળ રહેશે. ઈઝરાયલની સેના ગાઝામાં જે વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે, તે જાળવી રાખશે. યોજનાના બીજા તબક્કામાં હમાસને કાં તો રાજદ્વારી રીતે (Diplomatically) અથવા અમારી સૈન્ય કાર્યવાહી દ્વારા નિઃશસ્ત્ર કરવામાં આવશે. કાં તો સરળ રસ્તે અથવા કઠોર વલણથી પણ તેનો નિકાલ લાવવામાં આવશે.'

બંધકોની મુક્તિની આશા

નેતન્યાહૂએ આશા વ્યક્ત કરી કે, આવનારા થોડા દિવસોમાં ગાઝામાંથી તમામ ઈઝરાયલી બંધકોની મુક્તિની જાહેરાત થઈ શકશે. તેમણે કહ્યું કે, 'અમે એક ખૂબ મોટી ઉપલબ્ધિના આરે છીએ. જોકે, અહીં અંત નથી. પરંતુ, અમે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. મને આશા છે કે સુક્કોત પર્વ દરમિયાન હું તમામ બંધકોની વાપસીની ઘોષણા કરી શકીશ. ઈઝરાયલી સેના (IDF) હજુ પણ ગાઝા પટ્ટીના ભાગોમાં તૈનાત છે અને ત્યાં નિયંત્રણ જાળવી રાખ્યું છે.'

હમાસે ટ્રમ્પની યોજનાના ભાગો સ્વીકાર્યા

શુક્રવાર (3 ઓક્ટોબર) રાત્રે હમાસે ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાના કેટલાક ભાગોને મંજૂરી આપી, જેમાં યુદ્ધ સમાપ્તિ, ઈઝરાયલની તબક્કાવાર વાપસી, ઈઝરાયલી બંધકો અને પેલેસ્ટાઇનના કેદીઓની મુક્તિ, ગાઝામાં રાહત-પુનર્નિર્માણ કાર્ય અને પેલેસ્ટાઇનને ક્ષેત્રમાંથી નિષ્કાસન ન આપવાના વચનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી મોટો ઝટકો, પોર્ટલેન્ડમાં સૈન્ય તહેનાતીના આદેશ સામે કોર્ટે રોક લગાવી

આ પહેલા ટ્રમ્પે હમાસને અંતિમ ચેતવણી આપી હતી કે, તે રવિવાર સાંજે 6 વાગ્યા (અમેરિકન સમય મુજબ) સુધીમાં પ્રસ્તાવ સ્વીકારે, નહીં તો વિનાશ થઈ જશે.

ટ્રમ્પનો દાવો: ઈઝરાયલ પ્રારંભિક વાપસી રેખા પર સહમત

ચેતવણીના થોડા કલાકો પછી ઈઝરાયલે ગાઝા પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં છ લોકોના મોત થયા હતા. રવિવારે ટ્રમ્પે દાવો કર્યો કે ઈઝરાયલ પ્રારંભિક વાપસી રેખા (Initial Withdrawal Line) પર સહમત થઈ ગયું છે અને જેવું હમાસ તેની પુષ્ટિ કરશે, તરત જ યુદ્ધવિરામ લાગુ થઈ જશે.

ટ્રમ્પે કહ્યું કે, 'અમે જે રેખા નક્કી કરી છે, તેના પર ઈઝરાયલ સહમત થઈ ગયું છે. જ્યારે હમાસ પુષ્ટિ કરશે, યુદ્ધવિરામ તરત લાગુ થશે. ત્યારબાદ બંધક અને કેદીઓની વાપસી શરૂ થશે અને આ 3,000 વર્ષ જૂના સંઘર્ષના અંતની દિશામાં મોટું પગલું હશે.'