World

શું ભારત રશિયાથી અંતર જાળવવા લાગ્યું છે? ટ્રમ્પના ખાસ અમેરિકન રાજદૂતનો મોટો દાવો

By GS TEAM
5 Oct 20252 mins read
TukuTouch Logo
અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ (USTR) જેમિસન ગ્રીયરે ન્યૂયોર્કના ઇકોનોમિક ક્લબમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ભારતે રશિયાથી ઊર્જા પુરવઠા પરની નિર્ભરતા ઘટાડવાનું શરૂ કરી દીધું છે અને આ દિશામાં તેના પ્રયાસો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. અમેરિકા અને ભારત વચ્ચેના વેપારી મતભેદોના નિરાકરણની દિશામાં સકારાત્મક પ્રગતિ થઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શું ભારત રશિયાથી અંતર જાળવવા લાગ્યું છે? ટ્રમ્પના ખાસ અમેરિકન રાજદૂતનો મોટો દાવો

India US Trade Deal: અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ (USTR) જેમિસન ગ્રીયરે ન્યૂયોર્કના ઇકોનોમિક ક્લબમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ભારતે રશિયાથી ઊર્જા પુરવઠા પરની નિર્ભરતા ઘટાડવાનું શરૂ કરી દીધું છે અને આ દિશામાં તેના પ્રયાસો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. અમેરિકા અને ભારત વચ્ચેના વેપારી મતભેદોના નિરાકરણની દિશામાં સકારાત્મક પ્રગતિ થઈ રહી છે. 

ગ્રીયરે કહ્યું કે, 'રશિયા પાસેથી ઊર્જાની ખરીદી એ ભારતની અર્થવ્યવસ્થાનો કોઈ સ્થાયી પાયો નથી. અમને લાગે છે કે ભારત તેના વિના પણ આગળ વધી શકે છે. હકીકતમાં, અમે જોઈ રહ્યા છીએ કે તેઓ હવે વિવિધીકરણ (Diversification) શરૂ કરી ચૂક્યા છે.'

આ પણ વાંચોઃ જાપાનમાં 6.0 ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, સુનામીનું એલર્ટ નહીં

અમેરિકાનો હેતુ રશિયાની આવક મર્યાદિત કરવાનો

ગ્રીયરે સ્વીકાર્યું કે, ભારતે 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ રશિયા પાસેથી તેલની ખરીદી વધારી હતી, પરંતુ હવે તે ધીમે ધીમે વૈકલ્પિક સ્રોતો તરફ વળી રહ્યું છે. અમેરિકા ભારતની વિદેશ નીતિ પર નિયંત્રણ કે હસ્તક્ષેપ કરવા માંગતું નથી, પરંતુ માત્ર રશિયાની ઊર્જા વેચાણમાંથી થતી આવકને મર્યાદિત કરવા માંગે છે, જેનાથી યુક્રેન યુદ્ધને નાણાંકીય સહાય મળી રહી છે. ભારત એક સાર્વભૌમ દેશ છે, તે તેના નિર્ણયો પોતે લેશે. અમારો હેતું એ નક્કી કરવાનો નથી કે ભારતે કોની સાથે સંબંધો રાખવા કે ન રાખવા. અમે બસ એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વ્લાદિમીર પુતિન પર મહત્તમ દબાણ બને.'

50% ટેરિફ અને વેપાર સંતુલન

હાલમાં ભારત અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50% ટેરિફનો સામનો કરી રહ્યું છે, જે વિશ્વમાં સૌથી ઊંચા દરોમાંનો એક છે. આમાં 25% પ્રતિશોધાત્મક કર અને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી સાથે સંકળાયેલો વધારાનો 25% દંડાત્મક કર સામેલ છે. આ ટેરિફ ભારતના મુખ્ય નિકાસ ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ, રત્ન-આભૂષણ અને દરિયાઈ ઉત્પાદનોને અસર કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ જ્યોર્જિયામાં સરકારી વિરોધી દેખાવ, લોકોના ટોળાએ રાષ્ટ્રપતિ ભવનને ઘેર્યો, સુરક્ષાદળો સાથે અથડામણ

2024માં ભારત-અમેરિકાનો દ્વિપક્ષીય વેપાર 212.3 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે, જેમાં ભારતને 40-45 બિલિયન ડોલરનો વેપાર સરપ્લસ રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રનો લક્ષ્યાંક આ વેપાર અસંતુલનને ઘટાડવાનો છે.

સકારાત્મક પ્રગતિ અને સંભવિત કરાર

ગ્રીયરે કહ્યું કે, બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો ટ્રમ્પ વહીવટીતંત્રની શરૂઆતથી ચાલી રહી છે. તાજેતરમાં સપ્ટેમ્બરમાં, તેમણે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી હતી, જ્યાં બંને પક્ષોએ 50% ટેરિફ વિવાદના સમાધાન પર ચર્ચા કરી હતી.