Get The App

નેતન્યાહુ જીવે છે કે નહીં? તપાસ કરવા ટ્રમ્પે મોકલ્યા દૂત, જુઓ નવો VIDEO પણ સામે આવ્યો

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
નેતન્યાહુ જીવે છે કે નહીં? તપાસ કરવા ટ્રમ્પે મોકલ્યા દૂત, જુઓ નવો VIDEO પણ સામે આવ્યો 1 - image

Netanyahu Alive or Dead : ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર સતત વહેતા થયા હતા. આ અટકળો પર પૂર્ણવિરામ મૂકવા માટે નેતન્યાહુએ મંગળવારે એક નવો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દૂત માઇક હકાબી સાથે જોવા મળી રહ્યા છે. નેતન્યાહુએ આ વીડિયો દ્વારા દુનિયાને સંદેશ આપ્યો છે કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત અને જીવિત છે.


હું જીવિત છું નેતન્યાહુનો અનોખો અંદાજ

વીડિયોમાં નેતન્યાહુ અને અમેરિકી રાજદૂત માઇક હકાબી વચ્ચે હળવી પળો જોવા મળી હતી. નેતન્યાહુએ સ્મિત સાથે કહ્યું, "હું જીવિત છું." એટલું જ નહીં, તેમણે પોતાની આંગળીઓ પર ઉઠેલા સવાલોનો જવાબ આપતા વ્યંગ કર્યો કે, "અમે હાથની પાંચેય આંગળીઓથી હાથ મિલાવીએ છીએ." ઉલ્લેખનીય છે કે, અગાઉના એક વીડિયોને AI જનરેટેડ ગણાવીને લોકોએ દાવો કર્યો હતો કે તેમાં નેતન્યાહુના હાથમાં છ આંગળીઓ દેખાઈ રહી છે.

આ પણ વાંચો : ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ

અમેરિકી દૂતની મુલાકાત પાછળનું રહસ્ય

વીડિયોમાં માઇક હકાબી મજાક કરતા કહે છે કે, "મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, રાષ્ટ્રપતિ ટ્રમ્પે મને અહીં એ ખાતરી કરવા માટે મોકલ્યો હતો કે તમે ઠીક છો કે નહીં." જેના જવાબમાં નેતન્યાહુએ હસીને કહ્યું, "હા માઇક, હું જીવિત છું."

નેતન્યાહુનો ઈરાની જનતાને સંદેશ

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રક્ષામંત્રી અને સૈન્ય વડાઓ સાથેની બેઠક બાદ ઈરાનના બે ટોચના આતંકી નેતાઓને ઠાર કર્યા હોવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ઈઝરાયેલી વિમાનો સતત ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યા છે, જેનો હેતુ ઈરાની જનતાને 'ફેસ્ટિવલ ઓફ ફાયર' અને 'નવરોઝ'ની ઉજવણી માટે ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે. નેતન્યાહુએ ઈરાની લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા સૂચક રીતે કહ્યું કે, અમે આ બધું ઉપરથી જોઈ રહ્યા છીએ.



ઈરાનને આપ્યો જોરદાર ઝટકો

આ વીડિયોમાં નેતન્યાહુએ માત્ર પોતાની સુરક્ષા જ નહીં, પરંતુ ઈરાન વિરુદ્ધની કાર્યવાહી પર પણ વાત કરી. તેમણે ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારીજાની અને બાસિજ પ્રમુખ ગુલામ રજા સુલેમાનીના મોત અંગે ઈરાન પર કટાક્ષ કર્યો. નેતન્યાહુએ કહ્યું, "આજે મેં પંચ કાર્ડમાંથી બે નામ ભૂંસી નાખ્યા છે." ઈરાને પણ બુધવારે આ બંને નેતાઓના મોતના સમાચારની પુષ્ટિ કરી છે અને બદલો લેવાની ચીમકી આપી છે.