નેપાળ વિભિષિકા : ચીન અસલી માહિતી છૂપાવે છે : તિબેટીઓને ચૂપ રહેવા કહી દીધું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બ્રિટનનાં ધી ગાર્ડીયને ચીનની આ પોલ ખોલી નાખી
- નેપાળમાં પૂરને લીધે ૬૦૦થી વધુનાં મૃત્યુ થયાં છે : ચીને સત્તાવાર આંક પાંચસોનો જ કહ્યો છે : એ પ્રચંડ વિભીષિકાની પૂરી માહિતી જનતાને આપી નથી
નવી દિલ્હી : નેપાળમાં પ્રચંડ પૂરોને લીધે માર્યા ગયેલાઓની સંખ્યા ૬૦૦થી પણ ઉપર પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. ઉપરાંત આશરે ૨૦૦૦થી વધુ લોકોવિષે પણ કોઈ માહિતી મળી શકી નથી. ભારતે તત્કાળ રાહત સામગ્રી પહોંચાડવા વિશાળ માલવાહક જહાજ સી-૧૩૦ને ખેપ ઉપર ખેપ શરૂ કરી દીધી છે.
વાસ્તવમાં આ આપત્તિનું મૂળ ચીનના કબજા નીચેનાં તિબેટમાં હોવાનું નિશ્ચિત થઇ ગયું છે, ત્યારે ચીને તે આપત્તિમાં માત્ર પાંચ જ માર્યા ગયેલા હોવાનું સત્તાવાર રીતે જણાવ્યું છે. બ્રિટનનાં વર્તમાન ધી ગાર્ડીયને ચીનની આ પોલ ખોલી દીધી છે. ગાર્ડીયન જણાવે છે કે ચીનનું મીડીયા પણ આ વિભિષિકા અંગે ચૂપ છે. કોઈ ગ્રાઉન્ડ રીપોર્ટ માટે ત્યાં (તિબેટમાં) પહોંચે તો તેઓ પીડિતો સાથે વાત નથી કરતા. રીપોર્ટર પોતે પોતાની જ વાત કરે છે, અને ચીનના પ્રયાસોની પીઠ થાબડે છે. જન સામાન્ય સાથે કોઈ વાતચીત કરાતી જ નથી. આમ માહિતી ઉપર સંપૂર્ણ નિયંત્રણ છે.
તે સર્વવિદિત છે કે ચીન તિબેટ ઉપર પોતાનો દાવો કરે છે, જ્યારે તિબેટના લોકો પોતાની સ્વતંત્રતાની માગણી કરે છે. ઓછામાં ઓછી સંપૂર્ણ સ્વાયત્તતા માગે છે.
જાણકારો કહે છે કે ચીને રાહત ટુકડીઓ તો મોકલી છે, બચાવ ટીમ પણ મોકલી છે, પરંતુ તે જાણવા મળતું નથી કે, તેઓ ત્યાં શું કરે છે ? ચીની મીડીયાએ તેટલું કહ્યું હતું કે પ્રમુખ શી જિનપિંગે રાહત બચાવ કાર્યવાહી માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. વડાપ્રધાન લી કિયોંગે પૂર પ્રભાવિત ક્ષેત્રનું હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ કર્યું હતું.
બીજી તરફ નેપાળના અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ અત્યારે બે ગ્લેશિયર્સ ઉપર સતત નજર રાખી રહ્યા છે. તે ગ્લેશિયર્સ તે ગ્લેશિયરની પાસે આવેલા છે કે જે તૂટવાને લીધે આ ભયંકર પૂરો આવ્યાં હતાં.
નેપાળની નેશનલ ડીઝાસ્ટર રિસ્ક રીડક્શન મેનેજમેન્ટ ઓથોરીટીએ હજી સુધીમાં ૪૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થાનોએ પહોંચાડયા છે. સરકારી રીપોર્ટ પ્રમાણે ૧૯૨૪ લોકો હજી લાપત્તા છે. તેમાં ૫૭૫ વિદેશી નાગરિકો અને જલવિદ્યુત પ્રોજેક્ટસના ઇજનેરો પણ સમાવિષ્ટ છે. લાપત્તા વિદેશીઓમાં ૬૫ અમેરિકી, ૬૨ યુક્રેની અને ૩૩ બ્રિટિશ નાગરીકો છે. ઉપરાંત ૧૪૯ નેપાળી પર્યટકો અને ૧,૪૦૭ સ્થાનિક નાગરિક પણ લાપત્તા છે.




