Get The App

નેપાળે ભારતીય સામાન પર ટેક્સ લગાડયો : તેમાં ભેદભાવ : અમીર કરતા ગરીબોને વધુ નુકસાન

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
નેપાળે ભારતીય સામાન પર ટેક્સ લગાડયો : તેમાં ભેદભાવ : અમીર કરતા ગરીબોને વધુ નુકસાન 1 - image

- વિમાન દ્વારા આવનારાઓના મોંઘા ગેઝેટ્સ, ઉપહારો પર કાનૂની છૂટ : જમીન માર્ગે આવતી ખાંડ ઉપર ગરીબોને ટેક્સ આપવો પડે છે

કાઠમંડુ : નેપાળ સરકારે ૧૦૦ નેપાળી રૂપિયાથી વધુ કિંમતના સામાન ઉપર કસ્ટમ ડયુટી (સીમા-શુલ્ક) લગાડવાના નિર્ણયે ભારે વિવાદ ઉભો કર્યો છે. તેથી ભારત સાથેની સીમા પર વસતા લોકોમાં ભારે ગુસ્સો પ્રવર્તે છે. તેઓ કહે છે કે, વિમાન દ્વારા આવતા શ્રીમંતોના મોબાઇલ, સોનાના અલંકારો, અન્ય મોંઘા ગેઝેટ્સ અને મોંઘા  શરાબ ઉપર છૂટ મળે છે પરંતુ જમીન માર્ગે, પગપાળા આવનારા ગરીબોને ૨ કી.ગ્રા. ખાંડ ઉપર પણ ટેક્સ આપવો પડે છે.

વાસ્તવિકતા તે છે કે, નેપાળ- ભારત વચ્ચે ખુલ્લી સીમા શતાબ્દીઓથી રહેલી છે. સીમાવર્તી લોકો વચ્ચેનો સામાજિક અને આર્થિક સંબધો રહ્યા છે તેનો વિચાર કર્યા વિના જ બાલેન સરકારે લીધેલો આ નિર્ણય તેના ગળામાં ફસાઈ ગયો છે. નેપાળ સરકાર કહે છે કે, દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવા આ અનિવાર્ય છે. વધુ રાજસ્વ એકત્રિત કરવા માટે છે.

સરકારી આંકડાઓ અને આંતર-રાષ્ટ્રીય સંસ્થાઓ (આઇ.એમ.એફ. અને વર્લ્ડ બેન્ક)ના આંકડાઓ પ્રમાણે નેપાળની આશરે ૩૭ ટકા અર્થવ્યવસ્થા અનરજીસ્ટર્ડ છે. તેને ટેક્સના વર્તુળોમાં લાવવી જરૂરી છે પરંતુ સરકારે અબજોની રાજસ્વ ચોરી રોકવા આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવા માટે આમ જનતાના 'થેલા' ચેક કરવા શરૂ કર્યું છે.

આ અંગે જનતાની ફરિયાદ તે છે કે તે નિયમ બધા માટે સમાન હોવો જોઈએ. તેમાં અમીર ગરીબનો ભેદભાવ ન રખાય. જેવો વિદેશમાંથી વિમાન માર્ગે આવે છે તેમને તેમના મોંઘા ગેઝેટ્સ અને ઉપહારોને કાનૂની છૂટ મળે છે પરંતુ જે વિમાન માર્ગે આવે છે તેમને ટેક્સમાંથી છૂટ મળે છે પરંતુ જેઓ સીમા ઉપર રહે છે તેઓ ૧૦૦ નેપાળી રૂપિયાથી વધુ કિંમતના રેશન કે ખાંડ લાવે છે તેમને ટેક્સ આપવો પડે છે.

નેપાળ- ભારત વચ્ચે તો રામાયણ સમયથી રોટી- બેટી વ્યવહાર ચાલે છે તેમાં લોકો પોતાના બાળકો માટે કપડાં પણ લાવે છે. તેમને ટેક્સ આપવો પડે છે. જો કે, બાલન સરકારે તે વિષે માહિતી મેળવી તે અસમંજસ દૂર કરવા વચન આપ્યું છે.