World

VIDEO : એરપોર્ટ ઠપ, શાળા-ઓફિસો બંધ, હાઈવે બ્લૉક... નેપાળમાં 24 કલાકથી પડી રહેલા વરસાદે ભારે તબાહી મચાવી

By GS TEAM
4 Oct 20252 mins read
TukuTouch Logo
નેપાળમાં શુક્રવાર સાંજથી શરૂ થયેલી ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે સમગ્ર દેશનું જનજીવન ખોરવાઈ ગયું છે. સતત વરસાદના કારણે દેશની પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. દેશમાં એરપોર્ટ ઠપ થઈ ગયા છે, તો શાળાઓ અને ઓફિસો પણ બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત અનેક હાઈવે બ્લોક થવાના કારણે અનેક વાહન ચાલકો ફસાઈ ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : એરપોર્ટ ઠપ, શાળા-ઓફિસો બંધ, હાઈવે બ્લૉક... નેપાળમાં 24 કલાકથી પડી રહેલા વરસાદે ભારે તબાહી મચાવી

Nepal Heavy Rain : નેપાળમાં શુક્રવાર સાંજથી શરૂ થયેલી ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે સમગ્ર દેશનું જનજીવન ખોરવાઈ ગયું છે. સતત વરસાદના કારણે દેશની પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. દેશમાં એરપોર્ટ ઠપ થઈ ગયા છે, તો શાળાઓ અને ઓફિસો પણ બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત અનેક હાઈવે બ્લોક થવાના કારણે અનેક વાહન ચાલકો ફસાઈ ગયા છે.

ડઝનબંધ સ્થળોએ ભૂસ્ખલન

છેલ્લા 24 કલાકથી નેપાળમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પરિણામે અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટના બનતા નેશનલ હાઈવે બ્લોક થઈ ગયા છે, જેમાં સેંકડો વાહનો રસ્તામાં અટવાઈ ગયા છે. તંત્રએ સુરક્ષાને ધ્યાને રાખીને કાઠમંડુને જોડતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે અને આગામી ત્રણ દિવસ માટે કાઠમંડુ આવવા-જવા પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પોતાના ઘરોમાં જ રહેવા અને બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.

એરપોર્ટો બંધ, ફ્લાઈટો રદ

વરસાદના કારણે પરિસ્થિતિ એવી વણસી છે કે, દેશભરના એરપોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે. રાજધાની કાઠમંડુનું ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બંધ કરવું પડ્યું છે. તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર આગામી બે દિવસ બંધ દેવાઈ છે. ડોમેસ્ટિક એરલાઇન્સ કંપનીઓએ પણ હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી ફ્લાઇટ્સ રદ થવાની માહિતી આપી છે. કેટલાક એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ ગયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

આ પણ વાંચો : VIDEO : યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાનો ભીષણ હુમલો, ટ્રેનના ફૂરચાં ઊડ્યાં; 30ના મોત

રવિવાર અને સોમવારે જાહેર રજા

નેપાળ સરકારે ભારે વરસાદ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રવિવાર અને સોમવાર એમ બે દિવસની જાહેર રજાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં આવેલી પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરી છે. હોસ્પિટલો સિવાય અન્ય તમામ સરકારી વિભાગોમાં રજા જાહેર કરી દેવાઈ છે.

નદીઓ પરના પુલો બંધ કરાયા, સેના એલર્ટ

સરકારે કાઠમંડુની તમામ નદીઓ પરના પુલો પરનો વાહનવ્યવહાર પણ સંપૂર્ણ બંધ કરી દીધો છે. પૂરના કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તમામ હેલિકોપ્ટર કંપનીઓને તાત્કાલીક મદદ કરવા માટે એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. સેનાના હેલિકોપ્ટરને કાઠમંડુ એરપોર્ટ પર તહેનાત કરી દેવાયા છે.

આ પણ વાંચો : ટ્રમ્પના ગાઝા પ્લાનને ઝટકો? અમેરિકાની અપીલ બાદ પણ ઈઝરાયલનો હુમલો, 6ના મોત