Get The App

VIDEO : યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાનો ભીષણ હુમલો, ટ્રેનના ફૂરચાં ઊડ્યાં; 30ના મોત

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાનો ભીષણ હુમલો, ટ્રેનના ફૂરચાં ઊડ્યાં; 30ના મોત 1 - image


Russian Drone Attack on Ukrainian Passenger Train : રશિયન સેનાએ યુક્રેનના ઉત્તર ક્ષેત્ર સુમી શહેરમાં પેસેન્જર ટ્રેન અને રેલવે સ્ટેશનને ટાર્ગેટ કરીને ભયાનક હુમલો કર્યો છે, જેમાં 30 લોકોના મોત થયા છે. રિપોર્ટ મુજબ હુમલામાં ટ્રેનના ફૂરચા ઊડી ગયા છે. રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમિર ઝેલેન્સ્કીએ હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે.

પેસેન્જર ટ્રેન પર ડ્રોનથી હુમલો

યુક્રેને કહ્યું છે કે, રશિયાએ શૉસ્ટકા રેલવે સ્ટેશનથી કીવ જઈ રહેલી ટ્રેન પર ડ્રોનથી હુમલો કર્યો છે, જેમાં ટ્રેનના ફૂરચાં ઊડી ગયા છે. ઝેલેન્સ્કીએ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર પોસ્ટ કર્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, ટ્રેન આગની લપેટમાં આવી ગઈ છે, મોટાભાગના કોચની બારીઓના કાચ તૂટી ગયા છે, તો કેટલાક કોચ સંપૂર્ણ નાશ પામ્યા છે.

આ પણ વાંચો : ટ્રમ્પના ગાઝા પ્લાન સામે હજુ કેમ અનેક પડકારો? હમાસે અનેક શરતો માનવાનો કર્યો ઇન્કાર

સ્ટેશન પર અનેક લોકો હતા ત્યારે થયો હુમલો

ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયાએ સૂમી વિસ્તારના શૉસ્ટકા રેલવે સ્ટેશન પર ડ્રોનથી હુમલો કર્યો છે. અત્યાર સુધી મળતા સમાચાર મુજબ હુમલામાં 30 લોકોના મોત થયા છે. અધિકારીઓએ કહ્યું કે, જ્યારે ડ્રોન હુમલો થયો ત્યારે રેલવે સ્ટેશન પર યુક્રેન રેલવેના કર્મચારીઓ અને અનેક મુસાફરો ઉભા હતા.

આ પણ વાંચો : ટ્રમ્પના ગાઝા પ્લાનને ઝટકો? અમેરિકાની અપીલ બાદ પણ ઈઝરાયલનો હુમલો, 6ના મોત

Tags :