World

'નાસા' એસ્ટ્રોનેટ અનિલ મેનન તેના પહેલા સ્પેસ વૉકની તૈયારી કરી રહ્યા છે

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
ઓગસ્ટ માસમાં 3 સ્પેસ વૉક યોજાશે, જેમાં પ્રથમ માટે અનિલ મેનન અને જેસિકા મીર તૈયારી કરી રહ્યા છે. 6 ઓગસ્ટે 4.5 કલાકના સ્પેસ વૉક દરમિયાન, તેઓ સ્પેસ સ્ટેશનના 7મા સોલર એરે ખોલશે, જેથી વિદ્યુત પ્રવાહ સરળ બનશે. NASAના પ્રવક્તાએ જણાવ્યું કે, અનિલ મેનન અને ટીમે સ્પેસ સ્યુટ તથા લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ્સ ચેક કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'નાસા' એસ્ટ્રોનેટ અનિલ મેનન તેના પહેલા સ્પેસ વૉકની તૈયારી કરી રહ્યા છે
  • ઓગસ્ટ માસ દરમિયાન 3 સ્પેસ વૉક યોજાશે : આ એકસીપીડેશન '75ના કમાન્ડર છે જેસીકા મીર, સાથે ઇ.એસ.એ.ના સોફી નાસાના હેથવે પણ છે

હાઉસ્ટન : ઓગસ્ટમાં યોજાનાર પહેલા સ્પેસ વોક માટે અનિલ મેનન તૈયારીઓ કરી રહ્યા છે. આ એકસીપીડેશન ૭૫ના કમાન્ડર છે. જેસિકા મીર તેઓ પણ ઓગસ્ટ ૬ના દિવસે યોજાનાર સ્પેસ વૉક માટે તૈયારીઓ કરી રહ્યા છે. જે સ્પેસ વૉક સાડા ચાર કલાક જેટલો ચાલશે તે દરમિયાન તેઓ સ્પેસ સ્ટેશનના ૭માં સોલર એરે ને ખોલશે. આથી સ્પેસ સ્ટેશનમાં વિદ્યુત પ્રવાહ વધુ સરળ બનશે.
હવે આ માટે ઝડપભેર તૈયારીઓ ચાલી રહી છે. અનિલ મેનન તથા યુરોપીયન સ્પેસ એજન્સીના એસ્ટ્રોનોટ, સોફી એડેનોટ તથા નાસાના એસ્ટ્રોનોટ જેક હેથવે, કવેસ્ટ એર-લોકમાં પહોંચી ગયા હતા અને બે સ્પેસ સ્યુટને બરોબર ચેક કર્યા હતા. તે સ્પેસ સૂટ આરામ આપવા સાથે હલન-ચલનમાં પણ કેટલા સરળ અને ઉપયોગી છે. તે પણ તપાસી લીધું છે. ઉપરાંત તેઓએ લાઇફ સપોર્ટિંગ સિસ્ટીમ્સ તથા ઇલેકટ્રોનિક સીસ્ટીમ્સ પણ ચેક કરી લીધી છે.
નાસાએ પહેલા સ્પેસ વોક માટે અનિલ મેનન અને જેસિકા મીરને પસંદ કર્યા છે. પરંતુ ઓગસ્ટ માસમાં જ યોજાનાર બીજા બે સ્પેસ વોક માટેના નામ નિશ્ચિત કર્યા નથી.
અનિલ મેનન અને તેઓના સાથીઓ સ્પેસ-વોક માટે તો તૈયારીઓ કરી જ રહ્યા છે. તે ઉપરાંત તેઓ સ્પેસ સ્ટેશનની રોજે-રોજની કાર્યવાહી માટે પણ ફેમીલીયર (ટેવાતા) થતા જાય છે. તેઓ બરોબર સમજે છે કે તેઓની ઉપર કેટલી જવાબદારી છે. તેમ નાસાના પ્રવકતાએ પત્રકારોને જણાવ્યું હતું.
અફઘાનિસ્તાનમાં બાલિકાઓને ૬ઠ્ઠા ધોરણથી વધુ ભણવા દેવાતી નથી. અહીં સ્પેસશિપ કમાન્ડર છે જેશીકા મીર.