World

એપસ્ટિન ફાઈલમાં 2000થી વધુ વખત નામ ધરાવતી વ્યક્તિના રહસ્યમય મોતથી ખળભળાટ

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
જેફરી એપસ્ટિન કેસમાં નવો વળાંક આવ્યો છે. ફ્રાન્સમાં મોડેલ સ્કાઉટ ડેનિયલ સિયાડ તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો છે, જેનું નામ એપસ્ટિન ફાઇલોમાં 2000થી વધુ વખત હતું. પેરિસના પરા વિસ્તાર કોલોમ્બમાં તેના મૃતદેહ મળતા ચકચાર મચી છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે, પરંતુ આ મૃત્યુથી એપસ્ટિન નેટવર્ક ફરી ચર્ચામાં આવ્યું છે. ફ્રેન્ચ પ્રશાસને તપાસ ચાલુ રાખવાની ખાતરી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપસ્ટિન ફાઈલમાં 2000થી વધુ વખત નામ ધરાવતી વ્યક્તિના રહસ્યમય મોતથી ખળભળાટ

Jeffrey Epstein Network: જેફરી એપસ્ટિનના અવસાનને વર્ષો વીતી ગયા હોવા છતાં, તેની સાથે જોડાયેલા નામો આજે પણ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં ફ્રાન્સથી આવેલા એક સમાચારથી આ રહસ્યમય નેટવર્ક પર ફરી સવાલો ઊભા થયા છે. મોડેલ સ્કાઉટ ડેનિયલ સિયાડ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. આ એ જ વ્યક્તિ છે જેનું નામ અમેરિકન ન્યાય વિભાગ (DOJ)ની જેફરી એપસ્ટિન ફાઇલોમાં 2000થી વધુ વખત નોંધાયેલું હતું. ફ્રાન્સના નેન્ટેરે પ્રોસિક્યુશન ઓફિસ અનુસાર, સિયાડનો મૃતદેહ પેરિસના પરા વિસ્તાર કોલોમ્બમાં આવેલા તેના ઘરેથી મળી આવ્યો હતો. હાલમાં મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે અને તપાસ ચાલુ છે.

કોણ હતો ડેનિયલ સિયાડ અને જેફરી એપસ્ટિન સાથે શું હતો સંબંધ?

ફેશન ઇન્ડસ્ટ્રીમાં લગભગ ત્રણ દાયકા સુધી મોડેલ સ્કાઉટ તરીકે કામ કરનાર સિયાડ એક જાણીતું નામ હતું. મોડેલ સ્કાઉટનું કામ નવી પ્રતિભાઓ અને મોડેલ્સને શોધીને એજન્સીઓ સાથે જોડવાનું હોય છે. સિયાડે સ્વીકાર્યું હતું કે 2000ના દાયકાની શરૂઆતમાં તેની મુલાકાત જેફરી એપસ્ટિન સાથે થઈ હતી. તેનો દાવો હતો કે તેમની વચ્ચે માત્ર વ્યવસાયિક સંબંધો હતા અને તેણે કેટલીક મોડેલ્સને જેફરી એપસ્ટિન સાથે મિલાવી હતી, પરંતુ તેને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ નહોતી.

જેફરી એપસ્ટિન ફાઇલોમાં 2000થી વધુ વખત ઉલ્લેખ અને ગંભીર આરોપો

આ વર્ષે જાહેર કરવામાં આવેલી અમેરિકન ન્યાય વિભાગની જેફરી એપસ્ટિન ફાઇલોમાં ડેનિયલ સિયાડનું નામ 2000થી વધુ વખત સામે આવ્યું હતું. આ દસ્તાવેજોમાં જેફરી એપસ્ટિન અને સિયાડ વચ્ચેના ઈમેઈલ અને મેસેજ સામેલ છે, જેમાં યુવતીઓ અને મોડેલ્સની પ્રોફાઇલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સિયાડ પર કેટલીક મહિલાઓ દ્વારા દુષ્કર્મ અને માનવ તસ્કરી જેવા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા, જેનો તેણે હંમેશા ઇનકાર કર્યો હતો.

તપાસ ચાલુ રહેશે: ફ્રેન્ચ પ્રશાસન

ડેનિયલ સિયાડ એ જેફરી એપસ્ટિન નેટવર્ક સાથે જોડાયેલી બીજી એવી ચર્ચિત વ્યક્તિ છે જેનું ફ્રાન્સમાં મોત થયું હોય. આ પહેલા 2022માં મોડેલ એજન્ટ જીન-લ્યુક બ્રુનેલ જેલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ફ્રાન્સના સરકારી વકીલોએ સ્પષ્ટ કર્યું છે કે સિયાડના મોતથી આ કેસની તપાસ બંધ નહીં થાય. જેફરી એપસ્ટિન નેટવર્ક સાથે જોડાયેલા તમામ લોકોની ભૂમિકા અંગે સઘન તપાસ ચાલુ જ રહેશે.