World

મસ્કની ક્રિસ્ટોફર નોલનને ચેલેન્જ : એઆઈથી 'ધ ઓડિસી' બનાવશે

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
કેલિફોર્નિયા: હોલીવૂડના ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ 'ધ ઓડિસી' નો ઇલોન મસ્ક સતત વિરોધ કરી રહ્યા છે. તેમણે નોલનને પડકાર ફેંકી કહ્યું કે, તેમની AI કંપની XAIનું 'ગ્રોક ઇમેજિન' વર્ષના અંત સુધીમાં હોમરના મહાકાવ્ય પર આધારિત AI ફિલ્મ બનાવશે. મસ્કે 3 મિનિટનો AI વીડિયો પોસ્ટ કરી 'ગ્રોક ઇમેજિન' દ્વારા ફૂલ-લેન્થ મૂવી બનાવવાની જાહેરાત કરી, જે ઐતિહાસિક રીતે વધુ સચોટ હશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મસ્કની ક્રિસ્ટોફર નોલનને ચેલેન્જ : એઆઈથી 'ધ ઓડિસી' બનાવશે

આ પહેલા ફિલ્મની કાસ્ટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા
ગ્રોક ઈમેજિનથી બનાવેલો ત્રણ મિનિટનો એઆઈ વીડિયો પોસ્ટ કરીને ફૂલ મૂવી બનાવવાની જાહેરાત

કેલિફોર્નિયા : હોલીવૂડના જાણીતા ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલનની બ્લોકબસ્ટર ફિલ્મ ધ ઓડિસી બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે. પરંતુ, ઈલોન મસ્ક તેનો સતત વિરોધ કરી રહ્યા છે. હવે, તેમણે ક્રિસ્ટોફર નોલનને પડકાર ફેંક્યો છે. મસ્કે કહ્યું કે, તેમની એઆઈ કંપની એક્સએઆઈનું વિડિયો જનરેશન પ્લેટફોર્મ ગ્રોક ઈમેજિન વર્ષના અંત સુધીમાં હોમરના મહાકાવ્ય ધ ઓડિસી પર આધારિત એઆઈ ફિલ્મ તૈયાર કરશે.
મસ્કે એક્સ (ટ્વિટર) પર ત્રણ મિનિટનો એઆઈ જનરેટેડ વીડિયો પોસ્ટ કરી લખ્યું કે, ગ્રોક ઈમેજિન ફૂલ-લેન્થ મૂવી બનાવશે. જે ઐતિહાસિક રીતે વધુ સચોટ હશે. મસ્ક છેલ્લા કેટલાક અઠવાડિયાથી નોલનની ફિલ્મના કાસ્ટિંગને લઈને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. તેમણે લુપિતા ન્યોંગ'ઓને હેલન ઓફ ટ્રોય અને એલિયટ પેજને સાયનોનના રોલમાં લેવામાં આવ્યા હોવાની ટીકા કરી હતી. તેમના મતે આ કાસ્ટિંગ હોમરના મૂળ મહાકાવ્ય સાથે સુસંગત નથી.
મસ્કની આ જાહેરાત માત્ર ફિલ્મ પૂરતી સીમિત નથી. જો તેમની એઆઈ ફિલ્મ સફળ રહેશે તો ફિલ્મમેકિંગ બદલાઈ જશે. આ પહેલા નોલન પણ કહી ચૂક્યા છે કે, એઆઈ ફિલ્મમેકિંગમાં મદદરૂપ બની શકે છે. પરંતુ, તે માનવીય કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનું સ્થાન નથી લઈ શકતું. મસ્કના વિરોધ છતાં નોલનની ધ ઓડિસીને વિશ્વભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે રિલીઝના પહેલા વીકમાં જ અંદાજે ૨૬૪ મિલિયન ડોલરની કમાણી કરી હતી. આ ફિલ્મે રોટન ટોમેટોઝ પર ૯૭ ટકા ઓડિયન્સ સ્કોર મેળવ્યો હતો.