ઓમાનમાં વધુ એક જહાજમાં આગ, 3 દિવસમાં ત્રીજી ઘટના! અગાઉ અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Third Attack in 3 Days: Indian Vessel 'MT Jalveer' Ablaze Off Oman Coast | ગલ્ફ વિસ્તારના સમુદ્રમાં અશાંતિનું વાતાવરણ યથાવત છે. ઓમાનના કિનારે 'સેટેબેલો' જહાજ પર થયેલા હુમલા બાદ ત્યાં જ વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શિનસ બંદર નજીક 'MT Jalveer' નામના જહાજ પર હુમલો થયો હોવાના અહેવાલ છે. દૃશ્યોમાં જોઈ શકાય છે કે હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા હતા.
હુમલામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે સત્તાવાર વિગતો બાકી
છેલ્લા ત્રણ દિવસમાં ઓમાનના દરિયાકિનારે જહાજો પર થયેલી આ ત્રીજી મોટી ઘટના છે. સ્થિતિની ગંભીરતાને જોતાં ભારતીય એમ્બેસી સંપૂર્ણ સતર્ક છે. ભારતીય એમ્બેસીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું કે તેઓ શિનસ પોર્ટ પાસે બનેલી આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. એમ્બેસી સ્થાનિક ઓમાની અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. હાલમાં આ ઘટનાનું સ્વરૂપ શું છે, જહાજને કેટલું નુકસાન થયું છે અથવા કોઈ જાનહાનિ થઈ છે કે નહીં, તે અંગેની સત્તાવાર વિગતો હજુ બાકી છે.

ગઇકાલે જ અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના મોત
ગઇકાલે જ ઓમાનના દરિયાકિનારે અમેરિકાની સેના દ્વારા 'સેટેબેલો' (MT Settebello) ટેન્કર પર કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા છે. પાલાઉ દેશનો ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર 'સેટેબેલો' ગલ્ફ ઓફ ઓમાનમાંથી પસાર થઈ રહ્યું હતું તે સમયે અમેરિકાની સેનાએ તેના પર હુમલો કર્યો. જે બાદ 21 ભારતીયોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા હતા. જોકે 3 ક્રૂ મેમ્બર્સ ગુમ થયા હતા જેમના મૃતદેહ આજે મળી આવ્યા છે. આ ઘટના બાદ ભારતે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી'એફેયર્સ જેસન મીક્સને બોલાવી સખત વિરોધ નોંધાવ્યો હતો.
ત્રણ દિવસમાં ત્રણ ઘટનાઓ
| તારીખ | જહાજનું નામ | સ્થિતિ |
| 8 જૂન 2026 | MT Marivex | તમામ 24 ભારતીયો સુરક્ષિત |
| 10 જૂન 2026 | MT Settebello | 21 ભારતીયોનું રેસ્ક્યૂ, 3ના મોત |
| 11 જૂન 2026 | MT Jalveer | ઘટનાની તપાસ ચાલુ |









